પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે એક સારા સમાચાર છે. આજે એટલે કે 18 જૂને સરકાર PM કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કરશે.
ખેડૂતો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી મંગળવારે પહેલીવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી જશે અને ત્યાંથી PM મોદી 9.26 કરોડ લાભાર્થી ખેડૂતોને સન્માન નિધિના 17મા હપ્તા તરીકે 20,000 કરોડ રૂપિયાથી વધુની રકમ જારી કરશે.
હવે એ વાત તો જાણીતી જ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયાની આ નાણાકીય સહાય વાર્ષિક ત્રણ હપ્તાના સ્વરૂપમાં આપવામાં આવે છે. દરેક હપ્તા હેઠળ 4 મહિનાના અંતરાલમાં ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાની રકમ મોકલવામાં આવે છે.
તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં તેની તપાસ કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ તમારે PM કિસાનની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જવું પડશે .
- હવે તમે સ્ક્રીન પર PM કિસાન પોર્ટલ ઓપન જોશો. અહીં તમારે FARMERS CONNER પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમે ઘણા વિકલ્પો જોશો. તમારે Know Your Status પર ક્લિક કરવાનું રહેશે.
- હવે સ્ક્રીન પર ખુલે છે તે પૃષ્ઠની ટોચ પર તમારો નોંધણી નંબર જાણો પર ક્લિક કરો.
- હવે તમારો આધાર નંબર દાખલ કરો.
- તમારા નંબર પર એક OTP આવશે, તેને એન્ટર કરો.
- હવે તમને તમારો નોંધણી નંબર મળશે. હવે નવા પૃષ્ઠ પર, નોંધણી નંબર અથવા મોબાઇલ નંબર અને કેપ્ચા
- કોડ દાખલ કરો અને ‘ડેટા મેળવો’ પર ક્લિક કરો.
- હવે તમે સ્ક્રીન પર PM કિસાન હપ્તા વિશે સંપૂર્ણ માહિતી જોશો
એકદમ ઓછી કિંમતમાં તમારા ઘર ઉપર સોલાર લગાવીને લાઇટબિલ કરો જીરો- હાલ જ ફોન ઉઠાવીને પૂછપરછ કરો કે કેટલી કિંમતમાં તમારા ઘરનું લાઇટબિલ થઇ જશે જીરો… તો આજે જ સંપર્ક કરો અને લાઇટબિલથી મેળવો છૂટકારો … 9737673768