બૂટલેગર અશોક-વિક્રમની ડબ્બા ટ્રેડિંગના ધંધામાં એન્ટ્રીના કારણે સેધાજી એન્ડ કંપનીને થઇ રહ્યુ છે નુકશાન

મહેસાણા: વિસનગરના કુખ્યાત બૂટલેગર અશોક-વિક્રમે ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદેસર ધંધામાં હાથ નાંખ્યો ત્યારથી જૂના જોગી એવા પ્રકાશ ઉર્ફે સેધાજી એન્ડ કંપનીને મસમોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.  પરંતુ ચોંકાવનારી બાબત તો તે છે કે, આ બધી જ ગેંગોના સભ્યો પોતાનું કદ વધારવા માટે રાજકીય નેતાઓ અને પોત-પોતાના સમાજના આગેવાનોનો ઉપયોગ કરીને પોતાના કાળા કામને છૂપાવી રહ્યા છે. તો પોલીસે તો પોતાની ભૂમિકા જ બદલી નાંખીને ગુનેગારોને છાવરવાની કામગીરી શરૂ કરી હોય તેવું દેખાઇ રહ્યુ છે.

મહેસાણા જિલ્લાના વિસનગર-વડનગર અને ખેરાલુમાં ડબ્બા ટ્રેડિંગ થકી મોટા પ્રમાણમાં દેશની જનતાને લૂંટવાના કાળા કામ થઈ રહ્યા છે પરંતુ કોઈ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી. તો બીજી તરફ ગુનેગારો સત્તાધારી નેતાઓના ખોળામાં જ જઈને બેસી રહ્યા છે. અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ સાથે ફોટા પડાવીને ગુનેગારો પોતાની ધાક જમાવવાની કોશિશ કરી રહ્યા છે. કદાચ અલ્પેશ ઠાકોરને પણ ખ્યાલ હશે નહીં કે તેમના સાથે ફોટો પડાવનારા કેવા કાળા કામ કરી રહ્યા છે.

એક વખત તો અલ્પેશ ઠાકોરને આ અંગે પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો કે, શું તમને ખ્યાલ છે કે તમે જે સેધાજી સાથે ફોટો પડાવ્યો છે તે ડબ્બા ટ્રેડિંગના ગુનામાં સંડોવાયેલો છે? તો તેમને નિખાલસ ભાવે અને સ્પષ્ટ રીતે જણાવ્યું હતુ કે, “અમે દિવસભર અનેક કાર્યક્રમોમાં જતાં હોઇએ છીએ અને ત્યાં ઘણા બધા લોકો સાથે ફોટા પડાવતા હોઇએ છીએ. તેથી અમે મોટા ભાગના લોકોને તો જાણતા જ હોતા નથી.” સ્વભાવિક છે કે, રાજકીય નેતાઓ સાથે ફોટા પડાવીને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પોતાનું કામ કઢાવી લેતા હોય છે અને તેના અનેક દાખલાઓ પણ આપણી સામે છે. તેથી અલ્પેશ ઠાકોર પોતાની જગ્યાએ સાચા છે.

હાલમાં 2024 લોકસભાની ચૂંટણી હોવાથી રાજકીય નેતાઓ ગ્રાઉન્ડ ઉપર ચૂંટણીની તૈયારી કરવા માટે ઉતરી પડ્યા છે. આનો ફાયદો ડબ્બા ટ્રેડિંગના ગુનેગારો પણ લઈ રહ્યા છે. તેઓ તેમના મેળાવડામાં સામેલ થઇને તેમના સાથે જોડાયેલા હોવાનો ઢોંગ કરીને પોતાની ધાક ઉભી કરવાની કોશિશ કરી રહ્યા છે. ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદેસર ધંધામાં જોડાયેલા ગુનેગારો પોતાને સુરક્ષિત રાખવા માટે સમાજના આગેવાનોને છાવરે છે. તો બીજી તરફ રાજકીય લાભ લઇને  સમાજમાં પોતાનો કદ વધારવાની કોશિશ પણ કરે છે.

