દલિતો ન્યાય માંગશે તો મળશે મોત !

રમેશ સવાણી (પૂર્વ IPS અધિકારી): મધ્યપ્રદેશમાં ગોડસેનું શાસન છે. ગોડસેવાદી શાસન દલિતો/ પછાત વર્ગો માટે કેટલું ખતરનાક છે, તે સમજવાની જરુર છે.

2019માં સાગર જિલ્લાના બરોદિયા નોનાગિર ગામમાં દલિત યુવતી અંજના અહિરવારની છેડતી ઉપલા વર્ણના બદમાશે કરી હતી. અંજનાએ ફરિયાદ કરી, તે કેસ પરત ખેંચી લેવા અંજનાના 18 વરસના ભાઈ નિતિન અહિરવાર પર આરોપીઓએ દબાણ કર્યું. નિતિન ન માન્યો એટલે ઓગસ્ટ 2023માં નવ ઈસમોએ નિતિનની હત્યા કરી ! ત્યારે ઊહાપોહ થતાં સરકારે અંજનાને નોકરી આપવાનું વચન આપેલ ! નિતિનની હત્યાના 3 સાક્ષી હતા : રાજેન્દ્ર/ અંજના અને તેની મા. નિતિનની હત્યામાં અંકિતસિંહ ઠાકુરની સંડોવણી હતી પણ પોલીસે તેને એરેસ્ટ કરેલ નહીં !

પછી છેડતીનો કેસ પરત ખેંચવા અંજનાના કાકા રાજેન્દ્ર અહિરવાર પર આરોપીઓએ દબાણ કર્યું પણ તેઓ ન માન્યા એટલે 25 મે 2024ના રોજ પાંચ ઈસમોએ રાજેન્દ્રની પણ હત્યા કરી ! રાજેન્દ્રને આપેલ પોલીસ સુરક્ષા 10 દિવસ પહેલા હટાવી લીધી હતી ! અંજનાએ સમાધાન માટે ધમકીઓ મળે છે તે અંગે પોલીસને ફરિયાદ કરી હતી પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી !

26 મે 2024ના રોજ, રાજેન્દ્રનો મૃતદેહ સાગરથી એમ્બ્યુલન્સમાં લઈને તેના માતા-પિતા નીકળ્યા હતા, સાથે અંજના (પીડિતા) હતી. એમ્બ્યુલન્સનો દરવાજો ખુલ્લો હોવાથી પડી જવાથી અંજના (20)નું મોત થયું હતું ! અંજનાને સરકારે નોકરી તો ન આપી પણ મોત આપ્યું !

પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે કહ્યું છે કે જિલ્લા કલેકટર અને SPને હટાવો ! જ્યારે ડબલ એન્જિન સરકારે કહ્યું છે કે ‘કોઈને પણ બક્ષવામાં નહીં આવે !’

થોડાં મુદ્દાઓ : [1] પીડિતાએ છેડતી ફરિયાદ કરી એટલે ભાઈની હત્યા થઈ ! કાકાની હત્યા થઈ ! અને ખુદનું પણ મોત થયું ! દલિતોને ન્યાય માટે ત્રણ જીવનું બલિદાન આપવું પડ્યું ! પાંચ વર્ષના સંઘર્ષ પછી પણ ન્યાય તો ન જ મળ્યો ! [2] હવે કોર્ટ છેડતીના આરોપીને દેવદૂત જાહેર કરશે ! ભાઈની અને કાકાની હત્યાના કેસમાં કોર્ટ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવશે ! [3] છેડતીની ફરિયાદ ન કરી હોત તો ત્રણના જીવ બચી ગયા હોત ! દલિતોને ન્યાય માંગવાનો પણ હક્ક નહીં ! હક્ક માંગો તો મળે મોત ! આ છે ગોડસેવાદી શાસનની ઉપલબ્ધિ ! [4] મધ્યપ્રદેશ સિવાય જ્યાં જ્યાં ગોડસેવાદી શાસન છે ત્યાં ત્યાં સરકારની એક સરખી મોડસ ઓપરેન્ડી જોવા મળે છે : સરકાર પીડિતો સાથે નહીં પણ ગુનેગારો સાથે હોય છે ! બ્રિજભૂષણસિંહને એટલે જ છાવર્યો હતો ! [5] પીડિતા દલિત હોય/ આદિવાસી હોય/ મુસ્લિમ હોય તો ગુનેગારોનું સ્વાગત તિલક-ચાંદલાથી પણ કરવામાં આવે છે ! [6] સમાજમાં શક્તિશાળી વર્ગ ગરીબો/ દલિતો પર અત્યાચાર ન કરે/ તેમનું શોષણ ન કરે તે જોવાનું કામ સરકારનું હોય છે પરંતુ ડબલ એન્જિનવાળી સરકારોએ આ કામ પડતું મૂકીને અવતારીની રેલીઓ/ સભાઓના બંદોબસ્તનું જ કામ કરે છે. એટલે પોલીસ પણ કચડાયેલ પીડિતોને સુરક્ષા આપી શકતી નથી ! ગોડસેવાદી સરકાર દ્રઢપણે માને છે કે ‘ગરીબો/ દલિતો/ આદિવાસીઓ/ મધ્યમવર્ગને સુરક્ષા આપવાનુ કામ સરકારનું નથી; આ કામ તો પ્રભુ શ્રીરામ કરશે