ગાંધીનગર: વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિવિધ મુદ્દે સવાલ-જવાબો થઈ રહ્યાં છે. ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા NDPS અને ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલ કરવામાં આવ્યો હતો. જે સવાલના જવાબમાં ગૃહરાજ્ય મંત્રીએ જવાબ આપતા કેટલાક આંકડા રજૂ કર્યા હતાં. જે મુજબ ગુજરાતમાં વર્ષ 2022-23માં NDPSના 512 કેસ નોંધાયા છે.
જ્યારે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તેમણે વધુમાં આંકડા રજૂ કરતા દ્રારકામાંથી બે વર્ષમાં રૂપિયા 1 લાખ 76 હજારનું MD ડ્રગ્સ ઝડપાયું છે. દ્રારકામાંથી કુલ રૂપિયા 2 લાખ 40 હજારથી વધુ કિમંતના કફ સીરપના 1622 નંગ જપ્ત કરાયા છે.
તે ઉપરાંત દ્રારકામાં 15, વડોદરા શહેર અને ગ્રામ્યમાંથી 87 લોકોની ધરપકડ કરાઇ છે. વડોદરા શહેરમાંથી રૂપિયા 56 લાખ 32 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું. વડોદરા ગ્રામ્યમાંથી રૂપિયા 25 લાખ 37 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ જ્યારે દ્વારકા નજીક સમુદ્ર બોર્ડર હોવાથી તેને વિજિલન્ટ એરિયા તરીકે રખાયો છે. વિધાનસભા ગૃહમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના સવાલ પર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આંકડા સહિતનો જવાબ રજૂ કર્યો હતો.
દિલ્હી-નોઈડા સરહદે ખેડૂતો અને પોલીસ વચ્ચે વધ્યું ઘર્ષણ, લાગુ કરાઈ 144