કરોડપતિ પાર્ટી એટલે બીજેપી: આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેને મળેલી દાનની રકમ ખુલાસો કરી દીધો છે. પાર્ટીને 2022-23 દરમિયાન 720 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. જે દેશની ચાર મુખ્ય રાજકીય પાર્ટીઓ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, CPI-M અને નેશનલ પીપલ્સ પાર્ટીને મળેલા કુલ દાન કરતાં પાંચ ગણું વધારે છે. આ માહિતી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરએ તેના રિપોર્ટમાં જાહેર કરી હતી.
બસપાને 20,000 રૂપિયાથી વધુનું કોઈ દાન ન મળ્યું!
દેશની છઠ્ઠી રાષ્ટ્રીય પાર્ટી બહુજન સમાજ પાર્ટી (બસપા) ને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 20,000 રૂપિયાથી વધુનું કોઈ દાન મળ્યું નથી. પાર્ટી છેલ્લા 17 વર્ષથી સતત તેને મળી રહેલા દાનનો ખુલાસો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રજિસ્ટર્ડ રાજકીય પક્ષોએ 20,000 રૂપિયાથી વધુના દાન તરીકે મળેલી કોઈપણ રકમ જાહેર કરવી પડે છે.
Analysis of Donations Received above Rs 20,000 by National Political Parties – FY 2022-23#ADRReport: https://t.co/C5H87emT07 #PoliticalDonation #ElectoralBonds #ElectoralBondScheme pic.twitter.com/4r6e2iz1bv
— ADR India & MyNeta (@adrspeaks) February 14, 2024
ચાર પક્ષોના કુલ દાન કરતાં પાંચ ગણું વધારે દાન એકલા ભાજપને
એડીઆરના રિપોર્ટ અનુસાર, ભાજપને 7,945 લોકોએ દાન આપ્યું છે. જેમણે ભાજપને 719.08 કરોડ રૂપિયા દાન કર્યા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને 894 લોકોએ ડોનેશનમાં 79.92 કરોડ રૂપિયા આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) અને સીપીઆઈ (એમ) ને આ સમાન સમયગાળા દરમિયાન મળેલા કુલ દાન કરતાં ભાજપને મળેલું દાન પાંચ ગણું વધુ છે. ઉત્તર-પૂર્વમાં એનપીપી એકમાત્ર રાજકીય પક્ષ છે જેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો છે.
કયા રાજ્યમાંથી કેટલું દાન મળ્યું?
એડીઆરએ એ પણ જાહેર કર્યું કે રાષ્ટ્રીય પક્ષોને દિલ્હીમાંથી કુલ રૂ. 276.202 કરોડનું દાન મળ્યું હતું, ત્યારબાદ ગુજરાતમાંથી રૂ. 160.509 કરોડ અને મહારાષ્ટ્રમાંથી રૂ. 96.273 કરોડ મળ્યા હતા. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાષ્ટ્રીય પક્ષોના કુલ દાનમાં રૂ. 91.701 કરોડનો વધારો થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2021-22 કરતાં 12.09 ટકા વધુ છે.
ભાજપને મળતાં દાનમાં વધારો
રિપોર્ટ અનુસાર, ભાજપને 2021-22 દરમિયાન 614.626 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જે 2022-23માં વધીને 719.858 કરોડ રૂપિયા થઈ ગયું, જે ગત નાણાકીય વર્ષમાં મળેલા દાન કરતાં 17.12 ટકા વધુ છે. જો કે, નાણાકીય વર્ષ 2019-20ની તુલનામાં નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન પાર્ટીઓને મળેલા દાનમાં 41.49 ટકાનો ઘટાડો થયો હતો.
કોંગ્રેસના દાનમાં ધરખમ ઘટાડો
જ્યારે કોંગ્રેસ પાર્ટીને નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 95.459 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જે 2022-23 દરમિયાન ઘટીને 79.9 કરોડ રૂપિયા થઈ ગયું છે. ગત નાણાકીય વર્ષની સરખામણીમાં, CPI(M)ને મળેલા દાનમાં 39.56 ટકા (રૂ. 3.978 કરોડ)નો ઘટાડો જોવા મળ્યો છે અને AAP માટેના દાનમાં 2.99 ટકા એટલે કે રૂ. 1.143 કરોડનો ઘટાડો જોવા મળ્યો છે.
રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના નવા કિમિયા ઉપર LCBએ ફેરવ્યું પાણી