ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસું વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે બુધવારે વધુ કેટલાક તાલુકામાં દોઢ ઈચથી વધુ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢ ઈચથી વધુ વરસાદ પડ્યો હતો.
આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 10 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં ચાર ઈંચ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પોશીનામાં ખાબક્યો છે. ત્યારે જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, આણંદ, ડાંગ, વલસાડ, રાજકોટ, જામગનગર, અમરેલી તેમજ ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પણ છુટોછવાયો વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં વિવિધ જિલ્લામાં વરસાદને પગલે NDRFની 8 ટીમો રવાના કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ જીલ્લામાં NDRFની એક ટીમનું આગમન થયું છે. કમાન્ડર સહિત 30 જવાનોની ટીમ ખડેપગે રહેશે. આ ટીમને ઉનાના દેલવાડા સાયકલોન સેન્ટર ખાતે તૈનાત કરવામાં આવી છે. ટીમ સાથે 4 બોટ, લાઇફ જેકેટ, દોરડા સહિતની વસ્તુઓ સાથે રખાઈ છે.
➡️ગુજરાતમાં NDRFની કુલ 8 ટીમો રવાના
➡️ગીર સોમનાથ જીલ્લામાં NDRFની એક ટીમનું આગમન
➡️કમાન્ડર સહિત 30 જવાનોની ટીમ ખડેપગે
➡️ઉનાના દેલવાડા સાયકલોન સેન્ટર ખાતે ટીમને તૈનાત
➡️4 બોટ, લાઇફ જેકેટ, દોરડા સહિતની વસ્તુઓ રખાઈ#Gujarat #rainalert #girsomnath #ndrf pic.twitter.com/kYGtnTfrx7
— DD News Gujarati (@DDNewsGujarati) June 28, 2024
અમદાવાદ શહેરમાં ગુરુવારે દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ. અને ઉકળાટ-બફારા સાથે ગરમીનું પ્રમાણ યથાવત રહીને મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયુ હતુ. ત્યારે આજે વહેલી સવારે શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. વરસાદી માહોલના કારણે વાતાવરણ ઠંડૂગાર બનતા ગરમીથી છૂટકારો મળ્યો છે.
ગુજરાતમાં ગુરુવારે સવારના 6થી રાતના 8 વાગ્યા સુધીમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છના ત્રણ તાલુકામાં 40 કે તેથી વધુ મી.મી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 46 મી.મી.વરસાદ સાબરકાંઠાના પોશીનામાં નોંધાયો હતો.