સત્તા મેળવવાથી લઈને સત્તામાં બની રહેવા માટે બીજેપીએ તોડવાની રાજનીતિનો ઉપયોગ કર્યો છે. દરેક બાબતે બીજેપીએ તોડવાની રાજનીતિ કરીને પોતાની રાજનીતિને ચમકાવી છે. પાછલા દસ વર્ષથી રાજ કરી રહેલી બીજેપી પોતાની સત્તાને યથાવત રાખવા માટે ચૂંટણી નજીક આવતા જ તોડવાની રાજનીતિની શરૂઆત કરી દીધી છે.
ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓને ટપોટપ રીતે તોડી પાડવામાં આવી રહ્યા છે. કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને નવસારીના કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલે રાજીનામું આપી દીધું હતું. મંગળવારે અંબરીશ ડેર, અર્જુન મોઢવાડિયા અને મૂળુ કંડોરીયા કમલમ ખાતે વિધિવત્ રીતે ભાજપમાં જોડાયા હતા. ત્રણેય નેતાઓએ ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો છે.
ભાજપ ગુજરાતમાં ઓપરેશન લોટ્સ અંતર્ગત કોંગ્રેસ અને આપના નેતાઓને ભાજપમાં સામેલ કરી રહ્યું છે. ગત સોમવારે એક જ દિવસમાં કોંગ્રેસના કેટલાક દિગ્ગજોએ પક્ષમાંથી રાજીનામાં આપી દીધા હતા અને મંગળવારે ભાજપના ખેસ ધારણ કર્યા હતા. ત્યારે આજે (બુધવાર) સૌરાષ્ટ્રના કદાવર નેતા અને માણાવદરના ધારાસસભ્ય અરવિંદ લાડાણીએ કોંગ્રેસ પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સુપરત કર્યું હતું. રાહુલ ગાંધીની યાત્રા પહેલા જ કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે.
ગુજરાત બીજેપીના નેતાઓ કેન્દ્રની નજર હેઠળ જ હારના અજાણ્યા ડરના કારણે તોડવાની રાજનીતિમાં જોતરાઇ ગયા છે. સ્વભાવિક છે કે, બીજેપી વર્ષોથી હિન્દૂ-મુસ્લિમની રાજનીતિ કરીને પોતાની સત્તા ચમકાવી રાખી છે. હિન્દુઓના મનમાં ડરને કાયમ કરી દેવામાં આવ્યો છે કે, બીજેપી હશે તો જ તમે સુરક્ષિત રહેશો. તો બીજી તરફ બીજેપીના નેતાઓ મુસ્લિમ વિરોધી નિવેદનો આપીને તોડવાની રાજનીતિમાં રચ્યા પચ્યા રહેતા હોય છે. બીજેપી ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો ઉપયોગ ખુબ જ સારી રીતે કરી રહી છે.
તો બીજી તરફ બેરોજગારી, મોંઘવારી સહિતના દેશના ખરા મુદ્દાઓને ઉઠાવવા ઉપરાંત નફરતની દુકાનને બંધ કરવાની વાત કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ અનેક વખત કહી ચૂક્યા છે કે, બીજેપી અને તેના પાંખ ગણાતા એવા આરએસએસ જેવા હિન્દૂ સંગઠનો સમાજને તોડવાની કોશિશ કરી રહ્યા છે.
હિન્દુ-મુસ્લિમ અને નફરતની રાજનીતિ કરીને બીજેપી દેશની ખરી સમસ્યાઓને ઢાંકી રહી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા થકી યુવાઓમાં મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવીને પોતાની વોટબેંક મજબૂત કરવાનું કામ કરવામાં આવી રહ્યુ છે. કોંગ્રેસ સહિત દેશભરની અન્ય પાર્ટીઓના નેતાઓને તોડવાનું કામ કરવામાં આવી રહ્યુ છે.
દેશમાં બેરોજગારી જેવો મોટો રાક્ષસ મોટુ રૂપ ધારણ કરી રહ્યુ હોવા છતાં તેના વિશે ન તો ચર્ચા થાય છે ન તેના વિશે કોઈ વાત કરવામાં આવી રહી છે. લોકોને ભૂખ્યા રહેવાનો અને આત્મહત્યા કરવાના દિવસો આવી ગયા હોવા છતાં બેરોજગારી વિશે બીજેપીના નેતાઓ એક શબ્દ બોલવા માટે તૈયાર નથી. તો બીજી તરફ મોંઘવારી નામનું દેત્ય પણ પોતાનું બળ બતાવી રહ્યો છે. તે છતાં તેના વિશે પણ સત્તાધારી નેતાઓ એક શબ્દ બોલવા માટે તૈયાર નથી.
સત્તાધારી નેતાઓ માત્રને માત્ર ખરી સમસ્યાઓ પરથી ધ્યાન ભટકાવવાની અને હિન્દુ સમાજનું તૃષ્ટિકરણ કરવાનું કામ કરી રહ્યો છે. હિન્દુ સમાજને સાંધીને સત્તામાં બેસી રહેવાના પ્લાન ઉપર જ કામ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ દેશના કરોડો હિન્દુઓ બેરોજગારી-મોંઘવારી જેવા રાવણ સમા દાનવનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ તે રાવણને ડામવાની જગ્યાએ હિન્દુ સમાજને ભગવાન રામની મૂર્તિ બતાવી દેવામાં આવી રહી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશને જોડવાની નીતિ પર કામ કરવાનું શરૂ કર્યું છે. પરંતુ બીજેપીની તોડવાની રાજનીતિ સામે અત્યાર સુધીમાં જોડવાની રાજનીતિનો પ્રભાવ વધારે રહ્યો નથી. તેથી જ તો દેશમાં નફરતનું પ્રમાણ વધ્યું છે અને નફરતના કારણે અનેક ગેરબંધારણીય ઘટનાઓ ઘટતી જોવા મળી છે. આ સાથે જ બેરોજગારી અને મોંઘવારીનો સામનો કરવાનો દેશવાસીઓને વારો આવ્યો છે. કેમ કે, નફરત ફેલાવીને જ સત્તા મળી જતી હોય તો પછી બીજા કામ જ શું કામ કરવા પડે? આમ બીજેપી પાસે નફરત એક એવું હથિયાર છે, જેના થકી તે દેશના લોકોના મગજને હેક કરીને પોતાની સત્તાની ભૂખને સંતોષી લે છે.
આગામી 2024ની લોકસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસને તોડવા સહિત દેશભરના લોકોના દિલોમાં એકબીજા પ્રત્યે નફરત ભરીને તેમને પણ તોડવાની રાજનીતિ બીજેપી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઢગલાબંધ હેન્ડલો દ્વારા મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ વિશે પણ અનેક રીતની ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહી છે.
હવે 2024ની ચૂંટણીમાં તે જોવાનું રહેશે કે કોંગ્રેસની જોડવાની રાજનીતિ કામ કરે છે કે પછી બીજેપીની તોડવાની રાજનીતિ નો પ્રભાવ યથાવત રહે છે?
28000 કરોડના વિવાદ મામલે કેરળ સરકારે કરી સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ; કહ્યું- ‘કેન્દ્ર ફંડ આપી રહી નથી’