દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં ભારતીય અર્થવ્યવસ્થા પર ‘શ્વેત પેપર’ (White Paper) રજૂ કર્યું છે. જેમાં કોંગ્રેસની યુપીએ સરકારની સરખામણીમાં મોદી સરકારની કામગીરી દર્શાવવામાં આવશે. બજેટ સત્રની શરૂઆત 31મી જાન્યુઆરીએ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના સંબોધન સાથે થઈ હતી. આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા વર્તમાન લોકસભાનું આ છેલ્લું સત્ર છે.
ખડગે રજૂ કર્યો ‘બ્લેક પેપર’
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ ‘બ્લેક પેપર’ રજૂ કરતાં ઘણાં મુદ્દાઓ પર ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે મોદી સરકાર વર્તમાન સમયની વાત નથી કરતી અને તે ભૂતકાળમાં જઈને કોંગ્રેસના શાસનની વાતો કરે છે. પરંતુ તેણે આજના સમયમાં જે મોંઘવારી છે તેની વાત કરવી જોઈએ. મોદીએ હાલમાં ફુગાવાને કન્ટ્રોલ કરવા કેવા પગલાં ભર્યા તેના વિશે જણાવવું જોઈએ. તેમણે ઈન્દિરા ગાંધી અને નહેરુના સમયકાળની વાતો કરવાનું ટાળવું જોઇએ. તેમની સાથે તુલના ન થઇ શકે.
સરકારે બજેટમાં શ્વેત પત્ર લાવવાની જાહેરાત કરી હતી
કેન્દ્રની મોદી સરકારે 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરી હતી કે તે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના 10 વર્ષના આર્થિક પ્રદર્શનની તુલનાએ ભાજપના 10 વર્ષના આર્થિક પ્રદર્શનને રજૂ કરતો ‘વ્હાઈટ પેપર’ લાવશે. આજે ફરી સંસદમાં ફરી સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળાની શક્યતા છે.
લોકસભા ચૂંટણી સર્વે; ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો યથાવત