મુસ્લિમો વિરુદ્ધ ન બોલવાનો નરેન્દ્ર મોદીનો દાવો પાયાવિહોણો; કોણ છે મુર્ખ?

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મુસ્લિમ વિરોધી નિવેદનોથી યુટર્ન લઈ લીધો છે. એક ટીવી ઈન્ટરવ્યુમાં જ્યારે મોદીને પૂછવામાં આવ્યું કે તેમણે મુસલમાનોને ઘૂસણખોર અને વધારે બાળકો પેદા કરનારા ગણાવ્યા, તો તેમણે કહ્યું કે, તેમના ભાષણનું ખોટું અર્થ કાઢવામાં આવ્યું છે.

મોદીએ કહ્યું, હું હેરાન છુ જી, કોણે તમને આવું કહ્યું… જ્યારે વધારે બાળકોની વાત હોય છે મુસલમાનોનું નામ જોડી દેવામાં આવે છે. કેમ મુસલમાનો સાથે અન્યાય કરો છો તમે. આપણા ત્યાં ગરીબ પરિવારોમાં પણ આવી જ સ્થિતિ છે.. જ્યાં ગરીબી છે, ત્યાં બાળકો પણ વધારે છે. મેં ન તો હિન્દૂ કહ્યું ન મુસલમાન કહ્યું છે.

પરંતુ ઇન્ટરવ્યુ દરમિયાન મોદીને સામેથી પ્રશ્ન પૂછીને ચોખવટ કરવામાં આવી નહતી કે, તમે જ્યારે વધારે બાળકો પેદા કરનારાઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા, ત્યારે શું ગરીબોની વાત કરી રહ્યા હતા? ઇન્ટરવ્યુુ દરમિયાન ખરેખર પ્રશ્ન પૂછીને સ્પષ્ટતા કરવી જોઈતી હતી કે, પીએમ મોદી તે દરમિયાન કોણો ઉલ્લેખ કરી રહ્યા હતા.

જો ગરીબોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, તો શું કોંગ્રેસ ગરીબોને કંઇ આપે તો તેમાં કઈ ખોટું છે? આ પ્રશ્ન પણ ઇન્ટરવ્યું લેનારો ભૂલી ગયો હતો. આમ એક તરફ પીએમ મોદી ખુલ્લેઆમ મુસ્લિમો સામે ઝેર ઓંકે છે તો બીજી તરફ ગોદી મીડિયાને ઇન્ટરવ્યુ આપીને કહે છે કે, હું તો મુસ્લિમો વિરૂદ્ધ નથી… આવા નિવેદનો આપીને તેઓ શું સાબિત કરવા માંગે છે તેના વિશે હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેમ કે વિરોધાભાસી નિવેદનોથી તેઓ પોતાની જાતને છેતરી રહ્યા છે કે પછી જનતાને છેતરવાની કોશિશ કરી રહ્યા છે,  તે સમજાઇ રહ્યુ નથી. તો બીજી તરફ એક એવો પ્રશ્ન પણ ઉભો થઈ રહ્યો છે કે, તેમને માનસિક થાક લાગ્યો છે કે, તેઓ દેશની જનતા માનસિક બિમાર હોવાનું વિચારે છે કે શું?

પીએમ મોદી પોતાના નિવેદનમાં કહે છે કે, હું જે દિવસે હિન્દૂ-મુસલમાન કરીશ, તે દિવસે સાર્વજનિક જીવનમાં રહેવા યોગ્ય રહીશ નહીં. હું હિન્દુ-મુસલમાન કરીશ નહીં, તે મારૂ સંકલ્પ છે. વિચાર કરો.. અત્યાર સુધી  હજારો વખત પીએમ મોદી મુસ્લિમો વિરૂદ્ધ નિવેદન આપી ચૂક્યા છે અને તે સોશિયલ મીડિયામાં જાહેર જનતા વચ્ચે ફરી રહ્યા છે. તે છતાં પણ  આવા નિવેદન આપવા પાછળનો શું હેતુ હોઈ શકે તે વિચારવાનો મુદ્દો છે.. વિરોધાભાસ નિવેદનને લઈને વધુ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે, શું પીએમ મોદી જનતાને મુર્ખ સમજે છે?

ન્યૂઝ-18ને 21 એપ્રિલે બાંસવાડા (રાજસ્થાન)માં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી દ્વારા આપેલા એક ઇન્ટરવ્યું દરમિયાન મુસ્લિમો વિરોધ આપવામાં આવેલા નિવેદનો વિશે વાતચીત કરવામાં આવી હતી.

એક તરફ મોદી હિંદુ-મુસ્લિમ વચ્ચે ભેદભાવ નહીં કરવાનો સંકલ્પ જાહેર કરી રહ્યા હતા, તો બીજી તરફ તેમની પાર્ટીના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી વીડિયો પોસ્ટ કરીને મુસ્લિમોને વિલન તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસનું ષડયંત્ર દર્શાવતા એક વીડિયોમાં મુસલમાનોને હિન્દૂ ધર્મના વંચિત જાતિનું આરક્ષણ હડપનાર તરીકે ચિતરવામાં આવ્યા છે.

ચૂંટણી પંચે પણ આવા એક વીડિયોને હટાવવાનો આદેશ આપ્યો છે.

મોદીએ મુસ્લિમો વિશે શું કહ્યું?

