જૂનાડીસામાં સોયેબ નામના ભંગારીએ કર્યો સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો

ડીસા: વર્તમાન સમયમાં સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર કબ્જો કરવાના કેસોમાં વધારો થયો છે. આવો જ એક કેસ જૂનાડીસા પંથકમાં જોવા મળી રહ્યો છે. જૂનાડીસામાં આવેલા સોએબ નામના ભંગારીએ સરકારી જમીન ઉપર કબ્જો કરીને એકથી વધારે કાયદાઓનો ભંગ કર્યો છે. સૌપ્રથમ તો જણાવી દઇએ કે, આ ભંગારીએ સરકારી જમીન ઉપર પોતાના ભંગારની ચીજ-વસ્તુઓનો ખડકલો કરીને ગેરકાયદેસર કબ્જો જમાવી લીધો છે.

તે ઉપરાંત આ ભંગારી સોએબે વધુ એક ગંભીર ગુનો તે કર્યો છે કે, તેને ફોરેસ્‍ટ કન્‍ઝર્વેશન એક્‍ટ-એફસીએ (વન સંરક્ષણ કાયદો)નો પણ ભંગ કર્યો છે. કેમ કે, સોએબ દ્વારા કરવામાં આવેલા દબાણના વિસ્તારની મોટા ભાગની જમીન વન વિભાગ હેઠળ આવેલી છે.

તો જણાવી દઇએ કે વન સંરક્ષણ કાયદો (એફસીએ), 1980 જંગલની જમીનના બિનવનીય ઉપયોગને નિયંત્રિત કરવા માટે નિયમો અને માર્ગદર્શિકાઓ ધરાવે છે. જંગલની જમીનના અન્‍ય હેતુ માટે ઉપયોગ માટે કેન્‍દ્ર સરકારની આગોતરી પરવાનગી જરૂરી છે. જંગલની જમીનની અન્‍ય હેતુના ઉપયોગ માટે માંગણી કરનારી ઉપયોગકર્તા સંસ્‍થાઓએ વન સંરક્ષણ કાયદો, 1980 નીમાર્ગદર્શિકા ઓ અનુસાર અન્‍ય દસ્‍તાવેજો અને નકશાઓ સાથે સૂચિત ફોર્મેટમાં દરખાસ્‍ત રજૂ કરવાની હોય છે. તેને મંજૂરીની પ્રક્રિયા જિલ્લા, સર્કલ, રાજ્‍ય, ક્ષેત્રીય અને રાષ્ટ્રિય સ્‍તરે ચકાસણી અને પ્રમાણિતતાને સાંકળે છે. માર્ગદર્શિકામાં જણાવ્‍યા પ્રમાણે પરવાનગી આપવાની સત્તા રાજ્‍ય સરકાર અને ભારત સરકાર હસ્‍તક છે. દરખાસ્‍તોને નાયબ વન સંરક્ષક, સંબંધિત મુખ્‍ય વન સંરક્ષક, અને ગુજરાત સરકાર તથા ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયને આગળની રજૂઆત માટેના અધિકૃત અધિકારી દ્વારા આગળ વધારાય છે.

તો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છ કે, શું ભંગારી સોયબ દ્વારા ઉપરોક્ત તમામ પ્રકારની મંજૂરીઓ મેળવી લીધી છે. જો મંજૂરી મેળવી નથી તો એક અન્ય પ્રશ્ન ઉદ્દભવે છે કે વન વિભાગ કેમ કોઈ પગલા ભરી રહ્યું નથી. શું વન વિભાગને ખ્યાલ નથી કે તેમની જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યો છે કે પછી ભંગારી સોયબ ઉપર કોઈના ચાર હાથ છે. ખેર, આ અંગેનો વધારો ખુલાસો આગામી લેખમાં કરીશું કે ક્યાં ખિચડી પાકી રહી છે.

આ પણ વાંચો– સાબરમતી નદી પહેલીવાર બે કાંઠે વહેતી થઈ; ત્રણ ફૂટ ઊંચા વહેણ ઉઠતા લોકોમાં ખુશી

આ કેસને લઈને ડીસાના આરએફઓ એલડી રતડાના નિવેદન લેવા માટે તેમનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં વી હતી પરંતુ તેમને ફોન ઉપાડ્યો નહતો. તેથી તેમનું નિવેદન ટાંકી શકાયું નથી. જોકે આગામી અહેવાલમાં તેમનો કોન્ટેક્ટ કરીને તેમનું નિવેદન લેવામાં આવશે.

જો કે, આ કેસમાં જૂના ડીસાના તલાટી હેમંત પંચિવાલા સાથે વાત થતાં તેઓ સરકારી જમીન ઉપર કરેલા ગેરકાયદેસર કબ્જાથી અજાણ હોવાનું જણાવ્યું હતું. તેમને વધુમાં જણાવ્યું હતું કે, હવે ધ્યાને આવતા સ્થળ તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તે ઉપરાંત જૂનાડીસા ગામના વહીવટદાર લક્ષ્મણ ઠાકોર દ્વારા આ અંગે કંઇ જણાવવાનું ટાળ્યું હતું.

