રવિન્દ્ર જાડેજાના પરિવારમાં ઘર કંકાશ; પિતાના આક્ષેપ પછી જાડેજાએ તોડ્યું મૌન

રાજકોટ: હાલમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત હોવાના કારણે નેશનલ ક્રિકેટ એકેડમી (NCB)માં રહીને સ્વાસ્થ્ય થઇ રહ્યા છે. 35 વર્ષીય જાડેજાએ એક દિવસ પહેલા (ગુરુવારે) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ પૂર્ણ કર્યા. દરમિયાન, શુક્રવારે તેઓ અચાનક ચર્ચામાં આવી ગયા છે, જ્યારે તેમના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ તેમના વિશે ઘણી ચોંકાવનારી વાતો કહી છે. જાડેજાના પિતાએ તો એટલે સુધી કહી દીધું છે કે તેમને તેમના પુત્ર રવિન્દ્ર અને પુત્રવધૂ રીવાબા સાથે કોઈ સંબંધ નથી.

જાડેજાના પિતાએ તો એટલે સુધી કહી દીધું છે કે તેમને તેમના પુત્ર રવિન્દ્ર અને પુત્રવધૂ રીવાબા સાથે કોઈ સંબંધ નથી
પિતાનો આ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ જાડેજાએ X પર પોસ્ટ કરીને પોતાનું મૌન તોડ્યું હતું. પિતા અનિરુદ્ધસિંહ જાડેજાના ઈન્ટરવ્યુનો જવાબ આપ્યો છે. જાડેજાએ ઈન્ટરવ્યુમાં કહેવામાં આવેલી વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આ ઈન્ટરવ્યુ દ્વારા તેમની પત્ની રીવાબાની ઈમેજને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જાડેજાએ X પર એક પોસ્ટ કરી અને સમગ્ર ઈન્ટરવ્યુને નકારી કાઢ્યો. જાડેજાએ સ્ક્રિપ્ટેડ ઈન્ટરવ્યુમાં જે કહેવામાં આવ્યું હતું તેને અવગણવાનું કહ્યું.

જાડેજાએ ગુજરાતીમાં લખ્યું હતું કે, એક સમાચર પત્રમાં પ્રકાશિત થયેલા બકવાસ ઇન્ટરવ્યુમાં કહેવામાં આવેલી દરેક વાત ખોટી અને અર્થહીન છે. માત્ર એક બાજુના દૃષ્ટિકોણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પહેલા ઈન્ટરવ્યુમાં તેમના પિતા અનિરુદ્ધ સિંહે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે હવે તેની (પુત્ર) સાથે કોઈ સંબંધ નથી. જો તેને ક્રિકેટર ન બનાવાયો હોત તો સારું થાત, જ્યારે તેણે કહ્યું કે જાડેજાની પત્ની રીવાબા જાડેજાને માત્ર પૈસાની જ ચિંતા કરે છે.

પિતા અનિરુદ્ધે આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રવિન્દ્ર અને તેની પત્ની રીવાબા સાથે તેનો કોઈ સંબંધ નથી. અનિરુદ્ધે એમ પણ કહ્યું કે તેમનો એકનો એક પુત્ર છે અને તેમનું હૃદય બળીને રાખ થઈ ગયું છે. તેણે લગ્ન ન કર્યા હોત તો સારું થાત, તે ક્રિકેટર ન બન્યો હોત તો સારું થાત. જાડેજાના પિતાએ આ દરમિયાન જણાવ્યું હતું કે, તેમણે તેમના પુત્ર જાડેજાને ક્રિકેટર બનાવવા માટે ચોકીદારી પણ કરી હતી. તેમની બહેન નયના બાએ પણ તેમને ઘણો સાથ આપ્યો.

આ પણ વાંચો-પૂર્વ PM ચૌધરી ચરણ સિંહ અને નરસિમ્હા રાવને મળશે ‘ભારત રત્ન’, મોદી સરકારની મોટી જાહેરાત