લોકસભા ચૂંટણી 2024: 8 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠક પર શનિવારે મતદાન

મતદાન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કા માટે શનિવાર, 1 જૂનના રોજ મતદાન થશે. આ માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આપને જણાવી દઈએ કે, આ તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 57 લોકસભા સીટો પર મતદાન થશે. કુલ 904 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે તેથી આજે સાંજે 6 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે.

શનિવાર, 1 જૂનના રોજ, ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ચંદીગઢના સંસદીય વિસ્તારોમાં ચૂંટણી યોજાશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. માહિતી અનુસાર, આ તબક્કામાં પંજાબમાંથી 328, ઉત્તર પ્રદેશથી 144, બિહારથી 13400, ઓડિશાથી 66, ઝારખંડથી 52, હિમાચલ પ્રદેશથી 37 અને ચંદીગઢથી 4 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે

નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ અને પંજાબની કુલ 13 બેઠકો, પશ્ચિમ બંગાળની 9 બેઠકો, બિહારની 8 બેઠકો, ઓડિશાની 6 બેઠકો, હિમાચલ પ્રદેશની 4 બેઠકો, ઝારખંડની ત્રણ બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની એક બેઠક માટે મતદાન થશે.

કયા રાજ્યની કઈ બેઠક પર થશે મતદાન

રાજ્ય લોકસભા બેઠક
ઉત્તર પ્રદેશ: વારાણસી, મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, ઘોસી, બલિયા, સલેમપુર, ચંદૌલી, મિર્ઝાપુર, રોબર્ટસગંજ, બસગાંવ, ગાઝીપુર
પંજાબ: ગુરદાસપુર, અમૃતસર, ખદુર સાહિબ, જલંધર, હોશિયારપુર, આનંદપુર સાહિબ, લુધિયાણા, ફતેહગઢ સાહિબ, ફરીદકોટ, ફિરોઝપુર, ભટિંડા, સંગરુર, પટિયાલા
બિહાર: બક્સર, કરકટ, જહાનાબાદ, નાલંદા, પટના સાહિબ, પાટલીપુત્ર, સાસારામ
પશ્ચિમ બંગાળ: બસીરહાટ, ડાયમંડ હાર્બર, દમ દમ, જયનગર, જાદવપુર, કોલકાતા દક્ષિણ, કોલકાતા ઉત્તર, મથુરાપુર
ચંડીગઢ: ચંડીગઢ
હિમાચલ પ્રદેશ: મંડી, શિમલા, કાંગડા, હમીરપુર
ઓડિશા: બાલાસોર, ભદ્રક, જાજપુર, જગતસિંહપુર, કેન્દ્રપરા, મયુરભંજ
ઝારખંડ: દુમકા, ગોડ્ડા, રાજમહેલ

લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં દિગ્ગજ નેતાઓ વચ્ચે જબરદસ્ત રાજકીય મુકાબલો જોવા મળી રહ્યો છે. ચાલો આ ઉમેદવારો પર એક નજર કરીએ

લોકસભા બેઠક ઉમેદવાર પક્ષ

વારાણસી નરેન્દ્ર મોદી ભાજપ
વારાણસી અજય રાય કોંગ્રેસ
પટના રવિશંકર પ્રસાદ ભાજપ
બારામુલ્લા ઓમર અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સ
બારામુલ્લા સજ્જાદ ગની જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ
જાદવપુર સયોની ઘોષ TMC
ખડૂર સાહિબ અમૃતપાલ સિંહ અપક્ષ
મંડી કંગના રનૌત ભાજપ
મંડી વિક્રમાદિત્ય સિંહ કોંગ્રેસ
ગોરખપુર રવિ કિશન ભાજપ
ઉડુપી ચિકમગલુર જયપ્રકાશ હેગડે કોંગ્રેસ
ડાયમંડ હાર્બર અભિષેક બેનર્જી TMC