સાબરકાંઠાના ઇડરમાં સાધુએ લૂંટ ચલાવી હતી. પ્રવચન સાંભળવા ઇડર આવેલી મહિલાઓના સાધુએ દાગીના તફડાવ્યા હતા. સ્વામિનારાયણ મંદિરનું એડ્રેસ પૂછવા મહિલાઓને ઉભી રાખી હતી અને તે બાદ સાધુએ મહિલાઓના ચહેરા પર સ્પ્રે મારી દાગીનાની લૂંટ ચલાવી હતી.ઇડર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાતા પોલીસે સાધુ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઇડરના વલાસણા રોડ પર સાધુના વેશમાં કારમાં આવેલા બે શખ્સ રાહદારી મહિલાઓને મંદિરનો રસ્તો પૂછવાના બહાને વાતોમાં ઓભોળવી સ્પ્રે છાંટીને 1.50 લાખના ઘરેણાં ઉતરાવી પલાયન થઇ ગયા હતા. રસ્તો પૂછવાના બહાને મહિલા પર સ્પ્રે છાંટવામાં આવતા મહિલા ભાન ભૂલી ગયા હતા.
ઇડર-વલાસણા રોડ પર કારમાં સાધુના વેશમાં આવેલા બે શખ્સ રાહદારી મહિલાઓને વડનગરના સ્વામીનારાયણ મંદિરનો રસ્તો ક્યા છે તેમ પૂછ્યું હતું. જવાબમાં મહિલાઓએ કહ્યું કે, ખબર નથી. તે બાદ મહિલાઓને જુદી જુદી વાતોમાં ભોળવી શરીર પર સ્પ્રે છાંટ્યુ હતું જેને કારણે મહિલાઓ ભાન ભુલી ગઇ હતી.
ભાનમાં આવ્યા બાદ મહિલાઓના શરીર પર ઘરેણા ના હોવાની જાણ થઇ હતી. મહિલા પાસેથી ઠગ સોનાની બે બંગડી, ચેન અને વીંટી મળી રૂપિયા 1.50 લાખના ઘરેણાની ચોરી થઇ હોવાની ફરિયાદ ઇડર પોલીસ મથકે નોંધાવી છે.
આ પહેલા પણ આ પ્રકારની મોડસ ઓપરેન્ડી થકી એક સહકારી આગેવાન સાથે પણ ઠગાઇ આચરાઇ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ ઠગો આજ દિન સુધી પોલીસ પકડથી દૂર છે.