ગાંધીનગર: ગુજરાતમાં પ્રી મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થઇ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજથી 15 જૂન દરમિયાન વડોદરા, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ અને સુરત સહિતના આ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે.
10 જૂન
આજે ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, પંચમહાલ અને દાહોદમાં હળવો વરસાદ થઇ શકે છે. જ્યારે વડોદરા, સુરત, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, ભરૂચ, નવસારી અને તાપીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
11 જૂન
11 જૂનના રોજ ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, વલસાડ, દાહોદ, અમરેલી, છોટા ઉદેપુર, નવસારી, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ થઇ શકે છે.
12 અને 13 જૂન
12 જૂનના રોજ સુરત, ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં વરસાદ થઇ શકે છે.
14 અને 15 જૂન
14 અને 15 જૂનના રોજ નવસારી, અમરેલી, વલસાડ, ગીર સોમનાથ, ડાંગ જૂનાગઢ અને તાપીમાં વરસાદ થઇ શકે છે.
આગામી 3 કલાક દરમિયાન વડોદરા, આણંદ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વાવાઝોડું/વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના છે.
આગામી 3 કલાક દરમિયાન ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહિસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ વરસાદની સંભાવના છે. તો બીજી તરફ મહેસાણા અને બનાસકાંઠામાં પણ 15 તારીખ પછી વરસાદની શરૂઆત થઈ શકે છે.
ઉલ્લેખનિય છે કે, ગત 24 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લામાં ડોલવણમાં 3.5 ઇંચ અને વાલોડમાં 3.2 ઇંચ વરસાદ વરસ્યો છે. ગઇકાલે દક્ષિણ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આજે પણ અનેક જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે.