શું ભાજપના રાજમાં ગેરકાયદેસર ધંધાઓ ફૂલ્યા-ફાલ્યા છે?

ભાજપના રાજમાં સામાન્ય વ્યક્તિની મુશ્કેલી પ્રતિદિવસ વધી રહી છે. બેરોજગારી સામે ઝઝૂમતો સામાન્ય વ્યક્તિની મુશ્કેલી મોંઘવારીએ વધારો કરી દીધો છે. તેથી આત્મહત્યાઓના પ્રમાણ વધી રહ્યા છે. ભાજપના રાજમાં બે નંબરીયા જલસા કરી રહ્યા છે તો સામાન્ય ઇમાનદાર લોકો જીવન જીવવા માટે પણ સ્ટ્રગલ કરી રહ્યા છે.

ગુજરાતમાં તો આખી સિસ્ટમ જ ખાડે ગઈ છે. સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓની મીલિભગતના કારણે સામાન્ય જનતાનું જીવન નર્ક સમાન બની ગયું છે. સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓ પોતાની સંપત્તિમાં કરોડો રૂપિયાનો વધારો કરી રહ્યા છે, તો બીજી તરફ ઇમાનદાર લોકોને બે હાથે લૂંટવામાં આવી રહ્યા છે. સામાન્ય લોકોને લૂંટવાના એક નહીં અનેક રસ્તાઓ છે. તમે ગાડી લઈને બહાર નિકળશો તો પણ તમે સરકારી એજન્સીના હાથે લૂંટાઇ જશો. સામાન્ય વ્યક્તિ એકપણ ભૂલ કરે તો તેને દંડાવુ પડે છે.

તો બીજી તરફ ગેરકાયદેસર રીતે ચાલતા ધંધાઓને પરવાનગી આપીને પોતાની તિજોરીઓ ભરવામાં આવી રહી છે તો સામાન્ય લોકોના જીવન સાથે ખેલ પાડવામાં આવી રહ્યું છે. તેમાંય ગુજરાતમાં તો દારૂના વેચાણની તો વાત જ છોડી દો, કેમ કે પડોશી રાજ્ય રાજસ્થાનમાં જેટલા લિગલી ઠેકા સરકારે આપ્યા હશે તેના કરતાં ગુજરાતમાં બેગણા સ્ટેન્ડની પોલીસે પરવાનગી આપેલી હશે તે વાતને કોઈ નકારી શકે નહીં. જણાવી દઇએ કે પોલીસ એકલી જ મલાઇ ખાઇ રહી નથી, ક્યાંકને ક્યાંક પોલીસના મોટા અધિકારીઓ હાથ રાજકીય હાથ હોય જ છે. તેથી તમે વિચારતા હોવ કે પોલીસ જ ભ્રષ્ટ છે તો એવું નથી.

રાજકોટ જિલ્લાના ડેડરવા ગ્રામ પંચાયતના સરપંચે પોતાના ગામમાં દારૂનું દૂષણ બંધ કરાવવા માટે પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયને અરજી કરીને વિનંતી કરી હતી. પરંતુ દારૂનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની જગ્યાએ અપીલ કરનારને જ પોલીસે નોટિસ ફટકારી દીધી. હવે સામાન્ય વ્યક્તિ ગેરકાયદેસર ધંધો કરનારા સામે ઉંચા અવાજે બોલી શકે તેટલો પણ અધિકાર તેના પાસે રહ્યો નથી. પૈસા હોય તે રાજા, બીજી બધા રંક… પૈસાદારો સામે પોતાના અધિકારોને નેવે મૂકી દેવાનો સામાન્ય જનતાનો વારો આવ્યો છે. લોકશાહીમાં સામાન્ય વ્યક્તિની આઝાદી ઉપર તરાપ મારવામાં આવી રહી છે. એકંદરે સામાન્ય વ્યક્તિ ગુલામી તરફ ધકેલાઈ રહ્યો છે.

સ્વભાવિક બાબત છે કે, સામાન્ય વ્યક્તિનું જે થવું હોય તે ભલે થાય પણ પોલીસ અને રાજકીય નેતાઓની ઇન્કમ ઓછી થવી જોઈએ નહીં. ગુજરાતની સામાન્ય જનતા એક ખતરનાક ભ્રમમાં જીવન જીવી રહી છે. તેને લાગી રહ્યું છે કે, સત્તામાં રહેલા નેતાઓ તેમના ભલા માટે કામ કરી રહ્યા છે પરંતુ ખરેખર એવું છે ખરૂ? તે એક મોટો પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ દરેક સામાન્ય વ્યક્તિએ પોતાની રીતે મનોમન વિચારીને જ પોતે જ અને પોતાની જાતને જ આપવો પડશે. કેમ કે જે રીતના ગેરકાયદેસર ધંધા ગુજરાતમાં થઈ રહ્યા છે તે જોતા તો એવું લાગી રહ્યું છે કે, ગુજરાતીઓને કમાણીનો એક સાધન બનાવી દેવામાં આવ્યા છે.

