હર્ષ સંઘવી સાઇબર ક્રાઇમને ડામે તે પહેલા ડબ્બા ટ્રેડિંગે ધારણ કર્યું રાક્ષસી સ્વરૂપ

જીગર પરમાર: હર્ષ સંઘવી સાઇબર ક્રાઇમને ડામવા માટે અનેકવિધ કાર્યવાહી કરી છે. તાલુકા લેવલે સાઇબર ક્રાઇમના પોલીસ સ્ટેશનો પણ ચાલું કરવામાં આવ્યા છે. જોકે, હર્ષ સંઘવી એક વાતથી અજાણ છે કે, તેઓ જ્યારે સાઇબર ક્રાઇમને ડામવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે જ ડબ્બા ટ્રેડિંગ નામના રાક્ષસે જન્મ લઈ લીધો છે. પરંતુ આવું કેમ થયું છે તે હર્ષ સંઘવીને જાણવું ખુબ જ જરૂરી છે. કેમ કે ક્યાંકને ક્યાંક તેમના તાંબા હેઠળ રહેલી પોલીસ પોતાની જવાબદારીઓ ચૂકી ગઇ છે, તેના કારણે જ રાજ્યમાં પ્રતિદિવસ અવનવા ક્રાઇમ માથુ ઉચકીને સમાજમાં સ્થાપિત થઇ રહ્યા છે.

રાજ્યમાં પોલીસની ભૂમિકામાં ફેરફાર થઈ ગયો છે. ભ્રષ્ટાચાર ભરડો લઈ રહ્યો છે. પોલીસ અધિકારીઓ લાખો-કરોડો રૂપિયાની ઉઘરાણી કરીને એક નવી જ સિસ્ટમને જન્મ આપી દીધો છે.  તરલ ભટ્ટ અને વાય.બી જાડેજા આના ઉત્તમ ઉદાહરણ છે. સામાજિક એવા દારૂના દૂષણને કાયમી કરવામાં પોલીસે મોટી ભૂમિકા ભજવી છે. દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ કે પીએસઆઈ કથિત રીતે પોતાના વિસ્તારના બૂટલેગરો પાસેથી ભરણના નામે હપ્તા ઉઘરાવતા હોય છે. સ્વભાવિક છે કે, પોતાના વિસ્તારમાં દારૂ મળતો હોય તો પોલીસને તેની જાણ થયાં વગર રહતી નહીં. પરંતુ હપ્તાખોરી અને વહીવટદારીએ પોલીસની ભૂમિકા બદલી નાંખી છે.

પોલીસ બેડામાં પ્રર્વર્તિ રહેલા ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ પાછલા દિવસોમાં (Indranil Rajguru) પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે સંપૂર્ણ ભ્રષ્ટાચારમાં પોલીસ ગળાડૂબ છે. સામાન્ય લોકોની ફરિયાદ પોલીસ લેતી નથી. તેમણે કહ્યું કે માત્ર પોલીસ વિભાગમાં જ નહીં પરંતુ તમામ સરકારી વિભાગોમાં મોટાપાયે ઉઘરાણા થઈ રહ્યા છે. તેમણે રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, આ સરકારની સ્ટાઇલ એવી છે કોઈ પણ કિસ્સો બને એટલે નાના-મોટા પગલાં લઈને લોકોનું ધ્યાન બીજી તરફ દોરી દેવું. પછી એ લોકોને છાવરી પાછા અન્ય પોસ્ટિંગ આપી દેવી. આવા ઘણા અધિકારીઓ છે જેમને આમ દંડાત્મક રીતે બદલી કરીને ફરી પાછા એ જ સ્થળે લઈ આવે. આ સાથે તેમણે રાજ્યની બીજેપી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે, ભ્રષ્ટ અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે. સરકારી કચેરીઓમાં મોટા ઉઘરાણા થઈ રહ્યા છે છતાં સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી.

વિસનગરના બૂટલેગર અશોક-વિક્રમ બન્યા ડબ્બા ટ્રેડિંગના કિંગ; પીન્ટુ ભાવસારને પણ છોડ્યો પાછળ

આરોપ-પ્રત્યારોપ થઇ રહ્યા છે પરંતુ ભ્રષ્ટાચારને ડામવા માટે કોઈ જ નક્કર પગલા ભરવામાં આવી રહ્યા નથી. વિપક્ષ પણ માત્ર આક્ષેપ કરીને મૌન થઇ જઇ રહ્યુ છે. તો બીજી તરફ નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવાના અને વિકાસના મોટા-મોટા વાયદાઓ કરે છે પરંતુ બીજી તરફ સમાજમાં અપરાધ, ક્રાઈમ અને છેતરપિંડીનો વ્યાપ વધી રહ્યો છે. ગ્રાઉન્ડ લેવલે સરકારી પ્રતિનિધિઓની ગેરહાજરીના કારણે પોલીસ ગુનેગારોને છટક બારી આપીને તેમના સામે યોગ્ય રીતે પગલા ભરી રહી નથી. વર્તમાન સરકારના સત્તાધારીઓ પોતાની સત્તાનો ઉપયોગ કરીને બૂટલેગરો સહિતના અપરાધીઓને છાવરતા હોવાના તેમના પર આરોપ લાગી રહ્યા છે.

રાજ્યમાં દારૂ, ડ્રગ્સ, જુગાર, વરલી મટકો, ગાંજાના વેપાર જેવી ગતિવિધિઓ એકદમ સામાન્ય બની ગઈ છે. હવે તો વધુ એક સફેદ ક્રાઈમ માર્કેટમાં આવ્યું છે અને તેને પણ દારૂ અને જૂગારની જેમ સામાન્ય રીતે સ્વીકૃતિ આપવા માટે પોલીસ ઢિલી નીતિ જવાબદાર છે. તો બીજી તરફ સત્તામાં બેસેલા બીજેપીના નેતાઓનું મૌન ગુનેગારોમાં હિંમત ભરી રહ્યુ છે.

હાલના સમયમાં સાઇબર ક્રાઈમ વિશે પ્રતિદિવસ સમાચાર પત્રોમાં સમાચાર ચમકતા રહે છે. તેની સાથે-સાથે ડબ્બા ટ્રેડિંગનો શબ્દ વર્તમાન સમયમાં ખુબ જ સાંભળવા મળી રહ્યો છે. આ બંને ક્રાઈમ એવા છે કે તેના આરોપીઓને પકડવા ખુબ જ અઘરા છે. પરંતુ પોલીસ ધારે તો બધુ જ શક્ય છે. સાઇબર ક્રાઇમ કરનારાઓને પણ પોલીસ પકડી પાડતી હોય છે અને ડબ્બા ટ્રેડિંગના પણ અનેક અપરાધીઓને પોલીસે જેલના સળીયા ગણતા કરી દીધા છે.

પરંતુ કેટલાક કેસોમાં પોલીસની રહેમનજરના કારણે અપરાધીઓ મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. કોઈ ક્રાઇમ સમાજમાં ત્યારે જ સ્થાપિત થઇ શકે છે જ્યારે પોલીસ કાર્યવાહી કરવાની જગ્યાએ તોડપાણી કરવા લાગે… સાઇબર ક્રાઇમ તો પાછલા વર્ષોથી સમાજમાં પોતાનો પગ જમાવી લીધો છે, તેની સાથે-સાથે ડબ્બા ટ્રેડિંગના દૂષણે પણ એક મોટો કુદકો મારીને પોલીસની બધી જ ઇમાનદારી ખરીદી લીધાના દાખલા સામે આવી રહ્યા છે.

જણાવી દઇએ કે ડબ્બા ટ્રેડિંગ માટે પીએમ મોદીનો મહેસાણા જિલ્લો હોટ ફેવરિટ છે. તેમાંય વિસનર, વડનગર અને ખેરાલુ તાલુકાના ગામડાઓના ઢગલાબંધ યુવકોના લોહીમાં ડબ્બા ટ્રેડિંગે રમી ગયું છે. જેવી રીતે જૂગારી અને દારૂડિયાને દારૂ છોડવો ભારે પડે છે તેવી જ રીતે દલાલ સ્ટ્રોકમાં રહેલા યુવકો તેને છોડી શકી રહ્યા નથી. પોલીસ દ્વારા કરવામાં આવતા તોડપાણીના કારણે વિસ્તારના યુવકોમાં ડર ખત્મ થઇ ગયો છે. તેઓ ખુલ્લેઆમ અને જગજાહેર રીતે ડબ્બા ટ્રેડિંગનો ધંધો કરીને દેશની જ જનતા સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

દેશમાં એક નાગરિક બીજા નાગરિકને લૂંટી રહ્યો છે. તો બીજી તરફ પોલીસે ગુનેગારોને છૂટો દૌર આપ્યો છે અને સત્તાધારીઓ તેના વિશે કોઈ જ જવાબદારી લેવા માટે પણ તૈયાર નથી. કદાચ સત્તામાં રહેલા કેટલાક લોકોને તો ડબ્બા ટ્રેડિંગ શું તેનો પણ ખ્યાલ હશે નહીં. હર્ષ સંઘવી સાઇબર ક્રાઇમને ખત્મ કરવા માટે મોટા પગલાઓ ભરી રહ્યા છે પરંતુ તેઓ ડબ્બા ટ્રેડિંગ નામના રાક્ષસથી કદાચ અજાણ લાગી રહ્યા છે.

આજ-કાલ શું ચાલી રહ્યુ છે વિસનગરમાં? માત્રને માત્ર ડબ્બા ટ્રેડિંગ

કેમ કે ડબ્બા ટ્રેડિંગ એક એવું રાક્ષસ છે કે, જે દેશના લાખો લોકોને આર્થિક રીતે પાયમાલ બનાવી શકે છે. સાઇબર ક્રાઇમ કરનારાઓની સંખ્યા ઘણી ઓછી છે પરંતુ ડબ્બા ટ્રેડિંગ કરનારાઓની સંખ્યા પ્રતિદિવસ હજારોની સંખ્યા વધી રહી છે. જે ખુબ જ ગંભીર બાબત છે. મહેસાણાના ત્રણ તાલુકાઓ રેડઝોન સમાન છે. જેમાં પીએમ મોદીનું વતન વડનગરનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત અન્ય બે પડોશી તાલુકાઓ જેવા કે ખેરાલુ અને વિસનગર છે.

