અમદાવાદ/ લગ્નનની લાલચે દૂષ્કર્મ: આરોપીએ પાંચ વખત તો કરાવ્યું ગર્ભપાત; વસ્ત્રાપુર પોલીસની કાર્યવાહી પર ઉઠ્યા પ્રશ્ન

અમદાવાદ: પોલીસની ભૂમિકા પ્રતિદિવસ બદલાઇ રહી છે. પોલીસ જનતાની રક્ષા કરવાની જગ્યાએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ખોળામાં જઈને બેસી રહી છે. તો સામાન્ય જનતાની સમસ્યાઓને સાંભળવા પણ તૈયાર નથી. જ્યાર સુધી પોલીસની ફાઇલ ઉપર મજબૂત ભાર મૂકવામાં આવે નહીં ત્યાર સુધી પોલીસ ફરિયાદીને યોગ્ય રીતે સાંભળવા માટે પણ તૈયાર નથી.

અમદાવાદમાં પણ આવો જ એક કેસ સામે આવ્યો છે. પરંતુ ફરિયાદી મહિલાને પોલીસ સાંભળવા માટે પણ તૈયાર નથી. શહેરમાં પ્રેમીએ લગ્નની લાલચ આપી અનેક વખત દૂષ્કર્મ આચર્યા પછી અન્ય મહિલા સાથે લગ્ન કરી લેતા પ્રેમિકાએ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે હરદેવસિંહ સોલંકી નામના વ્યક્તિ સામે ફરિયાદ તો દાખલ કરી છે પરંતુ હજુ સુધી આરોપી પોલીસના પક્કડમાં આવ્યો નથી.

ફરિયાદીનું જીવન બન્યું દૂષ્કળ

પીડિતાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે, શુક્રવારે એફઆઈઆર થઇ હોવા છતાં હજુ સુધી આરોપીને પોલીસ પકડી શકી નથી. આરોપીના સગાવ્હાલા મારા ઘરની આજુ-બાજુ ફરે છે. મને ધાક-ધમકીઓ આપે છે. તો બીજી તરફ પોલીસ કહે છે કે, અમે બંદોબસ્તમાંથી ફ્રિ થઇશું પછી આરોપીને પકડવા જઇશું. મહિલાએ આરોપ મૂકતા કહ્યું હતુ કે, આરોપીના સગાવ્હાલા પોલીસમાં હોવાથી તેને સપોર્ટ કરી રહ્યા છે.

પીડિતાએ જણાવ્યું હતુ કે, વર્ષ 2019થી હરદેવસિંહ સોલંકી સાથે પ્રેમસંબંધમાં હતી. તે અવારનવાર ઘરે આવતો હતો અને રોકાતો હતો. આ દરમિયાન મારી સાથે શરીરસંબંધ પણ બાંધતો હતો. મહિલાએ વધુમાં જણાવ્યું હતુ કે, ગુનો આરોપીએ કર્યો હતો અને અમારે રખડવું પડી રહ્યું છે કેમ કે, મારા દિકરાએ મને ફોન કરીને કહ્યું હતુ કે આરોપીનો ભાઈ મારા ઘરની બહાર આંટા મારે છે, મને બચાવ.. મારે દોડીને જવું પડ્યુ હતુ.

લગ્ન કરવાની લાલચ આપીને બાંધ્યા શરીર સંબંધ

ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતુ કે, વર્ષ 2023માં તેણે અન્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. તે છતાં મને લગ્ન ન થયા હોવાનું જણાવ્યું હતું. તે પછી મેં તેની સાથે બધા જ સંબંધો તોડી નાંખ્યા હતા. થોડા મહિના પછી તે અચાનક મારા ઘરે આવ્યો હતો અને રડવા લાગ્યો હતો. તેણે કહ્યુ હતુ કે તેના પરિવારે તેની મરજી વિરૂદ્ધ અન્ય સ્ત્રી સાથે તેના લગ્ન કરાવી નાંખ્યા હતા અને હવે તે પત્ની સાથે છૂટાછેડા લેવા માટે કાર્યવાહી કરી રહ્યો છે. એવું કહીને તેણે મારો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યાર પછી પણ તે અવારનવાર મારી ઘરે આવતો હતો અને શરીરસંબંધ બાંધતો હતો.

