વડોદરા: બોટ દુર્ઘટનાના 21 દિવસ બાદ પોલીસના હાથે ઝડપાયેલા કોટિયા પ્રોજેક્ટના પાંચ-પાંચ ટકાના ભાગીદારો દિપન હિતેન્દ્ર શાહ અને ધર્મિલ ગિરિશ શાહને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 10 દિવસ પોલીસ કસ્ટડી રિમાન્ડ માગવામાં આવ્યા હતા. કોર્ટે રિમાન્ડ માટેના કારણો સાંભળ્યા બાદ ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસ માટે આ બન્ને આરોપીઓ પાસેથી ૬ દિવસમાં જે સવાલના જવાબો મેળવવાના છે તેમાં મુખ્ય કોયડો એ છે કે કોટિયા પ્રોજેક્ટમાં વર્ષ 2017માં દિપેન અને ધર્મિલની ભાગીદારી 60 ટકા હતી. પરંતુ એવુ તો શુ બન્યુ કે એક જ વર્ષમાં બન્નેએ પોતાની ભાગીદારી ઘટાડીને 10 ટકા (બન્નેના પાંચ-પાંચ ટકા) કરી નાખી. બન્ને માત્ર 10 ટકાના જ ભાગીદાર હોવા છતાં કોટિયા પ્રોજેક્ટના બેન્ક એકાઉન્ટમાં મુખ્ય રોકાણકાર તરીકે દિપેશ અને ધર્મિલની સહીથી જ વહીવટ થતો હતો. લેકઝોનનો મેનેજર ભાવેશ ચૌહાણ આખી ચેકબુકમાં દિપેશ અથવા ધર્મિલની સહીઓ કરાવીને જતો રહેતો હતો. પોલીસને મુંઝવણ એ છે કે આટલી મોટી પેઢીમાં આ પ્રકારે આર્થિક વ્યવહાર કેમ થતો હતો. તેની પાછળ માસ્ટર માઇન્ડ કોણ છે. કોને ક્યા પ્રકારનો અને કેટલો આર્થિક લાભ મળતો હતો.
આ ઉપરાંત દિપેન હિતેન્દ્ર શાહ અને ધર્મિલ ગિરિશ શાહનું સરનામું (પુનિત નગર, મલ્હાર પોઇન્ટ, ઓલ્ડ પાદરા રોડ વડોદરા) એક જ છે. જ્યારે ધર્મિલ મુંબઇમાં રહેતો હોવા છતાં બન્નેનું સરનામું એક જ કેમ બતાવવામાં આવ્યુ છે. દુર્ઘટના બાદ દિપેન હરણી તળાવ પાસે હાજર હતો અને પોલીસ સમક્ષ હાજર થવાને બદલે ફરાર થઇ ગયો હતો. 21 દિવસ દરમિયાન તે ક્યાં ક્યાં ભાગ્યો અને તેને શરણ આપનાર કોણ હતુ તેની તપાસ કરવાની બાકી છે. આ કારણોસર સાથે સરકાર તરફે આજે વકીલ હિતેશ ગુપ્તાએ દલીલો કરી હતી જે બાદ કોર્ટે ડીજીપી અને તપાસ અધિકારીને તથા બચાવ પક્ષને પણ સાંભળ્યા હતા અને 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
રાજીવ મોદી કથિત દુષ્કર્મ કેસ : બલ્ગેરિયન યુવતીએ કહ્યું, ‘ગુજરાત પોલીસ પર વિશ્વાસ રહ્યો નથી’