બાંસવાડામાં મોદીએ ખોટો દાવો કર્યો હતો કે કોંગ્રેસે લોકોની સંપત્તિનું સર્વેક્ષણ કરવાનું અને અમારી બહેનોનું સોનું અન્ય લોકોમાં વહેંચવાનું વચન આપ્યું હતું.

મોદીએ કહ્યું હતું કે, ‘પહેલાં જ્યારે તેમની સરકાર સત્તામાં હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે, જેનો અર્થ એ છે કે આ સંપત્તિ એકત્રિત કર્યા પછી તેઓ તેને કોને વહેંચશે – જેમના વધુ બાળકો છે, ઘૂસણખોરોને વહેંચી દેશે. શું તમારી મહેનતની કમાણી ઘૂસણખોરોને આપવામાં આવશે? શું તમે આ સ્વીકારો છો?’

તેમના ભાષણમાં મોદી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા 2006માં લઘુમતી સશક્તિકરણ પર કરવામાં આવેલી ટિપ્પણીનો ઉલ્લેખ કરી રહ્યા હતા. જો કે, મનમોહન સિંહે એવું નથી કહ્યું કે ભારતના સંસાધનો પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે.

મનમોહન સિંહે કહ્યું હતું કે, ‘અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉત્થાનની જરૂર છે. નવી યોજનાઓ લાવીને આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે લઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લિમો પોતાનો ઉત્કર્ષ કરી શકે અને વિકાસનો લાભ મેળવી શકે. સંસાધનો પર આ બધાનો પ્રથમ અધિકાર (મનમોહન સિંહે અંગ્રેજીમાં પોતાના ભાષણમાં ક્લેમ શબ્દનો ઉપયોગ કર્યો હતો) હોવો જોઈએ.

જો કે નરેન્દ્ર મોદીએ પોતાની ભૂલ સ્વીકારી ન હતી અને અન્ય એક ચૂંટણી સભામાં પોતાની ટિપ્પણીનો પુનરોચ્ચાર કરતા કહ્યું હતું કે મેં માત્ર સત્ય દેશ સમક્ષ રજૂ કર્યું છે.

નરેન્દ્ર મોદી મુસ્લિમ વિરોધી ભાષણો આપતા રહ્યા છે

નરેન્દ્ર મોદી જ્યારથી મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી મુસ્લિમ વિરોધી નિવેદનો આપી રહ્યા છે. મોદી 2002 થી ઇસ્લામોફોબિક ભાષાનો ઉપયોગ કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.

ગુજરાત રમખાણો (2002) પછીની વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન મોદીએ મુસ્લિમો માટે રાહત શિબિરોને ‘બેબી ફેક્ટરીઓ’ ગણાવી હતી. તેમણે મુસ્લિમોને અપમાનિત કરવા માટે ‘બહુપત્નીત્વવાદી’ પણ ગણાવ્યા નારો આપ્યા હતો કે ‘અમે પાંચ, અમરા પચ્ચીસ (અમે 5 અને અમારા 25)

મુખ્યમંત્રી બનતા પહેલા, ભાજપના મહાસચિવ તરીકે (સપ્ટેમ્બર 2001), મોદીએ ટીવી ડિબેટમાં ઇસ્લામ અને મુસ્લિમ નેતાઓની ટીકા કરી હતી.

હવે મોદી પોતાના નિવેદનોથી કેમ પીછેહઠ કરી રહ્યા છે?

મોદીની ખુલ્લેઆમ સાંપ્રદાયિક ટિપ્પણીઓએ ‘વિશ્વ નેતા’ તરીકે ભારતની છબીને નુકસાન પહોંચાડ્યું છે. ભારતીય મીડિયામાં તેમના ભાષણની આકરી ટીકા થઈ રહી છે, પરંતુ મોદી વૈશ્વિક મીડિયાને લઈને વધુ ચિંતિત છે.

1. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે લખ્યું: મુસ્લિમોને નિશાન બનાવવાની મોદીની ભાષા વિશ્વના નેતાની છબીની વિરુદ્ધ છે જે તેમણે વૈશ્વિક મંચ પર રજૂ કરી છે.

2. કેટલાક લોકો માને છે કે નિવેદનમાંથી ખસી જવાનું કારણ એ પણ હોઈ શકે છે કે તેમની ટિપ્પણી બેકફાયર થઈ ગઈ. આ ભાષણે કેટલાક મતદારોને ભાજપની વિરુદ્ધ કરી દીધા. જો કે, આ નિષ્કર્ષ પર પહોંચવા માટે હજુ સુધી પૂરતા પુરાવા નથી.

3. મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવા ચૂંટણી પંચ પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. વિપક્ષી પાર્ટીઓ, નાગરિક સમાજના લોકો અને સામાન્ય લોકો ભારતીય મુસ્લિમો વિરુદ્ધ આપવામાં આવેલા નફરતભર્યા ભાષણો સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. કેટલાક લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

હવે કદાચ કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે મોદી તેમના મુસ્લિમ વિરોધી નિવેદનોથી પીછેહઠ કરી રહ્યા છે. જો કે, તે બતાવવા માટે પૂરતા પુરાવા છે કે તેઓએ ખરેખર મુસ્લિમોનું નામ લીધું હતું.