છૂટાછેડા લેવાની વાત માત્ર એક જૂઠ્ઠાણું

ફરિયાદમાં આગળ જણાવે છે કે, આ દરમિયાન હરદેવસિંહ તેની પત્ની સાથે છૂટાછેડાની કાર્યવાહી ચાલતી હોવાનું પણ જણાવ્યું હતું. તે પછી મેં તપાસ કરતાં ખબર પડી હતી કે તે તેની પત્ની સાથે હડાળા રહેતો હતો અને છૂટાછેડા લેવા માટે કોઈ જ કાર્યવાહી કરી ન રહ્યો હોવાનો ખુલાસો થયો હતો. ત્યાર પછી તે મારા ઘરે આવ્યો હતો અને મારી સાથે શરીરસંબંધ બાંધવાની કોશિશ કરી હતી. ત્યારે મેં એને ના પાડી હતી છતાં મારી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.

પાંચ વાર ગર્ભપાત કરાવ્યો

પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે અમારા પ્રેમસંબંધ દરમિયાન તેણે અનેકવાર મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેણે કારણે મને પાંચેકવાર ગર્ભ રહી ગયો હતો અને તે બાળક નથી રાખવું તેમ કહીને ગર્ભપાત કરાવી દેતો હતો. એકવાર જોડિયા બાળકોનો ગર્ભ રહી જતાં ડોક્ટરે ગર્ભપાત ગોળીથી નહીં થઈ શકે તેમ જણાવ્યુ હતુ. ત્યારે મેં એના આ બાળકો રાખવા માટે કહ્યું હતું પરંતુ તેણે બળજબરીથી ડોક્ટર પાસે જઈને ઓપરેશન થકી ગર્ભપાત કરાવ્યો હતો.

મારા દિકરાને જીવથી મારી નાંખવાની ધમકી

આ ઉપરાંત પીડિતા કહે છે કે, આ દરમિયાન હરદેવસિંહ તેણે ફોસલાવીને 60 હજાર જેટલી રકમ પણ લીધી હતી. જ્યારે મેં તેની પત્નીને ફોન કર્યો ત્યારે આરોપી હરદેવસિંહ મને ફોન કરી ગાળો આપી હતી અને મારા દીકરાને મારી નાંખવાની ધમકી આપી હતી. ઉલ્લેખનિય છે કે, આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે પરંતુ હજું સુધી આરોપી પકડથી બહાર છે. ત્યારે પોલીસ આ કેસમાં કેમ ભીનું સકેલવા માંગે છે તે એક મોટો પ્રશ્ન છે. કેમ કે પોલીસ ગોળગાયની ગતિએ કાર્યવાહી કરી રહી છે. તો બીજી તરફ આરીપીના સગાવ્હાલાઓ પીડિતાને માનસિક ત્રાસ આપી રહ્યા હોવા છતાં પોલીસ કોઈ જ કાર્યવાહી કરી રહી નથી.

વસ્ત્રાપુર પોલીસ કેમ કેસને ભીનું સંકેલવા માંગે છે?

વસ્ત્રાપુર પોલીસે તપાસ કરવાની જગ્યાએ પીડિતાને નફ્ફટ થઇને કહ્યું હતુ કે, તમારા સાથે રેપ થયો છે તો તમે તેનો સાક્ષી લઈને આવો. પોલીસ જ કાયદા બહાર જઇને પીડિતાને માનસિક ત્રાસ આપી રહી હોવાના આરોપ પીડિતા દ્વારા લગાવવામાં આવ્યા છે. આરોપીને બચાવવા માટે ક્યારેક પોલીસ પોતાના ઇનલિંગલી હાથકંડા અપનાવતી હોય છે. આ કેસમાં પણ પોલીસ કેસને ભીનું સંકેલવા માટેની પોતાની તમામ કોશિશ કરી રહી છે. તેથી મહિલા પીડિતના તમામ આરોપોને ફગાવી દેવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી નથી. પોલીસની કાર્યવાહીને જોતા અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. કેમ વસ્ત્રાપુર પોલીસ કેસને ભીનું સંકેલવાની કોશિશ કરી રહી છે? શું આરોપીના સહાવ્હાલા કે જેઓ પોલીસ બેડામાં છે તેઓ કાર્યવાહીમાં વિલંબ કરાવી રહ્યા છે?