સુરતના કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટેટ વિજીલન્સની ટીમએ અહીં ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડ પર દરોડો પાડયા બાદ જે બાદ તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા.ત્યારે આ પીઆઇને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
કામરેજના પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા
સુરતના કામરેજ પોલીસ સ્ટેશનથી માત્ર થોડા કિમી દુર અંતરે એક કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલતું હતું. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થાનિક પોલીસના નાક નીચેથી દરોડા પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.જે બાદ કામરેજ પોલીસમથકના પીઆઇ ઓમદેવ સિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જેના પગલે પોલીસબેડામાં પણ ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
શું હતો મામલો
કામરેજના અંત્રોલી ગામ પાસે ખુલ્લી જગ્યામાં કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ પકડાયું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી લીધું હતું. જેમાં પોલીસે કેમિકલ અને મુદ્દામાલ મળી 1 કરોડથી વધુની કિંમતનો સામાન કબજે કર્યો હતો. તો બીજી તરફ પોલીસે 3 આરોપીઓની ઘટના સ્થળેથી ધરપકડ કરી 7 જેટલા કેમિકલ માફિયાઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
ઓલપાડ પોલીસને સોંપવામાં આવી તપાસ
કેમિકલ માફિયા અંકલેશ્વર તેમજ સેલવાસ GIDC માંથી કેમિકલ ભરીને આવતા ટેન્કરમાંથી ડ્રાઈવર સાથે ભેગા મળી કેમિકલ ચોરી કરી બેરલ માં ભરી લેતા હતા. ઘટના સ્થળે થી કેમિકલ ભરેલા 3 ટેન્કર મળી આવ્યા હતા જેમાંથી કેમિકલ કાઢવામાં આવી રહ્યું હતું. ઉપરાંત 1 મેક્સ પીક અપ ટેમ્પો મળી આવ્યો હતો જેમાં ચોરી કરેલા કેમિકલના બેરલ ભરેલા હતા. પોલીસે ઘટના સ્થળેથી 3 ડ્રાઈવર્સની ધરપકડ કરી લીધી હતી.
જયારે પોલીસ ને જોઈ 7 જેટલા ઇસમો ભાગી છૂટવામાં સફળ થયા હતા. પોલીસે કેમિકલ કોભાંડ કરતા રાણા ભરવાડ, ઉમેશ ખટીક, વિપુલ બલર, બકા ભાઈ તેમજ અન્ય પીક અપ ટેમ્પાના ચાલક અને મજૂર મળી 7 લોકોને વોન્ટેડ જહેર કર્યા હતા. પોલીસે કુલ મળીને 1 કરોડ 11 લાખથી વધુનો મુદ્દમાલ કબજે કર્યો છે અને આગળની તપાસ ઓલપાડ પોલીસને સોપવામાં આવી છે.