રાધનપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે રાધનપુર તાલુકાના તમામ ટી.બી ના દર્દીઓને દાતાઓની મદદથી કઠોળ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૧ કીટનું વિતરણ કરવામાં આવ્યુ .જેમાં અશ્વિનભાઈ દાફડા તરફથી સૌથી વધુ કીટ આપવા મા આવી.જેમાં આ પ્રસંગે ડી.ટી.ઓ ડૉ.દેવેન્દ્રભાઈ પરમાર,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કેતનભાઇ ઠક્કર, અશ્વિનભાઈ દાફડા ચીફ ઓપરેશનલ મેનેજર આઇ.ઓ.સી.એલ. રાધનપુર ની ઉપસ્થિતિમાં પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.
આ પ્રોગ્રામ નો હેતું ટી.બી મુક્ત ગુજરાત બને જે અંતર્ગત નીક્ષય મિત્ર યોજના અંતર્ગત કીટ આપવામા આવી હતી. જે દર્દીઓ ના કઠોળ કીટ ના દાતા નું સન્માન કરવામાં આવ્યું જેમાં આ પ્રસંગે પિયુષભાઈ પટેલ એસ.ટી.એસ, ધીરુભાઈ દરજી, આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા, પી.જે.પટેલ, અશ્વીનભાઈ દલવાડી, જયદીપભાઈ સાધુ, ભવનભાઈ પટેલ સૌ દાતા ની મદદ થી પ્રોગ્રામ ને સફળ બનાવવામાં આવ્યો હતો.