બનાસકાંઠાના ડીસામાં વિદેશી દારૂનો નેક્સ્ટ લેવલે વેપલો; પુષ્પા માઇન્ડ સેટ ધરાવતા બુટલેગરે સિસ્ટમને કરી હેક

Next Level Illegal Trade of Foreign Liquor in Banaskantha Deesa: ડીસા શહેરના ગમે તે ખુણામાં તમે ભલે હોવ તો પણ તમને એકદમ સરળ રીતે અને પોલીસની ડર વગર તમે દારૂ ખરીદી શકો છો અને તેની મજા માણી શકો છો. જાણે તમે પડોશી રાજ્ય રાજસ્થાનમાં હોવ તેવી રીતે જ ડીસામાં તમે દારૂની ખરીદી કરી શકો છો અને તેનો ઉપયોગ પણ કરી શકો છો. આટલા મોટા પાયે પોલીસ ખાતાની સિસ્ટમને હેક કરવી કઇ નાની સૂની વાત નથી. આ માટે વ્યાપારી માઇન્ડ સેટ સહિત પુષ્પા જેવી હિંમત હોવી જરૂરી છે.  પુષ્પા માઇન્ડસેટ વડે જ તેને ધીમે-ધીમે આખા ડીસા ઉપર પોતાનો કબ્જો જમાવી લીધો છે.

વ્યાપારી માઇન્ડ સેટ ધરાવતા આ બુટલેગર આખા ડીસા શહેરનું એકલાહાથે ભરણ ભરી રહ્યો છે. જેવી રીતે અમૂલનું દૂધ લેવા માટે વ્યાપારીઓ મોર્નિંગમાં કેરેટના કેરેટ ઉઠાવતા હોય છે, તેવી સિસ્ટમ બુટલેગરે દારૂના ધંધામાં કરી નાંખી છે. સિસ્ટમ એટલી સરળ રીતે ચાલી રહી છે કે કોઈ સમસ્યા જ આવી રહી નથી. બધુ જ મેનેજ કરી રાખ્યું છે. એક નહીં અનેક સ્ટેન્ડ ધમધમી રહ્યા છે તો ગાડીઓની ગાડીઓ કટિંગ કરવામાં આવી રહી છે. તે છતાં શૂન્ય પ્રોબ્લેમ છે. ગુજરાતમાં બુટલેગરોને ધંધો કરવામાં માથે પરસેવો આવી જતો હોય છે, તેવામાં ડીસાનો આ માસ્ટર માઇન્ડ બુટલેગર શૂન્ય પ્રોબ્લેમથી કામ કરી રહ્યો છે. તેને સિસ્ટમને એટલા સુધી હેક કરી નાંખી છે કે તેની માહિતી પાલનપુરથી આગળ જઈ જ રહી નથી. પોતાની આગવી શૂઝ-બૂઝથી તે વિદેશી દારૂના વેપલાને નેક્સ્ટ લેવલે લઈ ગયો છે અને વર્તમાન સમયમાં કોઈ જ ડર વગર દારૂનો વેપલો કોઇ જ ડર વગર કરી રહ્યો છે.

આ પણ વાંચો- રાજ્યના 18 IASની બદલી, 8 IPSની ટ્રાન્સફર અને નિમણૂંક; અમલદારશાહીમાં ધરખમ ફેરફાર

એક નાનું અંકૂર સમયાંતરે ધીમે-ધીમે મોટું થાય છે. તેવી જ રીતે ડીસાના આ બુટલેગર નાના વૃક્ષમાંથી મોટું વટવૃક્ષ બની બેસ્યો છે, જેનો છાયડો અન્ય નાના-મોટા બુટલેગરો માટે આશિર્વાદ રૂપ છે. જો આ વટવૃક્ષને રોકવામાં આવશે નહીં તો સમાજમાં એટલા મોટા પાયે દારૂનું સામાજિક દૂષણ ઘુસેડી દેશે કે હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં પરિવારોનું સુખ-ચેન-શાંતિ છીનવી શકે છે. તેથી આવા ક્રિમિનલ માઇન્ડ સેટ ધરાવતા પુષ્પાને નાથ વાળવી જરૂરી છે. જો કે, યક્ષ પ્રશ્ન તે છે કે, પુષ્પાને નાથ વાળશે કોણ? કેમ કે બનાસકાંઠાની પોલીસની સિસ્ટમ તો તેને હેક કરેલી છે, તો પછી કોણ?

આ માસ્ટર માઇન્ડ બુટલેગર વિશે વિસ્તારપૂર્વક જાણકારી મેળવવા અને તેને કોણ નાથ વાળશે તેની રોમાંચક સ્ટોરી વાંચવી હોય તો જોતા રહો ગુજરાત ટાઇમ્સ24 ..