ગાંધીનગરના PSY ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગના દરોડા; 100 અધિકારીઓનો ધમધમાટ

ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સના દરોડા પાડવામાં આવ્યાં છે, ગાંધીનગરના Psy ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બંકીમ જોશી અને નિલય દેસાઈ, વિક્રાંતપુરોહિત સહિતના ભાગીદારોને દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.

ગાંધીનગર સેક્ટર 8 અને સેક્ટર 21 સહિતના વિસ્તારોમાં ઇન્કમટેક્સ ટુકડીઓ ત્રાટકી છે. ગાંધીનગરમાં જ એક સાથે 27 જગ્યા ઉપર તપાસ ચાલી રહી છે. એવું જાણવા મળ્યું છે કે, આ કાર્યવાહીમાં ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે.ટ

આજે ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે ફરીથી થશે વાતચીત; પંજાબમાં રેલ રોકો આંદોલન