ખેર, હવે આપણે આપણા મુખ્ય મુદ્દા ઉપર પરત ફરીએ, જેમાં વર્તમાન સમયમાં પોલીસ દર્શક બનીને મૌન બની ગઈ છે. તે માત્ર મલાઇ ખાવામાં જ રસ ધરાવે છે, તેથી વિસનગર-વડનગર અને ખેરાલુમાં ડબ્બા ટ્રેડિંગનું ચલણ વધ્યું છે. તેમાંય અશોક-વિક્રમ જેવા બૂટલેગરોને દેશની જનતાને લૂંટવાનો ખુલ્લો દૌર મળ્યો છે. તો ડબ્બા ટ્રેડિંગ કરતા અન્ય લોકોને પણ તેઓ નડવા લાગ્યા છે. જેમ કે સેધાજી એન્ડ કંપનીના લોકોને અશોક અને વિક્રમના કારણે નુકશાન થઇ રહ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. નુકશાન કેવી રીતે થઇ રહ્યુ છે તે અંગેનો ખુલાસો આગામી રિપોર્ટમાં કરીશું. પરંતુ તે પહેલા જણાવી દઇએ કે, અશોક-વિક્રમે દેશની જનતાને લૂંટવા માટે મસમોટી ટીમો બેસાડી રાખી છે. જેમાં એક ટીમનું સંચાલન આરસી ઉર્ફે રાકેશ કરે છે. તેની ટીમમાં 40 સભ્યો જોડાયેલા છે. આ આખી ટીમ કુવાસણા ગામના એક ખેતરમાં બેસતી હોવાની માહિતી વિશ્વસનિય સુત્ર પાસેથી મળી રહી છે. રાકેશની જન્મકૂંડળી અંગે પણ આગામી રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવશે.

તો બીજી તરફ જણાવી દઇએ કે, સેધાજીની ટીમ પણ ખુબ જ મોટી છે અને તેમના સાથે મોટા માથા જોડાયેલા છે. સેધાજી સાથે અનિલ ઠાકોર-ગોપાલ પાટડિયા-વિક્કી ઉર્ફે વિક્રમ ઠાકોર સહિતના કેટલાક અન્ય લોકો જોડાયેલા છે. આ તમામ લોકો રાજકીય પીઠબળ ધરાવે છે. હાલમાં સેધાજી પોતાના ઉપર ચાલી રહેલા એક કેસને લઈને હાઇકોર્ટના ચક્કર કાપી રહ્યો છે અને તેમાથી ક્લિન ચીટ મેળવવાની કોશિશ કરી રહ્યો છે.

સેધાજી એન્ડ કંપનીના લોકો ડમી સીમ કાર્ડ થકી ડમી બેંક એકાઉન્ટ નંબર ખોલાવી રહ્યા છે. આ કામમાં વડનગરના કેટલાક અન્ય લોકો જોડાયેલા છે અને કેટલીક બેંકોના કર્મચારીઓ પણ જોડાયેલા છે. કેવી રીતે બેંક એકાઉન્ટ ખોલવામાં આવે છે અને તેમાં આવેલા પૈસા કેવી રીતે ઉપાડવામાં આવે છે તે અંગેનો ખુલાસો પણ આગામી રિપોર્ટમાં કરવામાં આવશે. તે ઉપરાંત સેધાજી સાથે જોડાયેલા અન્ય લોકો અંગે પણ વિગતવાર ખુલાસો ધીમે-ધીમે આગામી રિપોર્ટમાં કરવામાં આવશે.

પોલીસ શું કરી રહી છે?

વિસનગર-વડનગર અને ખેરાલુની પોલીસ મલાઇ ખાઇ રહી છે. આમાં મોટા અધિકારીઓને પણ ગણી લઇશું તો પણ ખોટું ગણાશે નહીં. કેમ કે ગુજરાત ટાઇમ્સ24 દ્વારા પોતાના રિપોર્ટમાં ડબ્બા ટ્રેડિંગ સાથે જોડાયેલા લોકોના નામ સાથે અનેક ખુલાસાઓ કર્યા છતાંપોલીસે  તેમના સુધી પહોંચીને તપાસ આદરવાની જરાપણ તસદી લીધી નથી. એવું પણ નથી કે, અમારા રિપોર્ટ મહેસાણાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળી રહ્યા નથી.

