મહેસાણા: બૂટલેગર અશોક-વિક્રમને વિસનગરમાં ખુલ્લો દૌર; પોલીસ શોભાના ગાંઠિયા સમાન!!

વિસનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃતિઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નાટકીય રીતે કથળી છે. અન્ય શહેરો, નગરો અને ગામડાઓ સિવાય અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં નોંધાયેલા કેસોની સંખ્યા જુઓ! પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, ગુજરાત હાઈકોર્ટે જામીન અને આગોતરા જામીન અરજીઓ પર નિર્ણય લેવા માટે 3 માનનીય ન્યાયાધીશોને કામ સોંપવું પડ્યું છે.

આ પરિસ્થિતિ પાછળ ક્યાંયને ક્યાંક સમાજમાં ઘુસેલા દૂષણો જવાબદાર છે. સમાજ માટે દારૂ સૌથી ખતરનાક સાબિત થઇ રહ્યુ છે. દારૂના રૂપમાં ધીમું ઝેર સમાજમાં ખુબ  જ ઝડપથી ફેલાઇ રહ્યુ છે, જે એક દિવસ સમાજને બધી જ રીતે બર્બાદ કરી નાંખવા માટે સક્ષમ છે. આ ધીમા ઝેરને સમાજમાં ફેલાવવા દેવામાં સરકારી ખાતાઓ જવાબદાર છે.

આ ધીમા ઝેરને રોકવાની સૌથી વધારે જવાબદારી પોલીસ ખાતાની છે. પરંતુ દુ:ખદ વાત તે છે કે, પોલીસ ખાતાના કારણે જ દારૂનું વેચાણ વધું થઈ રહ્યુ છે. હપ્તાખોરીની સિસ્ટમના કારણે દારૂનું ચલણ વધી ગયુ છે. આજે આપણે વિસનગરની પોલીસ અને વિસનગરમાં રહેલા દારૂના દૂષણને સમાજમાં ફેલાવનાર કુખ્યાત બૂટલેગર વિક્રમ અને અશોક અંગે વાત કરીશું.

અશોક-વિક્રમની વાત કરીએ તે પહેલા વિસનગરમાં પોલીસની હાજરી વિશે થોડી ચર્ચા કરી લઈએ..

મહેસાણા જિલ્લાનું વિસનગર એક તાલુકા લેવલનું મોટુ મથક છે. જે મહેસાણાથી પંદર એક કિલોમીટર દૂર આવેલું છે. ઉ.ગુજરાતમાં ડીવાયએસપી કચેરી છે તેમાં મહેસાણા જિલ્લામાં મહેસાણા ડીવાયએસપી કચેરી નીચે મહેસાણા સિટી એ અને બી ડિવિઝન, મહેસાણા તાલુકા, લાંઘણજ, ઊંઝા, ઉનાવા અને મહિલા પોલીસ સ્ટેશન આવે છે. જ્યારે વિસનગર ડીવાયએસપી કચેરી નીચે વિસનગર સિટી, તાલુકા, વિજાપુર અને વસઈ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. કદાચ આમાં થોડા ફેરફાર થયા હોઇ શકે છે.

પોલીસ કસ્ટડી કે સુધારણા ગૃહમાં પણ મહિલાઓ અસુરક્ષિત; પાંચ વર્ષમાં રેપના 275 કેસ

વિસનગરમાં પોલીસનું સામ્રાજ્ય ફેલાયેલું છે. કાયદા અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે ડિવાયએસપી કચેરી આપવામાં આવી છે. વર્તમાન સમયમાં દિનેશ સિંહ ચૌહાણ વિસનગરમાં ડિવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તો વિસનગર શહેરમાં ઓપી સિસોદિયા પીઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે તો વિસનગર ગ્રામીણમાં જયેશ ભરવાડ પીઆઈ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. આમ વિસનગર શહેરમાં પોલીસ બેડાની સારી એવી હાજરી જોવા મળી રહી છે.

અશોક-વિક્રમને કેમ નથી પોલીસનો ડર?

વિસનગરમાં પોલીસની બહોળા પ્રમાણમાં હાજરી હોવા છતાં બે બૂટલેગરોને કેમ ખુલ્લે દૌર મળ્યો છે તે એક મોટો યક્ષ પ્રશ્ન છે. વિસનગરમાં અશોક-વિક્રમ નામના બે બૂટલેગરોને જગજાહેર રીતે દારૂનો ધંધો કરવાની જાણે છૂટ મળી ગઈ છે. એક ફોન કોલ કરો અને દારૂ તમારા ઘરે આવી જાય તેવી સિસ્ટમ ગોઠવનાર અશોક-વિક્રમ અન્ય ગેરકાયદેસર ધંધાઓમાં ઝપલાવી રહ્યા છે.

