વરલી-મટકાના અડ્ડા પર SMC ત્રાટકી; મુખ્ય સુત્રધાર થયો ફરાર

રાજકોટ: રાજકોટમાં અગ્નિકાંડના પગલે પોલીસ કમિશનર, એડીશ્નલ પોલીસ કમિશનર અને ડીસીપી સહિતના અધિકારીઓને બદલી નખાયા હતા. આમ છતાં પરિસ્થિતિમાં કોઇ ફેર પડયો ન હોય તેમ પોલીસની મીઠી નજર હેઠળ ધમધમતા ગેરકાયદે ધંધા બંધ થયા નથી. થોરાળાના ગંજીવાડા વિસ્તારમાં ખુલ્લેઆમ અને ધોળા દિવસે ધમધમતા વરલી-મટકાના અડ્ડા પર આજે બપોરે એસએમસીએ દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. સ્થળ પરથી મુખ્ય સુત્રધાર મયુરસિંહ ભરતસિંહ ઝાલા સહિતનાઓ ભાગી ગયા હતા. આ જ સ્થળેથી એકાદ વર્ષ અગાઉ પણ એસએમસીએ મયુરસિંહના વરલી-મટકાના અડ્ડા પર દરોડો પાડયો હતો. હાલમાં ૧૫ દિવસથી અડ્ડો ચાલતો હોવાનું એસએમસીની તપાસમાં બહાર આવ્યું છે.

એસએમસીના પીએસઆઇ એમ.એચ. શિનોલે મળેલી ચોક્કસ બાતમીના આધારે આજે બપોરે ગંજીવાડાના નાકે ધમધમતા મયુરસિંહના વરલી-મટકાના અડ્ડા પર દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. દરોડા વખતે મયુરસિંહ પણ સ્થળ પર હાજર હતો પરંતુ તે ભાગી જવામાં સફળ થયો હતો. તેની સાથે ૧૫ જેટલા પંટરો પણ ભાગી ગયા હતા.

સ્થળ પરથી મયુરસિંહનો ખાસ માણસ અને કેશીયર ફિરોઝ અબ્રાહમ પાલેજા (રહે. ગંજીવાડા શેરી નં.૩૪) આંકડા લખનારા અશરફ હારુન દલ (રહે. ગંજીવાડા શેરી નં.૧૭), જગદીશ ઉર્ફે જગો સોમાભાઇ વાઘ (રહે. જંગલેશ્વર) અને શબ્બીર ઉર્ફે દમ્બલો અલીમહમ્મદ ઠેબા (રહે. ભારતનગર-૩) ઝડપાઇ ગયા હતા.

આ પણ વાંચો- નવાબી નગરી પાલનપુર બની રહ્યું છે ટ્રાફિકનું નવું હબ; રિંગરોડની તાતી જરૂરિયાત

જ્યારે મયુરસિંહ (રહે. રામનગર), તેનો માણસ અમીત કોળી (રહે. ચુનારાવાડ ચોક), બીજો માણસ જે.પી.ડી. (રહે. ૧૫૦ ફૂટ રીંગ રોડ), ગ્રાહક બટુક મહારાજ (રહે. ગંજીવાડા) અને બીજો ગ્રાહક ઇકબાલ ઇસ્માઇલ પઠાણ (રહે. ગંજીવાડા શેરી નં.૧૪) ભાગી જતાં આ તમામને એસએમસીએ વોન્ટેડ દર્શાવ્યા હતા.

સ્થળ પરથી એસએમસીએ રૂા.૧.૨૪ લાખની રોકડ, એક વાહન, ૬ મોબાઇલ ફોન મળી કુલ રૂા.૧.૭૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. મુખ્ય સુત્રધાર સાથે કોઇ પોલીસમેનો સંપર્કમાં હતા કે કેમ તે બાબતે પણ એસએમસી કોલ ડીટેઇલના આધારે તપાસ કરશે.

એસએમસીની પ્રાથમિક તપાસમાં આ સ્થળે છેલ્લા પખવાડીયાથી વરલી-મટકાનો અડ્ડો મોટાપાયે ચાલતો હોવાનું બહાર આવ્યું છે. જાણકારોનું સ્પષ્ટ માનવું છે કે સ્થાનિક પોલીસના આશિર્વાદ વગર આ રીતે ૧૫ દિવસથી સરાજાહેર અને ધોળા દિવસે અડ્ડો ચલાવવો શક્ય નથી. જે બાબત જોતા એસએમસી આકરો રીપોર્ટ કરે તેવી સંભાવના નકારાતી નથી. જેના આધારે સ્થાનિક પોલીસ સામે પગલા લેવાય તેવી પુરી શક્યતા છે.

એકદમ ઓછી કિંમતમાં તમારા ઘર ઉપર સોલાર લગાવીને લાઇટબિલ કરો જીરો- હાલ જ ફોન ઉઠાવીને પૂછપરછ કરો કે કેટલી કિંમતમાં તમારા ઘરનું લાઇટબિલ થઇ જશે જીરો… તો આજે જ સંપર્ક કરો અને લાઇટબિલથી મેળવો છૂટકારો … 9737673768