રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના નવા કિમિયા ઉપર LCBએ ફેરવ્યું પાણી

અરવલ્લી: રાજ્યમાં દારૂના પ્રવેશબંધી માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા કિમિયા બુટલેગરો કરતા રહેતા હોય છે. આ વચ્ચે હવે દારૂના હેરાફેરી માટે સિમેન્ટનું અશોક લેલન મિક્સર મશીનમાં ઇંગ્લિશ દારૂ ઘુસાડવામાં આવી રહ્યું હોવાની ઘટના સામે આવી છે.

આ અંગેની માહિતી અનુસાર, રાજસ્થાનથી દારૂ ભરીને આવતું સિમેન્ટનું મિક્સર ગાડીમાં દારૂ ભર્યું હોવાનું પોલીસને બાતમી મળી હતી. સિમેન્ટના ટ્રેલરને પોલીસે ઝડપી લઈ તેમાંથી રૂ.9.76 લાખની 222 વિદેશી દારૂની પેટીઓ સાથે 19.78 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. ઝડપાયેલા એક શખ્સ સહિત છ સામે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં LCBએ ગુનો નોંધ્યો છે.

જ્યારે LCBએ તેને રોકવાની કોશિષ કરી હતી, પરંતુ ચાલક બલગરને લઈ રણાસણ થઈ હાથરોલ તરફ જતો રહ્યો હતો. ગાંભોઈ પાસે LCBએ રોકતા ચાલક રણાસણ બાજુમાં ગાડી ભગાડી હતી. પોલીસે ફિલ્મી ઢબ્બે પીછો કરતા રણાસણ રોડ પાસે હાથરોલ ગામમાં ગાડી કોડન કરતા ગાડી મૂકીને ભાગતા ડ્રાઇવરને LCBએ ઝડપી પાડ્યો હતો. LCBએ તેનો પીછો કરી બલગર સાથે ગોવિંદ પુનાજી મીણાને ઝડપી લીધો હતો. પોલીસે બલગરમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની રૂ.9.76 લાખથી 222 પેટી મળી આવી હતી.

બલગર સાથે ઝડપાયેલા ગોવિંદ સામે અરવલ્લીના મેઘરજ પોલીસ સ્ટેશનમાં અમદાવાદના બગોદર પોલીસ સ્ટેશનમાં બે અને રાજકોટ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું હતું.

હર્ષ સંઘવી સાઇબર ક્રાઇમને ડામે તે પહેલા ડબ્બા ટ્રેડિંગે ધારણ કર્યું રાક્ષસી સ્વરૂપ