અશોક-વિક્રમ છૂટક દારૂ વેચવાની સાથે-સાથે ગાડીઓનું કટિંગ કરાવીને વિસ્તારમાં હોલસેલમાં પણ દારૂનું વેચાણ કરાવી રહ્યા છે. બંને ભાઈઓ દારૂની આખી લાઇન ચલાવી રહ્યા છે. મહેસાણાના નાના બૂટલેગરો સુધી તેઓ પોતાનો માલ પહોંચાડી રહ્યા છે.

આ પણ વાંચો- મહેસાણા / કેસમાંથી બહાર કાઢવાનું કહી વિસનગર પોલીસે કર્યો 5 લાખનો તોડ! સામે આવ્યો આરોપી અને વચેટીયા વચ્ચેનો કથિત Audio

દારૂના ધંધાની સાથે-સાથે ડબ્બા ટ્રેડિંગનો પણ ગેરકાયદેસર ધંધામાં ઝપલાવ્યું

અશોક-વિક્રમને પોલીસનો કોઈ જ ડર નથી. અશોક-વિક્રમ માટે પોલીસની તાતી હાજરી પણ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. તેથી તેમને દારૂના ધંધાની સાથે-સાથે ડબ્બા ટ્રેડિંગનો ધંધો શરૂ કર્યો હોવાની વિશ્વસનિય સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. ગુજરાત ટાઇમ્સ24 દ્વારા પોતાના એક રિપોર્ટમાં અશોક-વિક્રમ ડબ્બા ટ્રેડિંગ માટે પોતાની ટીમ ક્યાં બેસાડે છે અને તેનું મેનેજમેન્ટ કોણ કરે છે તે અંગે ખુલાસો કર્યો હતો. જોકે, વિસનગની પોલીસ તો શોભાના ગાંઠિયા સમાન હોવાથી અશોક-વિક્રમના પેટનું પાણી પણ હલ્યું નહતું.

બૂટલેગર અશોક-વિક્રમે દારૂના ધંધાને એક ઉંચાઈ ઉપર પહોંચાડી દીધો છે. તેમના ઉપર અનેક કેસ ચાલતા હોવા છતાં તેઓ વિસનગરમાં વટથી જીવન પસાર કરી રહ્યા છે. તો પોલીસ તેમના ગેરકાયદેસર રીતે ચાલતા ધંધાઓથી આંખ આડા કાન કરી રહી છે. વિસનગર અને આસપાસના વિસ્તારોમાં દારૂનું મોટા પાયે સામાજિક દૂષણ ઘુસાડવાની સૌથી મોટી ભૂમિકા અશોક-વિક્રમ ભજવી રહ્યા છે.

દારૂના કારણે અનેક ઘર બર્બાદ થઇ ગયા છે તો વર્તમાન સમયમાં વધી રહેલા દારૂના ચલણના કારણે અનેક પરિવારો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે. છોકરાઓ પિતાની છત્રછાયા ગુમાવી રહ્યા છે તો માતા-પિતા દારૂના રવાડે ચડેલી ઔલાદથી હાથ ધોઇ રહ્યા છે. પોલીસની હપ્તાખોરીના કારણે સમાજ બર્બાદ થઈ રહ્યો છે.

તેમાય અશોક-વિક્રમ જેવા મોટા ગજાના બૂટલેગરો સમાજને બર્બાદ કરવામાં કંઇ જ બાકી રાખતા નથી. તેમને જે ગેરકાયદેસર ધંધામાં પૈસા દેખાય તે કામ કરવામાં તેઓ જરાપણ શરમ-સંકોચ રાખતા નથી. ડબ્બા ટ્રેડિંગના ધંધામાં પૈસા દેખાયા તો મોટા પાયે તે ધંધો પણ શરૂ કરી દીધો.

વિસનગરમાં બે-બે પીઆઈ, પીએસઆઈ, ડિવાયએસપીની હાજરી હોવા છતાં દારૂની રેલમછેલ અને ડબ્બા ટ્રેડિંગનો ધમધોકાર ધંધો ચાલી રહ્યો છે. અશોક-વિક્રમ દારૂની સાથે-સાથે ડબ્બા ટ્રેડિંગનો ધંધો શરૂ કર્યો હોવાની જાણકારી પોલીસને ખ્યાલ નહોય તેવું બની શકે ખરૂ?

એક તરફ રાજ્યના હર્ષ સંઘવી કહી રહ્યા છે કે, ગુજરાતમાં પ્રતિદિવસ ગુનાખોરી ઓછી થઈ રહી છે. પરંતુ તેમણે ખ્યાલ નથી કે, પોલીસ કેસ નોંધી જ રહી નથી. હપ્તાખોરીના રાજમાં કટકી લઈને બધુ દબાવી દેવામાં આવી રહ્યુ છે. દારૂનું દૂષણ તો સમાજમાં ઘર કરી ગયું છે, પરંતુ હવે ડબ્બા ટ્રડિંગ પણ મહેસાણાના ઘરે-ઘર સુધી પહોંચી રહ્યુ છે અને પોલીસ તેમાય પોતાનું સ્વાર્થ દેખી રહી છે, તે સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.

PM મોદી ગુજરાતના પ્રવાસે; 10 નવી વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલી ઝંડી