ગાંધીનગર: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાત સરકાર દ્વારા સરકારી અધિકારીઓની મોટા પાયે બદલીઓ થઇ રહી છે. 30 જાન્યુઆરીએ 50 જેટલા IAS કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. હવે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભા ચૂંટણી પહેલા બિન હથિયારી 43 પીએસઆઈ તેમજ 551 બિન હથિયારી પીએસઆઈ તેમજ 232 બિન હથિયારી પીઆઈની બદલી કરવામાં આવી છે. આમ કુલ 594 પીએસઆઈની બદલીઓ કરી દેવામાં આવી છે.
તે ઉપરાંત અન્ય એવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે કે, આગામી ટૂંક સમયમાં IPS કક્ષાના અધિકારીઓની પણ બદલી થવાનો ગણગણાટ ગાંધીનગરના પાવર ડોરિડોરમાં થઇ રહ્યો છે.
આ પણ વાંચો- વિશ્વમાં વધી રહ્યો છે ભ્રષ્ટાચાર; જાણો વિશ્વના દેશોમાં ભ્રષ્ટાચારની યાદીમાં ભારતની શું છે સ્થિતિ