ભરતસિંહ સોલંકી લોકસભાની ચૂંટણી લડશે નહીં; તર્ક-વિતર્ક શરૂ

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી માટે બેઠક કરી રહ્યાં છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. ભરતસિંહ સોલંકીએ ચૂંટણી ન લડવાની ઇચ્છા હાઇકમાન્ડને પણ જણાવી દીધી છે.

ભરતસિંહ સોલંકી નહીં લડે લોકસભા ચૂંટણી

ભરતસિંહ સોલંકીએ 2004થી 2014 સુધી આણંદ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે.ભરતસિંહ સોલંકી 1995માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ભરતસિંહ સોલંકી 2004 અને 2009માં આણંદથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીતીને સાંસદ બન્યા હતા.

કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના નામ પર ચર્ચા માટે મહત્ત્વની બેઠક મળી હતી. CECની આ બીજી બેઠકમાં ગુજરાત (14), રાજસ્થાન (13), મધ્ય પ્રદેશ (16), આસામ (14), ઉત્તરાખંડ (5)ની લગભગ 63 બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી.

કોંગ્રેસ 39 ઉમેદવારોની યાદી કરી ચુકી છે જાહેર

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી ચુકી છે. કોંગ્રેસની આ યાદીમાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કેટલાક સીનિયર નેતાઓના નામ સામેલ હતા. રાહુલ ગાંધી ફરી એક વખત કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે.

આ પણ વાંચો-ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતે CAA નોટિફિકેશનનું કર્યું સ્વાગત; કહ્યું- આ પહેલા થવું જોઇતું હતું