અમદાવાદમાં વધતા અકસ્માતોને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી રોંગ સાઈડ ચાલતા વાહનો માટે ડ્રાઈવ યોજવામાં આવશે. આવતીકાલથી 10 દિવસ સુધી ડ્રાઈવ યોજાશે. જેમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહનચાલકોને દંડવામાં નહીં આવે. પરંતુ વાહનચાલક સામે પોલીસ કેસ કરવામાં આવશે.
આ ગુનામાં વાહનચાલકની ધરપકડ પણ કરાશે
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી 30 જૂન સુધી રોંગ સાઈડ માટેની ડ્રાઈવ યોજવામાં આવશે. શહેરમાં બનતા અકસ્માતોને લઈને ડ્રાઈવ યોજવામાં આવશે. શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સાથે મળીને ડ્રાઈવ યોજવામાં આવશે. આ ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહનચાલકોને પકડીને તેમની સાથે કલમ 279 અને 184 મુજબ ગુનો નોધવામાં આવશે. આ ગુનામાં વાહનચાલકની ધરપકડ પણ કરવામાં આવશે.
વાહનચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે
ટ્રાફિક જેસીપી એન.એન. ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેરમાં અકસ્માતોના બનાવ ઘટાડવા માટે ડ્રાઈવ યોજવામાં આવશે. આ ડ્રાઈવ શહેરના એસ.જી. હાઈવે સહિતના મોટા રસ્તાઓથી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ અંદરના રસ્તાઓ પર પણ ડ્રાઈવ યોજાશે. ડ્રાઈવ દરમિયાન વાહનચાલકોને દંડવાની જગ્યાએ કેસ કરવામાં આવશે. વાહનચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે.
સ્કૂલો બાળકોને મૂકવા જતા વાલીઓએ ધ્યાન રાખવું
રોંગ સાઈડમાં જતા વાહનચાલકો સામે ટ્રાફિક અને સ્થાનિક પોલીસ બન્ને ગુનો દાખલ કરી શકશે. દરેક વિસ્તારમાં રોંગ સાઈડ જતા બે-બે સ્પોર્ટ આઇડેન્ટીફાય કર્યા છે. ખાસ કરીને સ્કૂલો બહાર ઝુંબેશ ચાલશે. બાળકોને સ્કૂલે મૂકવા જતા વાલીઓએ ખાસ ધ્યાન રાખવું કે, રોંગ સાઈડમાં વાહન ચલાવવાનું ટાળવું.
બહારગામથી આવતા લોકોએ પણ ખાસ ધ્યાન રાખવું
ખાસ કરીને બહારગામથી રોજ હજારો લોકો અમદાવાદમાં આવે છે. ત્યારે આવા લોકોએ રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવવા ટાળવું જોઈએ.
એકદમ ઓછી કિંમતમાં તમારા ઘર ઉપર સોલાર લગાવીને લાઇટબિલ કરો જીરો- હાલ જ ફોન ઉઠાવીને પૂછપરછ કરો કે કેટલી કિંમતમાં તમારા ઘરનું લાઇટબિલ થઇ જશે જીરો… તો આજે જ સંપર્ક કરો અને લાઇટબિલથી મેળવો છૂટકારો … 9737673768