ભારત જોડો ન્યાય યાત્રા : સાસારામથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂ થઇ છે. જેમાં રાહુલ ગાંધી સાથે તેજસ્વી યાદવ પણ જોડાયા છે. જેની તસવીરો તેજસ્વી યાદવે પોતાના ટ્વીટર (હાલ X) પર શેર કરી છે.
ભારત જોડો ન્યાય યાત્રામાં બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ જોડાયા હતા. તેમણે શુક્રવારે સાસારામમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને જોઈન કર્યા હતા. આ દરમિયાન બંને વચ્ચેની મિત્રતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. સૌથી રસપ્રદ નજારો એ હતો કે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ એક જ ગાડીમાં બેઠા હતા. જેમાં તેજસ્વી યાદવ ડ્રાઈવ કરી રહ્યા હતા અને રાહુલ ગાંધી બાજુની સીટ પર બેઠા હતા.
બંને નેતાઓની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેની ભારે પ્રશંસા થઇ રહી છે. જોકે અમુક યુઝર્સ તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે. પરંતુ રાજકીય જગતમાં આ આ તસવીર ચર્ચાનો વિષય બની ચૂકી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી આજે કૈમૂરના દુર્ગાવતીના ધનેછામાં એક સભાને સંબોધશે. બંને નેતાઓ એકસાથે મોદી સરકાર સામે હુંકાર ભરશે અને નીતીશ કુમાર સામે પણ નિશાન તાકે તેવી શક્યતા છે.
ચૂંટણી પહેલા રાજકારણ!!! કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રીઝ