આ વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગ કરનારાઓ વિશે લોકલ સમાચાર પત્રો અને વેબસાઇટમાં સમાચારો પ્રકાશિત થતાં હોય છે પરંતુ નફ્ફટ પોલીસ અધિકારીઓ કોઈ જ પગલા ભરવા માટે તૈયાર નથી. ખુલ્લેઆમ ગુનેગારોને સમર્થન આપતા હોય તેવો સંદેશ આપી રહ્યા છે. પરંતુ તેમને પણ ખ્યાલ નથી કે શેર માર્કેટના નામે ચાલી રહેલી છેતરપિંડી એક એવા દાનવ સમાન છે, જે રાજ્યભર અને દેશભરમાં ફેલાતા વાર લાગશે નહીં.

આ વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગના કારણે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થઈ ગયો છે. ડમી સિમથી લઈને નકલી બેંક એકાઉન્ટ ખોલાવવા સુધીના કાંડ થઇ રહ્યા હોવા છતાં પોલીસ ભ્રષ્ટાચાર કરીને પોતાને આર્થિક રીતે સક્ષમ કરીને દેશના લોકો સાથે ગદ્દારી કરી રહી છે.

ગાંધીનગરમાં બેસેલા સત્તાધારીઓએ તેમાંય ખાસ કરીને હર્ષ સંઘવીએ ડબ્બા ટ્રેડિંગ કરનારાઓ સામે લાલ આંખ કરવી પડશે. કેમ કે આજે દેશના જ નાગરિકોને લૂંટનારાઓ કાલે દેશની સંવેદનશીલ માહિતી દુશ્મન દેશને વેચતા વાર લગાડશે નહીં. આ દાનવને મોટો બનાવવામાં સૌથી મોટો કોઈનો હાથ હોય તો તે મહેસાણા અને લોકલ પોલીસનો છે. કેમ કે પોલીસે પહેલાથી જ કડક કાર્યવાહી કરી હોત તો મુશ્કેલી ક્યારની ખત્મ થઇ ગઇ હોત. પરંતુ પૈસાની ચમક સામે ખાખીની ખુમારી ઉતરી ગઈ…

ગુજરાત ટાઇમ્સ24 દ્વારા આગામી દિવસોમાં વિસનગરમાં ડબ્બા ટ્રેડિંગ કરનારાઓના નામ સાથેનો રિપોર્ટ પ્રકાશિત કર્યો હોવા છતાં વિસનગરના પોલીસ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. આ નીતિના કારણે જ ગુનેગારોની હિંમત વધી રહી છે અને ડબ્બા ટ્રેડિંગ નામનું રાક્ષસ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. કેમ કે વિસનગર-વડનગર અને ખેરાલુ પોલીસે પોતાની ભૂમિકાને સદ્દતર બદલી નાંખી છે.

તેમાય વિસનગર પોલીસ તો બહેરી અને મૂંગી બની ગઇ હોય તેવુ પ્રતિત થઇ રહ્યુ છે.  અપરાધીઓનો નામજોગ રિપોર્ટ પ્રકાશિત કર્યો હવા છતાં કાર્યવાહી ન કરવી શું દર્શાવે છે? ગુજરાત ટાઇમ્સ24એ ડબ્બા ટ્રેડિંગ કરનારા બે મસમોટા માથા એવા અશોક અને વિક્રમ વિશેની સંપૂર્ણ માહિતી સાથે રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. વિક્રમ-અશોક અંગ્રેજી દારૂના વેપલાની સાથે-સાથે મહેસાણા જિલ્લામાં ડબ્બા ટ્રેડિંગના દાનવને આગની જેમ પ્રસરાવનારા સૌથી મોટા કિંગ છે.

પરંતુ દુ:ખદ વાત તે છે કે, પોલીસ તેમના સામે કોઇ જ પગલા લઈ રહી નથી. તેથી હર્ષ સંઘવીએ રાજ્ય અને દેશની જનતા માટે આગળ આવવું રહ્યુ અને વિસનગર પોલીસમાં વિક્રમ-અશોકના મિત્ર બની બેસેલાઓ ઉપર પણ કાર્યવાહી કરવી રહી. પોલીસની કામ કરવાની નીતિ જોતા એવું લાગી રહ્યુ છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલના રાજમાં રાજ્યમાં અંધેરી નગરી ચોપટ રાજા… ટકે શેર ભાજી ટકે શેર ખાજા જેવી સ્થિતિ ઉદ્દભવી રહી છે.

અંબાલાલ પટેલે કાળઝાળ ગરમીને લઈને શું કરી આગાહી? જાણો ક્યારથી શરૂ જશે સત્તાવાર રીતે ઉનાળો