વિજાપુરના ડબ્બા ટ્રેડિંગના કિંગ નગીન વાઘેલા-અંકિત વાઘેલા; ખણુસામાં ચલાવી રહ્યા છે છેતરપિંડીનો કાળો કારોબાર

મહેસાણા: વિજાપુર તાલુકાના ખણુસામાં મોટા પાયે ડબ્બા ટ્રેડિંગનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. વિજાપુરથી અડધો એકકિલોમીટર દૂર આવેલા ખણુસા ગામમાં નગીન વાઘેલા નામનો ઇસમ મોટા પાયે ડબ્બા ટ્રેડિંગનો ગેરકાયદેસર ધંધો કરીને શેર માર્કેટના નામે દેશના લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યો છે. વિશ્વસનિય સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં નગીનની ટીમ દસ કરોડ રૂપિયાથી વધારેનો કારોબાર કરી ચૂકી હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ કાળાકારોબારમાં નગીન સાથે તેનો અંકિત વાઘેલા નામનો એક પાર્ટનર પણ જોડાયેલો છે.

નગીને ડબ્બા ટ્રેડિંગ થકી કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી લીધી છે. ખણુસા ગામમાં લાખો રૂપિયાનો બંગલો બંધાવી રહ્યો છે, તો ગુપ્ત રીતે અનેક સંપત્તિ વસાવી લીધી છે. જણાવી દઇએ કે, નગીન વાઘેલાનો અન્ય કોઈ જ ધંધો નથી. યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવે તો આવક કરતાં વધારે સંપત્તિ નગીન પાસેથી મળી શકે છે. તો દેશવાસીઓ સાથે થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડીનો ખુલાસાઓ થઈ શકે છે.

ઉલ્લેખનિય છે કે વિસનગર અને વડનગર વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી અનેક લોકો સાથે ઠગાઈની ફરિયાદો ઉઠી છે. આ વચ્ચે મહેસાણાના વિસનગર નગરપાલિકાના ઉપ પ્રમુખનું નામ ડબ્બા ટ્રેડિંગમાં ખૂલતા હરિયાણાની પોલીસ તેમને ઉઠાવી ગઈ હતી. ડબ્બા ટ્રેડિંગનું દૂષણ મહેસાણા જિલ્લામાં મોટા પ્રમાણમાં જોવા મળે છે.

નગીન વાઘેલા ડબ્બા ટ્રેડિંગના ધંધાનો જૂનો જોગી માનવામાં આવે છે. વિસનગરના આરોપીઓ સાથે તેની સંડોવણી પહેલા પણ સામે આવી ચૂકી છે. તેવામાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે, વિજાપુરની પોલીસ શું કરી રહી છે? શું વિજાપુરની પોલીસ નગીને છાવરી રહી છે કે પછી અંધારામાં છે? સ્વભાવિક છે કે વર્ષોથી ખણુસામાં નગીન ડબ્બા ટ્રેડિંગનો ધંધો ચલાવી રહ્યો છે, તેવામાં વિજાપુર પોલીસને તેની ગંધ ના આવે તો પ્રશ્ન ઉભા થાય તે સ્વભાવિક છે.

ઠિક છે કદાચ ચપળ નગીને વિજાપુર પોલીસને ગંધ આવવા દિધી નથી, પરંતુ અમારા અહેવાલ પછી પણ વિજાપુર પોલીસ કોઈ જ એક્શન ના લે તો શું સમજવું? ખેર ભ્રષ્ટાચાર તો બધે જ જોવા મળે છે. રાજકોટમાં 28 લોકોના મોત થયા તેના પાછળ અધિકારીઓ-રાજકારણીઓનો જ ભ્રષ્ટાચાર હતો. તેવી જ રીતે વિજાપુરના ખણુસામાં રહીને દેશવાસીઓે લૂંટતા નગીન જેટલો અપરાધી છે, તેટલા જ તેને છાવરનારા અધિકારીઓ પણ છે.

વિજાપુર પોલીસે એક્શન લેવી જોઈએ કેમ કે નગીન પોતાની ટીમનો પ્રતિદિવસ વિસ્તાર કરી રહ્યો છે. સૌથી પહેલા નગીન એકલા હાથે ગેમ રમતો હતો પરંતુ હવે તેને અંકિતનો સાથ મળ્યો છે. તો પોતાની ટીમમાં અન્ય હોશિયાર છોકરાઓની ભરતી કરી રહ્યો છે. નગીન સાથે અભય વાઘેલા, સૂમિત વાઘેલા, બિપિન વાઘેલા અને અનિલ વાઘેલા જેવા અન્ય ઇસમો પણ જોડાયેલા છે.

આ તમામ લોકો નગીનની ટીમમાં બેસીને કોલિંગ કરે છે. મળતી માહિતી અનુસાર, આ ટીમમાં રહેલા તમામ લોકો ડબ્બા ટ્રેડિંગના કિંગ છે. તેથી અત્યાર સુધીમાં કરોડો રૂપિયા છાપી માર્યાના અહેવાલ વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહ્યો છે. જો તંત્ર નગીન અને તેમની ટીમ સામે યોગ્ય પગલા ભરશે નહીં તો આગામી દિવસો મોટા પાયે ડબ્બા ટ્રેડિંગનો કાળો-કારોબાર કરીને દેશવાસીઓ સાથે કરોડો-અબજો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી શકે છે.

નગીન એન્ડ ટીમ ખણુસામાં આવેલા માધવ ફાર્મની બાજુમાં બેસીને રાજ્ય અને દેશના લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. નગીન મોટા ભાગે સોનામાં ઇન્વેસ્ટ કરીને પોતાની સંપત્તિને બધાની નજરોમાં આવવાથી બચાવી રહ્યો છે. નગીન વિવિધ જગ્યાએ સોનું ખરીદે છે. કૂકરવાડા જેવા નાના ટાઉનમાંથી મોટા પ્રમાણમાં નગીને ગોલ્ડ ખરીદ્યાના અહેવાલ પણ મળી રહ્યા છે.

દસ ફેલ નગીને કરોડો રૂપિયાની પ્રોપર્ટી ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદેસર ધંધા થકી બનાવી લીધી છે. તે પણ ત્યારે જ્યારે તેના પાસે સત્તાવાર રીતે અન્ય કોઈ જ ધંધો કે નોકરી નથી. તો પછી નગીન પોતાના ખેતરમાં ઓછામાં ઓછા 50 લાખથી વધારેનો બંગલો કેવી રીતે બંધાવી રહ્યો છે? આ તમામ અપ્રમાણસર મિલકત નગીન પાસેથી ક્યાં ધંધા થકી આવી? તેના વિશે તપાસ થવી જોઈએ. યોગ્ય તપાસ કરીને નગીન અને તેના સાથે જોડાયેલા તમામ અપરાધીઓની મિલકત જપ્ત થવી જોઈએ. તો જ ડબ્બા ટ્રેડિંગ કરનારા અન્ય અપરાધીઓમાં પણ ફફડાટ બેસી શકે છે.