વડનગરના કરબટિયામાં ડબ્બા ટ્રેડિંગનો ચાલી રહ્યો છે કાળો કારોબાર

રિપોર્ટ- ચિરાગ પરમાર; (8734817310) : મહેસાણા જિલ્લામાં શેર માર્કેટના નામે છેતરપિંડી કરનારા લોકોની સંખ્યા પ્રતિદિવસ વધી રહી છે. શેર માર્કેટમાં ડબ્બા ટ્રેડિંગ થકી દેશવાસીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ છેતરપિંડી કરનારાઓની સંખ્યા પણ દિવસો-દિવસ વધારો થઈ રહ્યો છે. તો એક શહેરમાંથી અન્ય શહેરોમાં ડબ્બા ટ્રેડિંગનું તૂત પહોંચી રહ્યું છે.

તો બીજી તરફ મળી રહેલા અહેવાલ પ્રમાણે પીએમ મોદીના શહેર વડનગર નજીક આવેલા અને વડનગર તાલુકામાં આવેલા કરબટિયામાં મોટા પાયે ડબ્બા ટ્રેડિંગનો ગેરકાયદેસર ધંધો કરવામાં આવી રહ્યો છે. આ તમામ લોકો દુનિયાને બતાવવા માટે અલગ કામ-ધંધો કરે છે પરંતુ પડદા પાછળ ડબ્બા ટ્રેડિંગનો મુખ્ય કાળો કારોબાર ચલાવી રહ્યા છે.

જણાવી દઈએ કે, કરબટિયા ગામના કેટલાક દેવીપૂજક સમાજના લોકો મોટા પાયે ડબ્બા ટ્રેડિંગના નામે છેતરપિંડી કરી રહ્યા છે. આ લોકોના નામોના ખુલાસા આગામી રિપોર્ટમાં કરીશું. ઉલ્લેખનિય છે કે, કરબટિયામાં એક વ્યક્તિ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. તે સમાજમાં પોતાનો મોભા સાચવી રાખવા માટે અન્ય કામ-ધંધા કરી રહ્યો છે. તો કેટલાક લોકો કપડા સહિતની દુકાન ચલાવતા હોવાનો અહેવાલ પણ સામે આવી રહ્યા છે.

ગુજરાત ટાઇમ્સ24 આગામી રિપોર્ટમાં કરબટિયામાં ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા તમામ આરોપીઓની સચોટ માહિતી સાથે સ્ટોરી પ્રકાશિત કરશે. આ તમામ આરોપીઓ અત્યાર સુધી પોલીસની પક્કડથી પણ દૂર બનેલા છે.