વિજાપુર તાલુકાના જંત્રાલમાં છે ડબ્બા ટ્રેડિંગનો કિંગ!!! અમદાવાદને બનાવ્યું છે રહેઠાણ

વિજાપુર: મહેસાણા જિલ્લો ડબ્બા ટ્રેડિંગનો હબ બની ચૂક્યું છે. પોલીસ છૂટા-છવાયા કેસ પણ કરી રહી છે. પરંતુ મોટા માથાઓ ઉપર રહેમનજર રાખવામાં આવી રહી છે. હવે આ રહેમનજર કંઇ ફ્રિમાં રાખવામાં આવતી હશે નહીં તે બધા જાણે જ છે.

મહેસાણાના વિસનગર-વડનગર તાલુકા લેવલે અને તેમના ગ્રામીણ વિસ્તારમાં ઉંધઇની જેમ ડબ્બા ટ્રેડિંગનો રાક્ષસ ફરી રહ્યો છે. આ રાક્ષસ પ્રતિદિવસ પોતાનો વિસ્તાર કરી રહ્યો છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને અમદાવાદ સુધી તેનો વિસ્તાર થયો છે. જોકે, આ તમામ વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગનો ગેરકાયદેસર ધંધો કરનારાઓ મોટા ભાગના લોકો મહેસાણા જિલ્લાના જ છે.

હવે વાત કરીએ વિજાપુરના જંત્રાલમાં રહેલા એક મસમોટા ડબ્બા કિંગ વિશે… આ ડબ્બા કિંગ પાછલા ઘણા વર્ષોથી ડબ્બા ટ્રેડિંગનો ગેરકાયદેસર ધંધો કરીને અપ્રમાણસર મિલકતનો માલિક બની ગયો છે. વર્તમાન સમયમાં પોતાની તમામ બ્લેક મનીને વાઇટ મનીમાં ફેરવવા માટે કોન્ટ્રાક્ટર બની બેસ્યો છે.

વિજાપુરના જંત્રાલનો રહેવાસી ડબ્બા કિંગે પોતાના કાળા નાણાને સફેદ કરવા માટે પોતાનું ગામ છોડીને અમદાવાદ જતો રહ્યો છે. અમદાવાદમાં જઈને તેને પોતાના મામાને સાથે લઈને રિયર એસ્ટેટમાં કોન્ટ્રાક્ટનું કામ શરૂ કર્યું છે. આ દરમિયાન તેને એક ડમ્પર (35થી 40 લાખથી) છોડાવ્યું છે. તે ઉપરાંત પોતાને ફરવા માટે એક નવી બ્લેક કલરની વર્ના ગાડી પણ છોડાવી છે.

જણાવી દઇએ કે, વર્ના અને ડમ્પર છોડાવ્યું તે પહેલા જ તેને ત્રણ ટ્રેક્ટર, સ્વીફ્ટ અને ઇકો છોડાવી હતી. તે ઉપરાંત તેને પોતાના ગામની આસપાસની સીમમાં જમીન પણ ખરીદી રાખી છે. ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદેસર ધંધામાંથી મોટા પ્રમાણમાં આવી રહેલી અપ્રમાણસર મિલકતથી તે બધાની નજરમાં આવી ગયો હોવાના કારણે તેને પોતાનું ગામ છોડી દીધું છે.

હાલમાં તે અમદાવાદમાં રહીને કન્સ્ટ્રક્શનના કામની સાથે-સાથે પોતાના ડબ્બા ટ્રેડિંગનું ગેરકાયદેસર ધંધો પણ ચલાવી રહ્યો છે. વિશ્વસનિય સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તે હાલમાં સોસાયટી બનાવવાનું કામ કરી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે, કન્સ્ટ્રક્શન લાઈનમાં પૈસા ખુબ છે પરંતુ ઇન્વેસ્ટમેન્ટ પણ મોટું જોઇએ તે પણ સત્યતા છે. અમદાવાદ જેવા શહેરમાં સોસાયટી બનાવવી કંઇ સામાન્ય વ્યક્તિનું કામ નથી. કન્સ્ટ્રક્શન લાઈનમાં આવવા માટે લાખોમાં નહીં કરોડોમાં રૂપિયા હોવા જોઈએ. તેમાંય અમદાવાદ મોંઘુદાટ હોવાથી અહીંની પ્રોપર્ટીના ભાવ આકાશને આંબી રહ્યા છે. તેવી સ્થિતિમાં જંત્રાલના ડબ્બા કિંગની અમદાવાદમાં એન્ટ્રી નાની-સૂની વાત નથી.

કન્સ્ટ્રક્શનના ઓથા હેઠળ પોતાનું ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચલાવતો જંત્રાલનો માસ્ટર માઇન્ડ એક વખત જેલની પણ હવા ખાઇ આવ્યો છે. તેથી તેને જેલમાં જવાનો ડર પણ નહોય તેવું વર્તાઇ રહ્યુ છે. આગામી લેખમાં જંત્રાલના ડબ્બા કિંગના નામ સહિતની ચોંકાવરાની માહિતી પ્રકાશિત કરીશું. તે માટે વાંચતા રહો ગુજરાત ટાઈમ્સ24….

PM મોદી ગુજરાતના પ્રવાસે; 10 નવી વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલી ઝંડી