હાલમાં ઉત્તર પ્રદેશના રાજકારણમાં રાજ્ય અને કેન્દ્ર વચ્ચે ખેંચતાણની ચર્ચાઓ વેગવંતી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની કારમી હાર બાદથી પાર્ટીમાં એકતાનું સંકટ જોવા મળી રહ્યું છે. સંગઠન વિરુદ્ધ સરકારના પ્રશ્ન પર પણ પાર્ટીમાં રાજકીય મડાગાંઠ છે. આ દરમિયાન, દિલ્હીમાં યોજાયેલી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાંથી બહાર આવેલા એક વીડિયો પર ભારે ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ આ વીડિયો શેર કર્યો છે અને દાવો કરી રહ્યા છે કે ભાજપમાં યુપી અને દિલ્હી વચ્ચેની ખેંચતાણ એટલી વધી ગઈ છે કે સીએમ યોગીએ PM મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને શુભેચ્છા અને પ્રણામ પણ કર્યા નહીં.
વાઇરલ વીડિયોમાં એવું તો શું છે?
27 અને 28 જુલાઈના રોજ દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સીએમ અને ડેપ્યુટી સીએમ ઉપરાંત PM નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહે પણ ભાગ લીધો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રી હિમંતા શર્મા, રાજસ્થાનના ભજનલાલ શર્મા અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ બેઠકમાં હાજરી આપી હતી.
સીએમ યોગીએ PM મોદીને પ્રણામ પણ કર્યા નહીં
વાઇરલ વીડિયો આ બેઠકનો છે. આ ત્યારનો છે જ્યારે મિટિંગ પછી ફોટોગ્રાફ્સ લેવાના હોય છે. વાઇરલ વીડિયો શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ યોગી અમિત શાહના અભિવાદનનો જવાબ નથી આપી રહ્યા જ્યારે તેઓ હાથ જોડીને રાજનાથ સિંહનું અભિવાદન કરી રહ્યા છે. આ પછી પીએમ મોદી અને જેપી નડ્ડા વીડિયોમાં એન્ટ્રી કરે છે. અહીં પણ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ યોગીએ PM મોદીના અભિવાદનનો જવાબ આપ્યો ન હતો.
PM મોદીએ સીએમ યોગીનાં વખાણ કર્યાં છે
મોદીએ કહ્યું- રાજ્યમાં એક યોજના ચાલી રહી છે, જે દેશના અન્ય રાજ્યોએ પણ લાગુ કરવી જોઈએ. PMએ તમામ રાજ્યોને જલ જીવન મિશન હેઠળ ‘હર ઘર નલ સે જલ યોજના’ પર ભાર આપવા જણાવ્યું હતું. મોદીએ તમામ મુખ્યમંત્રીઓને સંગઠન સાથે વધુ તાલમેલ જાળવવા કહ્યું છે.
આ દરમિયાન, સપા મીડિયા સેલે એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં લખ્યું છે- સીએમ યોગીએ ન તો અમિત શાહને નમસ્તે કર્યુ અને ન તો વડાપ્રધાન મોદીને, તેમણે માત્ર રાજનાથ સિંહને નમસ્તે કહ્યું. સવાલ ઉઠાવતા તેમણે પૂછ્યું કે શું સીએમ યોગીએ પીએમ અને ગૃહમંત્રી સામે ખુલ્લેઆમ બળવો કર્યો છે? કોંગ્રેસ પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે પણ આ વીડિયો પોસ્ટ કર્યો છે.
યોગી આદિત્યનાથ યુપીના અસલ ‘BOSS’
લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદથી જ ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચેલો છે. સતત બદલાઈ રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી બદલવાની વાતો પણ ચર્ચાવા લાગી હતી. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે યુપીમાં યોગી આદિત્યનાથ જ મુખ્યમંત્રી રહેશે, તેઓ જ યુપીના અસલ ‘બોસ’ છે. પીએમ મોદીએ પણ આ અંગે હવે તો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. દિલ્હીમાં થયેલી મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં પીએમ મોદીએ યોગી આદિત્યનાથના ખૂબ વખાણ કર્યા. પીએમ મોદીએ યોગી સરકારની યોજનાઓને બિરદાવતા કહ્યું કે બીજાં રાજયોએ પણ યુપીની નીતિઓને અપનાવવી જોઈએ.
યોગીના નેતૃત્વમાં ચૂંટણી લડાશે
આ અગાઉ સૂત્રોના હવાલેથી એવા સમાચાર આવ્યા હતા કે યોગી સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે ખેંચતાણનો દોર ખતમ થઈ ગયો છે. આ સાથે જ સૂત્રોએ એવું પણ જણાવ્યું કે યોગી આદિત્યનાથ જ યુપીના મુખ્યમંત્રી રહેશે અને 2027ની વિધાનસભા ચૂંટણી સીએમ યોગીના નેતૃત્વમાં જ લડાશે. આ સાથે જ એવા પણ ખબર છે કે કેન્દ્રીય નેતૃત્વ ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યના નિવેદનબાજીથી ખુશ નથી. ગત સપ્તાહ યુપી ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી યુપીમાં ચહેરો બદલવાના મૂડમાં નથી. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે રાજ્યમાં સીએમને બદલવાની કોઈ ચર્ચા કે વાત નથી.
રાજનાથની બાજુમાં બેઠા સીએમ યોગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભાજપના કાર્યાલયમાં ભાજપના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીની બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. ફોટો સેશન દરમિયાન યોગી રાજનાથ સિંહની બાજુમાં પહેલી હરોળમાં બેઠા હતા. ફોટામાં બંને ડેપ્યુટી સીએમ પણ પાછળ જોવા મળે છે.
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ આ વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘ઠીક છે, તો હવે નમસ્તે પ્રણામ પણ બંધ થઈ ગયું છે? બાય ધ વે, ભાજપની સભામાં શોક અને નિરાશાનો આવો માહોલ કેમ?
ખરો મુદ્દો કેમેરા એંગલના ખેલનો છે
કોંગ્રેસ અને સપાના નેતાઓ જે દાવો કરી રહ્યા છે તે સિવાય વાઇરલ વીડિયોમાં અસલી મુદ્દો કેમેરા એંગલનો છે. બીજા કેમેરાના એંગલથી જોવામાં આવે છે કે સીએમ યોગીએ પહેલા પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું. પરંતુ જે એન્ગલમાં વીડિયો વાઇરલ થઈ રહ્યો છે તેમાં સીએમ યોગી થોડા મોડા દેખાય છે, તેથી શુભેચ્છાનો ભાગ કવર થયો નથી. અહીં નીચે યુપી Takના સંપૂર્ણ વીડિયો રિપોર્ટમાં, તમે આ વીડિયોને બંને એંગલથી જોઈ શકો છો. આ વીડિયોમાં સ્પષ્ટ છે કે સીએમ યોગીએ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી છે.