તુંવર મુજાહિદ; (8734817310): ડબ્બા ટ્રેડિંગના નામે છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડી વર્તમાન સમયમાં આગની જેમ ફેલાઈ રહી છે. મહેસાણાથી શરૂ થયેલી ડબ્બા ટ્રેડિંગ થકી કરોડો રૂપિયાના ચૂના લગાવવાના કેસો એટલા બધા વધી ગયા છે કે, તેમણે જામતારાને પણ પાછળ મૂકી દીધું છે.
મહેસાણાથી શરૂ થયેલા ડબ્બા ટ્રેડિંગનો ગોરખ ધંધો પાટણના ડેર સુધી પહોંચી ગયો છે. પાટણના ડેર ગામમાં રહેતા એક શખ્સે ટૂંક જ સમયમાં લાખો રૂપિયાની સંપત્તિ બનાવી દીધી છે. સુત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે મૂરઝાયેલા છોડમાંથી તે ઇસમ સૂરજની જેમ ચમકતો થઈ ગયો છે. ટૂંક જ સમયમાં સોનાના દાગીનાથી લઈને એક ઝાટકે એક્ટિવા સહિતના વાહનો પણ વસાવી લીધા છે.
ડેર ગામના આ ઇસમે ઉત્તર પ્રદેશના સંદિપ જોશી નામના એક વ્યક્તિ પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયાની આસપાસ જેટલી રકમની છેતરપિંડી કર્યાના પૂરાવા ગુજરાત ટાઇમ્સ24 પાસે છે. આગામી સમયમાં ગુનાહિત પ્રવૃતિ સાથે જોડાયેલા આ વ્યક્તિ વિશે વિગતવાર ખુલાસા કરવામાં આવશે.