અમદાવાદ: અમદાવાદની જાણીતા ફાર્મા કેડિલા કંપનીના સીએમડી રાજીવ મોદી વિરુદ્ધ ડિસેમ્બરમાં જ હાઇકોર્ટના આદેશથી પોલીસે રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. રાજીવ મોદી વિરુદ્ધ દુષ્કર્મનો કેસ કરનાર બલ્ગેરિયન યુવતી છેલ્લા કેટલાક દિવસથી ગાયબ હોવાના અહેવાલ સામે આવ્યા હતા. પોલીસ કમિશનર જી.એસ મલિકે પ્રેસ કેન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે ફરિયાદી યુવતી પોતાના વતન પરત જતી રહી છે. ત્યાર આ સ્થિતિ વચ્ચે પીડિતાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પીડિતાએ ગુજરાત પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા હડકંપ મચી ગયો છે.
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ મલિકે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે ફરિયાદી યુવતી પોતાના વતન પરત જતી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે બલ્ગેરિયન યુવતીએ એક વીડિયોમાં જણાવ્યું છે કે, ‘ભારત છોડીને નથી ગઈ, મારા જીવને જોખમ હોવાથી હું સુરક્ષિત સ્થળે જતી રહી છું.’
10 દિવસ પહેલા મને મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. હું મારા અને મારા પરિવારની સુરક્ષાને લઈને ડરી ગઈ છું. હું અગોરા મોલ તરફ જઈ રહી હતી. રાજેશ નામનો વ્યક્તિ ટેક્સી ચલાવી રહ્યો હતો. ડ્રાઈવર કોઈ સાથે ફોન પર ગુજરાતી ભાષામાં વાત કરી રહ્યો હતો. તેને ખબર નહોતી કે હું ગુજરાતી ભાષા જાણુ છું. તેણે રસ્તામાં કાર રોકી જેથી કોઈ જોઈ ન શકે. મને ખબર પડી કે આ બધુ જ અગાઉથી નક્કી હતુ. ડ્રાઈવરે ફરીથી કોઈને ફોન કર્યો અને મે જોયું કે તે પોલીસકર્મી સાથે વાત કરી રહ્યો છે. જે બાદ મે રૂટ બદલી નાંખ્યો અને કાર રોકી દેવાનું કહ્યું હતું.’
તેમજ વધુમાં કહ્યું કે, ‘મને ખબર છે જે કંઈપણ થઈ રહ્યું છે તે પોલીસને કારણે થઈ રહ્યું છે. મારી પાસે તમામ પુરાવા છે, મારી પાસે બધા નંબર છે આ બધામાં ડ્રાઈવર પણ ભળેલો છે અને તેને મને મારી નાખવાની કોશિશ કરી હતી. હું મારો કેસ બંધ નહીં કરું. મને આશ્વાસન મળવું જોઈએ કે હું અને મારો પરિવાર સુરક્ષિત છે. ગુજરાતમાં જે કઈપણ મારી સાથે થયું તેને લઈને હું સુપ્રીમ કોર્ટમાં જઈશ. ગુજરાત પોલીસ પરથી હંમેશા માટે મારો વિશ્વાસ ઉઠી ગયો છે. મને બાહેંધરી અને સુરક્ષા જોઈએ છે કે હું અને મારો પરિવાર સલામત અને જીવિત રહીએ.’
ભાજપના રાજમાં ઉડતા ગુજરાત! બે વર્ષમાં ઝડપાયું 5338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