ઉત્તર ગુજરાત વરસાદ ખેંચતા પશુ પાલકો સહિત ખેડૂતોની હાલત કફોડી બની છે. આ સમયે વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે પરંતુ બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોની ચિંતા વધી છે. સૌથી મોટી અસર પશુપાલન પર થાય છે કારણ કે ઘાસચારો મોંઘો થયો છે અને પાણીના તળ પણ નીચા છે એટલે જો હજુ વરસાદ ખેંચાય તો ખેડૂતો અને પશુપાલકોની હાલત વધારે વણસી શકે છે.
સામાન્ય રીતે છ જુન બાદ વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે અને ખેડૂતો પોતાના ખેતર ખેડીને તૈયાર કરી દેતા હોય છે. જોકે ખેડૂતોએ ખેતર તો ખેડીને તૈયાર કર્યો છે પરંતુ વરસાદ હજુ ખેંચાયો છે. બનાસકાંઠામાં હજી સુધી વરસાદ નથી થયો અને જેને કારણે ખેડૂતો ચિંતામાં છે. ત્યારે સૌથી વધુ વરસાદ ખેંચવાની અસર પશુપાલન પર થઈ છે.
એક તરફ પાણીના તળ નીચે છે સિંચાઈના પાણીની સમસ્યા છે તો બીજી તરફ પશુ પાલન માટે ઘાસ ચારો પણ મોઘો થયો છે જે ઘાસચારાના 7 રૂપિયા હતા તેના 8 રૂપિયા થયા છે અને જે ઘાસચારોના 10 થી12 રૂપિયા થયા છે જે ઘાસ ના પૂળા 20 થી 22 રૂપિયા હતા તેની જગ્યાએ અત્યારે 30 રૂપિયા જેટલો મોંઘા થયા છે. એટલે ઘાસચારો મોંઘો થવાથી ખેડૂતોની હાલત પણ કફોડી બની છે.
ઉલ્લેખનિય છે કે, બનાસકાંઠા જિલ્લો પશુપાલન ઉપર નિર્ભર છે, અત્યારે ઘાસચારાની પણ ખૂબ જ તંગી છે. તો બીજી તરફ ઘાસચારો પણ ખૂબ જ મોંઘો થયો છે. ગાજે સાતથી આઠ રૂપિયા હતું જે અત્યારે 10 થી 12 રૂપિયા થઈ ગયું છે. સુકાપુળાના જે 20 થી 22 રૂપિયા હતા જેને અત્યારે 30 રૂપિયા આજુબાજુ થઈ ગયા છે. એટલે પશુપાલકોને પોસાય તેમ નથી અને વરસાદ ખેંચાતા પાણીનો તળ પણ ઊંડા ગયા છે. એટલે ખૂબ જ પારિવારિક તકલીફો ખેડૂતોને પડી રહી છે.
એકદમ ઓછી કિંમતમાં તમારા ઘર ઉપર સોલાર લગાવીને લાઇટબિલ કરો જીરો- હાલ જ ફોન ઉઠાવીને પૂછપરછ કરો કે કેટલી કિંમતમાં તમારા ઘરનું લાઇટબિલ થઇ જશે જીરો… તો આજે જ સંપર્ક કરો અને લાઇટબિલથી મેળવો છૂટકારો … 9737673768