જણાવી દઇએ કે, અમે અમારા રિપોર્ટ ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચાડી રહ્યા છીએ. ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા થકી અમે અમારા તમામ રિપોર્ટ સત્તાધારી નેતાઓ અને ગુનાખોરીને ડામનાર જવાબદાર સત્તાધારીઓ અને અધિકારીઓ સુધી પહોંચાડી રહ્યા છીએ પરંતુ અંધેર નગરીમાં ગંડૂ રાજા જેવી સ્થિતિ દેખાઇ રહી છે.

ઉલ્લેખનિય છે કે, અમે અમારા એક રિપોર્ટમાં ખેરાલુ પોલીસે 11 લાખ રૂપિયાનું તોડપાણી કર્યાનો ખુલાસો પણ કર્યો હોવા છતાં મહેસાણાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઇ જ પગલા કે એક્શન લેવામાં આવી નથી. તેથી લોકશાહીની હત્યા કરવાનું મહેસાણા જિલ્લાની પોલીસે મન બનાવી જ લીધું હોય તેવું જણાઇ રહ્યુ છે. “અપના કામ બનતા ભાડ મેં જાય જનતા” સુત્ર સાથે મહેસાણા જિલ્લા અને તેના ત્રણ તાલુકાની પોલીસ કામ કરી રહી છે. તોડપાણી કરો અને હળીમળીને ખાઇ લો… દેશની જનતાને લૂંટતા ડબ્બા ટ્રેડિંગ કરતાં ગુનેગારો પાસેથી લાખો રૂપિયા લઈને તેમને છોડી મૂકનારી પોલીસ પાસે શું અપેક્ષા રાખી શકાય ?

ગુજરાત ટાઇમ્સ24નું સત્યતા બહાર લાવવાનું કામ છે, પરંતુ તપાસ કરીને ગુનેગારોને જેલના સળીયા પાછળ ધકેલવાનું કામ પોલીસ કરી રહી નથી. પોલીસ જ ગુનેગારોના ગુનાહિત પ્રવૃતિમાં લિપ્ત થઇ ગઇ હોવાથી કોણ તપાસ કરશે? ગૃહખાતું સંભાળતા યુવા ગૃહરાજ્યમંત્રીને પોતાની પોલીસ ઉપર થોડૂં ધ્યાન આપવું પડશે. કેમ કે હર્ષ સંઘવીના તાંબા હેઠળ રહેલી પોલીસ આજકાલ ખુબ જ મોટા કાંડ કરીને બદનામી વ્હોરી રહી છે. પ્રતિદિવસ તોડકાંડ-સેક્સકાંડ-સોપારીકાંડ સહિતના પોલીસની નકારાત્મક કામગીરીના સમાચાર વાંચવા મળી રહ્યા છે.

આમ રાજ્યમાં પોલીસની ભૂમિકા સંપૂર્ણ રીતે બદલાઇ ગઈ છે. તે હવે માત્ર રાજકીય નેતાઓની સુરક્ષા અને પોતાની તિજોરી ભરવા માટે જ કામ કરી રહી છે. તો બીજી તરફ સત્તાધારી નેતાઓ પણ પોતાની સત્તા કેવી રીતે બનાવી રાખવી તેની જ ચિંતામાં જોવા મળી રહ્યા છે, તેથી જનતા વિસરાઇ ગઇ છે.

દેશમાં રામ મંદિર બની ગયું છે અને તેથી દેશની જનતાને પણ હવે રામ ભરોશે જ છોડી દેવાનો સરકારે નિર્ણય કર્યો હોય તેવું દેખાઇ રહ્યું છે કેમ કે તેઓ પોતે જ 2024માં રામ ભરોસે બેસ્યા છે. તેથી પોલીસના કેટલાક કર્મચારીઓ પણ જાણી ગયા છે કે આપણા અધિકારીઓ કે સત્તાધારીઓ જ પોત-પોતાનું સ્વાર્થ સાધવામાં વ્યસ્ત છે તો આપણા ઉપર કોઈ જ પગલા ભરવામાં આવશે નહીં.  તેથી આપણે તોડપાણી કરો અને મોજ કરો…

