ગુજરાતી પરિવારને નડ્યો રાજસ્થાનમાં અકસ્માત, એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

બિકાનેર: રાજસ્થાનના બિકાનેર નજીક ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતી પરિવારના પાંચેય સભ્યોના મોત નિપજ્યાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રક અને ટાવેરા કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં ભયાનક અકસ્માતની ઘટના બની છે. હાલ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી રહી છે.

ગઈકલે ગુજરાતમાં અકસ્માતની બે ઘટનામાં છ લોકોના મોત થયા હતા

ગઈકાલે ગુજરાતમાં બે અકસ્માતની ઘટના બની હતી, જેમાં બહુચારાજીના અંબાલા ગામમાંથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખાતે ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો ત્યારે મોડી રાત્રે હારીજ-ચાણસ્મા હાઈવે પર દાંતરવાડે ગામ નજીક અજાણ્યા વાહને સંધને અડફેટે લેતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

બીજી ઘટનામાં પાટણના ચાણસ્માના ઘરમોડા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા બાઈક ચાલક અને કારમાં સવાર બે વ્યક્તિ સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા.

આ પણ વાંચો- સરકારી નોકરીની તૈયારી કરનારાઓ માટે મોટા સમાચાર; ગૌણ સેવા પસંદગીએ કરી જાહેરાત