ચૂંટણી પહેલા રાજકારણ!!! કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રીઝ

નવી દિલ્હી: કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે મોટો આરોપ મૂક્યો હતો. પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. અજય માકને એક પત્રકાર પરિષદને સંબોધતા આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.

અજય માકને કહ્યું કે આપણા દેશમાં તાળાબંધી કરી દેવામાં આવી છે. લોકશાહીને પણ કબજે કરી લેવામાં આવી છે. હવે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપના નેતૃત્વ હેઠળની મોદી સરકાર આવું પગલું ભરીને શું સાબિત કરવા માગે છે? દેશની મુખ્ય પાર્ટીના એકાઉન્ટ્સ ફ્રીઝ કરાયા છે. આવકવેરા વિભાગે 210 કરોડ રૂપિયાની રિકવરીની માગ કરી છે.

લોકતંત્રની હત્યા થઇ રહી છે…

કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું કે 2018ના આવકવેરા રિટર્નને આધાર બનાવી કરોડો રૂપિયાની માગણી કરવામાં આવી રહી છે. આ ખૂબ જ શરમજનક વાત છે. લોકતંત્રની હત્યા થઇ રહી છે. લોકસભા ચૂંટણી પહેલાં અમારા એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટી મેમ્બરશીપ ડ્રાઈવના માધ્યમથી યુથ કોંગ્રેસ દ્વારા પૈસા એકત્રિત કરે છે અને તે પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો-ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના વિરૂદ્ધમાં ગુજરાત હાઈકોર્ટમાં PIL