સેધાજી એન્ડ કંપનીને મળ્યો ખુલ્લો દૌર

સેધાજી એન્ડ કંપનીમાં અનિલ ઠાકોર, ગોપાલ પાટડિયા, ગોપાલ બારોટ, વિક્કી ઉર્ફે વિક્રમ ઠાકોર સહિતના અનેક નાના-મોટા નામો સંકળાયેલા છે. આ તમામ લોકો ડબ્બા ટ્રેડિંગ થકી ગેરકાયદેસર રીતે પૈસાની કમાણી કરીને કરોડો રૂપિયાના આસામી બની બેસ્યા છે. તો બીજી તરફ સેધાજી એન્ડ પાર્ટીને રાજકીય રીતે મજબૂત પીઠબળ મળી રહેતો હોવાના કારણે તેમને થોડો એવો પણ ડર રહ્યો નથી. પાછલા 30 વર્ષથી ગુજરાતની જનતાએ જે પાર્ટીને જીતાડી છે, તે પાર્ટીના જ નેતાઓ પડદા પાછળથી સેધાજી એન્ડ પાર્ટી સાથે જોડાયેલા ગુનેગારોને મદદ કરતાં હોવાની વિશ્વસનિય સુત્ર પાસેથી માહિતી મળી રહી છે.

હાલમાં બીજેપી ઉપર લોકશાહીની હત્યા કરવાના પણ આરોપ લાગી રહ્યા છે તેવામા ગુજરાતની જનતાને લૂંટતા ગુનેગારોને બીજેપીના નેતાઓ છાવરી રહ્યા હોય તો તેને ખુબ જ ગંભીર બાબત ગણી શકાય તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. ઉલ્લેખનિય છે કે, હાલમાં સોશિયલ મીડિયા ઉપર ધ્રુવ રાઠીનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, તેમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક કામોનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, દેશમાં લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. આ વીડિયોની લિંક નીચે આપેલી છે તમે વીડિયો પણ દેખી શકો છો…

તેવામાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, બૂટલેગર અશોક-વિક્રમ સહિત સેધાજી એન્ડ પાર્ટીને કોણ છાવરી રહ્યુ છે? સેધાજીના હાથ સેબી સુધી કેવી રીતે પહોંચી ગયા? શું સેબીના હાથ સેધાજીની ગરદન સુધી પહોંચી શકશે? પોલીસ કેમ તેમના ઉપર એક્શન લઈ રહી નથી? શું ખાખી સામે પોલીસના હાથ બંધાઇ ગયા છે કે પૈસા સામે? ડબ્બા ટ્રેડિંગ કરતાં ગુનેગારો ઉપર પોલીસ દ્વારા એક્શન ન લેવામાં આવતી હોવાના કારણે અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે.

આ તમામ પ્રશ્ન એવા છે કે, તેના જવાબ મળે કે ના મળે પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે નેતાઓ અને પોલીસની કામગીરીથી લોકશાહીને નબળી પાડવામાં આવી રહી છે. કેમ કે વર્તમાન સમયમાં કોઇ જવાબદારી લેવાવાળું જ દેખાઇ રહ્યુ નથી… સત્તાધારીઓ અને અમલદારશાહો કરોડો રૂપિયાની ગાડીઓમાં ફરીને પોતાનો પાવર અને સત્તા ટકાવવા માટે મથામણ કરી રહ્યા છે તો બીજી તરફ પોલીસ બેડાના કર્મચારીઓ મલાઇ ખાવામાં વ્યસ્ત છે.

હવે જનતાએ પોતાની રીતે જ વિક્રમ-અશોક અને સેધાજી એન્ડ કંપની જેવા ડિજિટલ લૂંટારૂઓથી સાવધાન રહેવું પડશે. કેમ કે તેમને ખુલ્લો દૌર મળેલો છે તો બીજી તરફ તંત્ર ખાડે ગયુ છે. આગામી રિપોર્ટમાં અમે સેધાજી એન્ડ પાર્ટી સહિત બૂટલેગર વિક્રમ-અશોક અને તેના હેન્ડલરો અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસા કરીશું.  તે ઉપરાંત સુદાસણાનો ડબ્બા ટ્રેડિંગ (પ્રજાપતિ) સાથે જોડાયેલા વધુ એક ગુનેગાર અંગે પણ ખુલાસો કરીશું.. તો વાંચતા રહો ગુજરાત ટાઇમ્સ24…