ગુજરાત રાજ્યમાં જૂન બાદ ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે. ત્યારે ચોમાસુ નવસારીમાં અટવાઈ ગયું છે. પરંતુ વિવિધ સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાવવાને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ ઝાપટા વરસી રહ્યા છે. ત્યારે હજુ પણ આગામી સાત દિવસ માટે હળવો તો ક્યાંક મધ્યમ તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘગર્જનાની પણ સંભાવના છે. ત્યારે આવતીકાલે જેઠ સુદ પૂનમના દિવસે ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલા જગન્નાથ મંદિર રથયાત્રા પૂર્વે જલયાત્રા યોજાય છે તે દરમિયાન અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ જળયાત્રા ના દિવસે મેઘમહેર થઇ હતી.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે. તેનું કારણ જણાવતાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, હાલમાં રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તરોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. તેને કારણે ગુજરાતના ઉત્તરી અને દક્ષિણી ભાગના દરિયાકાંઠામાં આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 23 જૂનના રોજ પણ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. તદુપરાંત આજના દિવસ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘગર્જનાની ચેતવણી હવામાન વિભાગે આપી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટા છવાયા સ્થળોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. આવતીકાલે પણ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની સ્થિતિ એકસમાન રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં છૂટા છવાયા સ્થળો પર હળવા વરસાદની શક્યતા છે. આ સાથે જ આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. જેમાં ક્યાંક ભારે તું ક્યાંક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.
એકદમ ઓછી કિંમતમાં તમારા ઘર ઉપર સોલાર લગાવીને લાઇટબિલ કરો જીરો- હાલ જ ફોન ઉઠાવીને પૂછપરછ કરો કે કેટલી કિંમતમાં તમારા ઘરનું લાઇટબિલ થઇ જશે જીરો… તો આજે જ સંપર્ક કરો અને લાઇટબિલથી મેળવો છૂટકારો … 9737673768