નવી દિલ્હી: મોદી સરકારે ફરી એકવાર મોટી જાહેરાત કરી છે. વાત જાણે એમ છે કે, આજે PM મોદીએ ટ્વિટ કરી વધુ ત્રણ લોકોને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ચૌધરી ચરણ સિંહ અને પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત એમએસ સ્વામીનાથનને સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી ચૌધરી ચરણ સિંહને ભારત રત્નની જાહેરાત કરતાં કહ્યું કે, આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. તેઓ ઈમરજન્સી સામે પણ મક્કમતાથી ઊભા રહ્યા. અમારા ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રત્યેનું તેમનું સમર્પણ અને ઈમરજન્સી દરમિયાન લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી છે.
આ પણ વાંચો-હરણી બોટ દુર્ઘટના કેસ: આરોપી દિપેન અને ધર્મિલ શાહ 6 દિવસના રિમાન્ડ પર