મોદી સરકારમાં વિભાગોની કરાઇ વહેંચણી; જાણો કોને મળ્યું કયું ખાતું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટના શપથ લીધા બાદથી જ મંત્રાલયના વિભાજનને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીના આવાસા પર કેબિનેટ મંત્રીઓની બેઠક મળી હતી. મોદી 3.0 કેબિનેટના મંત્રીઓને પોર્ટફોલિયોની વહેંચણી કરી દેવામાં આવી છે.

  • અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે યથાવત
  • રાજનાથ સિંહને અપાયું સંરક્ષણ મંત્રાલય
  • એસ. જયશંકર ફરીથી બન્યા વિદેશ મંત્રી
  • નીતિન ગડકરીને માર્ગ અને પરિવહન વિભાગ
  • અજય ટમ્ટા માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી
  • હર્ષ મલ્હોત્રાને પરિવહન રાજ્યમંત્રી બનાવાયા
  • મનોહરલાલ ખટ્ટરને સોંપાયા બે વિભાગો
  • મનોહરલાલ ખટ્ટરને શહેરી વિકાસ વિભાગ અને ઉર્જા મંત્રાલય સોંપાયા
  • અશ્વિની વૈષ્ણવ સૂચના અને પ્રસારણ મંત્રયલ અપાયું
  • શિવરાજસિંહ ચૌહાણને પંચાયતી રાજ અને કૃષિ મંત્રાલય અપાયું
  • નિર્મલા સીતારામનને ફરી નાણાં વિભાગ અપાયું
  • જે પી નડ્ડાને આરોગ્ય વિભાગ અપાયું
  • સર્વાનંદ સોનોવાલને પોર્ટ અને શિપિંગ મંત્રાલય અપાયું
  • મનસુખ માંડવીયાને શ્રમ મંત્રાલય અપાયું
  • ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રાલય સોંપાયું