સુરતના જહાગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના 4 લોકો રાત્રે સૂતા બાદ સવારે ઊઠ્યા જ નહીં. ચારેય લોકોએ સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે, તપાસ ચાલુ છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં ત્રણ મહિના પહેલા એક જ પરિવારના ત્રણ સભ્ય દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હતો. પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ બન્યો હતો. સવારે તેમના ભાઈ 7:15 વાગ્યે ઘરે આવ્યા ત્યારે જાણ થઈ કે આ પ્રકારનો બનાવ બન્યો છે.
રાત્રે તેના ભાઈને ગળેફાંસો ખાતો વોટ્સએપ પર ફોટો મોકલી આપ્યો હતો અને સાસુને ત્રણ વાગ્યા પછી સોરી અમ્મા લખેલો વોટ્સએપ પર મેસેજ મોકલી આપ્યો હતો. સવારે તેના ભાઈને મેસેજ જોતા પહેલા ફોન કર્યો હતો. પરંતુ ભાઈએ ફોન રિસિવ ના કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા. સવારે ઘરે દોડી આવીને જોયું તો તેમના ભાઈ ગળેફાંસો ખાધેલી હાલતમાં હતા અને તેના ભાભી પણ મૃત હાલતમાં પડેલા હતા. જ્યારે તેમની બાજુમાં તેમનો પુત્ર પણ મૃત હાલતમાં હતો.