મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય; PM આવાસ યોજના હેઠળ 3 કરોડ આવાસ બનાવાશે

નવી દિલ્હી: પીએમ મોદીનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ ગયો છે. આજે મોદી કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી, જેમાં ઘણા મોટા નિર્ણયો લેવાના છે. સૌથી મોટો નિર્ણય મંત્રીમંડળની ફાળવણી અંગેનો છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પીયૂષ ગોયલ, રાજનાથ સિંહ, અમિત શાહ, જેપી નડ્ડા, મનોહર લાલ ખટ્ટર, લલન સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ સહિત નવા કેબિનેટ મંત્રી સામેલ હતા.

ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે

મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર પીએમ આવાસ યોજનાને વધુ લંબાવવામાં આવી છે. પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આ પહેલા 4.21 કરોડ ઘર બની ચૂક્યા છે. સોમવારે પીએમ મોદીની કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી, જે અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો હતો.