ગુજરાતમાં 30 વર્ષથી રાજ કરનારી ભારતીય જનતા પાર્ટીએ સુશાસન કર્યું હોત તો અત્યાર સુધીમાં ગુજરાતમાં રામ રાજ્ય આવી ગયું હોત. કોઈ જ વ્યક્તિ દૂખી હોત નહીં. પરંતુ હાલમાં દરેક વ્યક્તિ આર્થિક સંકડામણ અનુભવી રહ્યો છે. કમાણી કરતાં ખર્ચો વધારે છે તો કરોડો લોકો તો બેરોજગારીના વિષ ચક્રમાં ફસાયેલા છે. ખેતી અને પશુપાલન ઉપર પણ ભાર વધી ગયું છે.

હિન્દુત્વના નામે ચરી ખાનારી સરકાર હિન્દુઓને જ ખુબ જ ખરાબ રીતે લૂંટી રહી છે. કેમ કે વર્તમાન સમયમાં સામાન્ય વ્યક્તિ પોતાના ઘરમાંથી બહાર નિકળે છે તો તેના ઉપર સરકારની ચાર આંખો હોય છે. ટ્રાફિકનું નિયમન કરનારી એજન્સી એટલે કે ટ્રાફિક પોલીસ સરકારની અને પોતાની તિજોરી ભરવા માટે જનતા પાસેથી કરોડો રૂપિયા વસૂલી રહી છે. તો ટેટ અને ટાટ જેવા અનેક ઉમેદવારોને રોડ-રસ્તાઓ ઉપર ખસેડવામાં આવે છે પરંતુ તેમનો અધિકાર અને હક્ક આપવામાં આનાકાની કરવામાં આવે છે.

રાજકોટમાં થયેલા અગ્નિકાંડ પણ હપ્તા આપો અને ધંધો કરોની નીતિના કારણે જ થયું હતું. આ કાંડમાં ક્યાંકને ક્યાંક મોટા અધિકારીઓથી લઈને મોટા નેતાઓની સંડોવણી સામે આવી શકે છે. જો કે યોગ્ય તપાસ થાય તો? પરંતુ શું તમને લાગે છે કે, યોગ્ય તપાસ થશે અને સામાન્ય લોકોને ન્યાય મળશે?

બૂટલેગર, અનાજ માફિયા, ભેળસેળીયા, નકલી દવા, નકલી દારૂ, નકલી ખાદ્ય ચીજ-વસ્તુઓ, સાયબર ક્રાઇમ, શેર માર્કેટના નામે છેતરપિંડી સહિત અનેક ગેરકાયદેસર ધંધા ગુજરાતમાં ફૂલ્યા-ફાલ્યા છે પરંતુ બંધ કોણ કરાવશે? કોણ સામાન્ય જનતાને મોંઘવારી અને બેરોજગારી સહિત અન્ય જીવલેણ ગેરકાયદેસર ધંધાઓથી બચાવશે?

સરકારી એજન્સીઓ જ ચંદો લઈને ગેરકાયદેસર ધંધો કરવા દઈ રહી છે. તો હવે કોણ બચાવશે? જનતા ઈચ્છે તો તેઓ પોતે જ આ તમામ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકે છે. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને વોટ આપીને? જનતા પણ સામાન્ય વ્યક્તિને વોટ આપવાની જગ્યાએ રાવડીને વોટ આપવાનું પસંદ કરે છે. ભણેલા-ગણેલા વ્યક્તિને વોટ આપવાની જગ્યાએ અભણને વોટ આપીને પોતાના ભવિષ્યને ધંધળું કરી નાંખે છે.

તેથી સામાન્ય વ્યક્તિને જાગૃત થવું પડશે અને ચૂંટણી સમયે પોતાના મતાધિકારનો ખરો ઉપયોગ કરીને સત્તામાં બેસેલા અયોગ્ય ઉમેદવારોને ઘરનો રસ્તો બતાવી દેવો પડશે. કોઈપણ પાર્ટીના ભણેલા-ગણેલા અને ગુનાહિત ઇતિહાસ ન ધરાવતા ઉમેદવારોને ચૂંટીને લાવવા જોઈએ.  હવે તો દેશની પાયાની ગણાતી નીટની પરીક્ષાના પેપર પણ લીક થવા લાગ્યા છે.

દેશ પ્રગતિના પંથે નહીં પરંતુ અધોગતિના પંથે ચાલી રહ્યું છે. તેથી સાવધાન થઇ જાઓ, કેમ કે તમારા જીવન સાથે રમત રમવામાં આવી રહી છે. એક નહીં અનેક રીતે રમત થઇ રહી છે. તમારી પ્રતિદિવસની જીવનચર્યાથી લઈને તમારા ખોરાક સુધીને ઇફેક્ટ કરવામાં આવી રહી છે.

એકદમ ઓછી કિંમતમાં તમારા ઘર ઉપર સોલાર લગાવીને લાઇટબિલ કરો જીરો- હાલ જ ફોન ઉઠાવીને પૂછપરછ કરો કે કેટલી કિંમતમાં તમારા ઘરનું લાઇટબિલ થઇ જશે જીરો… તો આજે જ સંપર્ક કરો અને લાઇટબિલથી મેળવો છૂટકારો … 9737673768