પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદ્દમાં એક બૂટલેગર ખુલ્લેઆમ અંગ્રેજી દારૂનું વેચાણ કરીને કાયદાના ધજાગરા ઉડાવી રહ્યો છે. પરંતુ પાલનપુર તાલુકા પોલીસ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. પાલનપુર તાલુકાના હસનપુર ગામનો રૂપસિંહ ચૌહાણ રામપુરા ચોકડીએ એક ગલ્લામાં ખુલ્લેઆમ અંગ્રેજી દારૂનું વેચાણ કરી રહ્યો છે. આ અંગ્રે પાલનપુર તાલુકા પોલીસ અજાણ છે કે પછી તેની રહેમનજર છે તે યક્ષ પ્રશ્ન છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં દારૂ તો મળે છે પરંતુ ખાનગીમાં વેચાણ કરવામાં આવે છે. કાયદાનો મલાજો જાળવવામાં આવે છે પરંતુ હસનપુર પાસે આવેલ રામપુરા (રોમપુરા) ચોકડી પાસે જે રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે પાલનપુર તાલુકામાં કાયદા જેવું કશું રહ્યું જ નથી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.આર. બારોટને કાયદાકીય પગલા લઈને પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવાની પોતાની જવાબદારી નિભાવવાથી છટકવું જોઈએ નહીં. પીઆઈ એમ.આર બારોટને કાયદાને હાથમાં લેતા બૂટલેગરોને જેલના સળીયા પાછળ ધકેલીને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવું પડશે.
જો આવી રીતે જ બૂટલેગરો કાયદાના ધજાગરા ઉડાવતા રહેશે તો સામાન્ય લોકોના મનમાંથી પણ કાયદાનો ડર ખત્મ થતો જશે. તેથી પાલનપુર તાલુકા પોલીસે રૂપસિંહ જેવા બૂટલેગર કે જેઓ કાયદાની એસી કી તૈસી કરે છે તેમને છૂટો દોર આપવો જોઈએ નહીં. જો આવા બૂટલેગરોને નજરઅંદાજ કરવામાં આવશે તો સામાજિક દૂષણ એવા દારૂની પાલનપુર તાલુકામાં રેલમછેલ કરી મૂકશે. તેવી પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી મુશ્કેલ પડી શકે છે.
ગુજરાત હાઇકોર્ટે ગૃહમંત્રાલયને કહ્યું- પોલીસની ખાલી જગ્યાઓ ક્યારે ભરશો
વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, જેવી રીતે રૂપસિંહ અંગ્રેજી દારૂનું વેચાણ જગજાહેર રીતે કરી રહ્યો છે, તેવી જ રીતે તેની આસપાસ અન્ય ચાર જેટલા અન્ય લોકો દેશી દારૂનું વેચાણ પણ કરી રહ્યા છે. એક સ્થાનિક વ્યક્તિના જણાવ્યા અનુસાર, પોલીસ પેટ્રોલિંગની ગાડી સાંજે પાંચ વાગ્યાની આસપાસ આવતી હોવાના કારણે રૂપસિંહ 6 વાગે અંગ્રેજી દારૂનું વેચાણ બંધ કરીને ઘરે જતો રહે છે.
પોલીસની ગાડી પેટ્રોલિંગમાં આવતી હોવા છતાં બૂટલેગર રૂપસિંહ કોઈ જ ડર વગર જગજાહેર રીતે દારૂનું વેચાણ કરી રહ્યો છે. શું બૂટલેગરોમાં પોલીસનો ડર ખત્મ થઈ ગયો છે. તો કેમ પોલીસને ડર ખત્મ થઈ ગયો છે? આ પ્રશ્ન જ પોલીસની કામગીરી ઉપર અનેક પ્રશ્ન ઉભા કરી દે છે. તેથી બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ પોતાના વિસ્તારની પોલીસનો ડર માત્ર વાહન-ચાલકોમાં જ હોય તેવું નહીં પરંતુ અપરાધીઓમાં પણ બેસે તેવી કામગીરી કરાવવી પડશે.
રામપુરા ચોકડીએ જગજાહેર દારૂનું વેચાણ ચાલી રહ્યાના વીડિયો અને ફોટોગ્રાફ ગુજરાત ટાઈમ્સ 24 પાસે પુરાવા રૂપે રહેલા છે. તો હવે બનાસકાંઠા પોલીસે આગળની કાર્યવાહી કરીને દેશી અને અંગ્રેજી દારૂના સામાજિક દૂષણને બંધ કરાવીને બૂટલેગર રૂપસિંહને જેલના સળીયા પાછળ ધકેલવો જોઈએ.