તેથી ક્યાંકને ક્યાંય ગામનું વહીવટ કરનારા લોકોની બેદરકારી અને કામ પ્રત્યેની પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવવામાં આવતી નહોવાનું જાણવા મળી રહ્યું છે. પોતાના કામથી નિષ્ક્રિયતાના કારણે સોયેબ જેવા લેભાગુઓ સરકારી જમીન ઉપર કબ્જો કરવાની હિંમત કરે છે. જો સરકારી અધિકારીઓ અને ગામના સરપંચની અવેજમાં રહેલા વહીવટદાર પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી હોત તો સોયેબની સરકારી જમીન ઉપર કબ્જો કરવાની હિંમત થઇ નહતી.

જૂનાડીસાના તલાટી હેમંત પચિવાલાએ યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી હતી. હવે તે જોવાનું રહ્યું કે, પંચિવાલા કેવા પગલા ભરે છે. તો ગામના વહીવટદાર લક્ષ્મણ ઠાકોરે પોતાની ફરજ સમજીને સરકારી જમીન ઉપર રહેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે નોટિસ ફટકારીને કાર્યવાહી કરવી રહી.

તે ઉપરાંત આ ભંગારી દાંતિવાડાથી નિકળતી નહેર પાસે પોતાના ભંગારનો ખડકલો કર્યો છે. કેમિકલ ભરેલા મોટા-મોટા બેરલો તે સીધા નહેરમાં જ ખાલી કરતો હોવાના કથિત રીતે દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આમ આ ત્રીજો મોટો ગંભીર ગુનો માથાભારે ભંગારી સોયેબ કરી રહ્યો છે. સરકારના એક નહીં પરંતુ ત્રીજા વિભાગના કાયદાઓને પણ તેને અભરાઇ ઉપર ચડાવી દઇને જંગલમાં મંગલ કરી રહ્યો છે.

આ અંગે સિંચાઇ વિભાગના અધિકારી સાથે કોન્ટેક્ટ થઇ શક્યો નહતો. તેથી તેમનું નિવેદન આગામી રિપોર્ટમાં પ્રકાશિત કરવામાં આવશે. ગેરકાયદેસર કબ્જા અંગે સોયેબ ભંગારીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તે પાછલા બે વર્ષથી સરકારી જમીનનો ઉપયોગ કરી રહ્યો છે. સ્પષ્ટ છે કે, તેને ખ્યાલ છે કે, તેને જે જગ્યાએ ફેન્સિંગ તાર વડે કબ્જો જમાવ્યો છે, તે સરકારી જમીન છે. તે છતાં પણ તેને તારની વાળ બનાવી દીધી છે. સોયેબ ભંગારીએ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું છે કે, તેને સરકારી જમીનના ઉપયોગને લઇને એકપણ પ્રકારની મંજૂરી મેળવી નથી.

આ પણ વાંચો- દિલ્હીમાં કોચિંગ સેન્ટરની દુર્ઘટના અંગે થયા ચોંકાવનારા ખુલાસા; અંતે પૈસાની લાલચ આવી સામે

જણાવી દઇએ કે, રોડને એકદમ અડીને ભંગારનો ખડકલો કર્યો હોવાથી જો કોઈ બાઇક ચાલક કે ગાડી પોતાનું કંટ્રોલ ગુમાવે છે અને ભંગાર સાથે અથડાય છે તો તેનું બચવું મુશ્કેલ બને છે. તે ઉપરાંત આ જગ્યા ઉપર પાછલા બે વર્ષમાં અનેક અકસ્માત થયાની માહિતી પણ મળી રહી છે. આ માહિતી માટે પોલીસ સ્ટેશનમાં આરટીઆઈ કરવામાં આવી છે, તેથી આગામી રિપોર્ટમાં સોયેબના ભંગારના કારણે કેટલા લોકોના જીવ ગયા છે તેની માહિતી પણ આપવામાં આવશે.

ભંગારી કરી રહ્યો છે રોડ કંટ્રોલ એક્ટનો પણ ઉલ્લંઘન

હજું તો વધુ સાંભળો રોડ કંટ્રોલ એક્ટ 1964માં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નેશનલ હાઇવે અથવા સ્ટેટ હાઇવે પર રસ્તાની મધ્ય રેખાથી 75 ફૂટ, મુખ્ય ડિસ્ટ્રીકટ રોડ પર 60 ફૂટ અને સામાન્ય જિલ્લા માર્ગ પર 50 ફૂટનું અંતર રાખવું જરૂરી છે. આટલું અંતર છોડ્યા પછી જ કોઈપણ ખુલ્લું બાંધકામ કે બાઉન્ડ્રી વગેરે બાંધકામનું કામ થઈ શકશે. પરંતુ ભંગારી સોએબે તો 15 ફૂટમાં જ પોતાનું સામ્રાજ્ય ઉભુ કરીને રોડ કંટ્રોલ એક્ટની એસી કી તેસી કરી નાંખી છે.

આ અંગે સ્ટેટ હાઇવેના અધિકારીઓ સાથે કોન્ટેક્ટ કરવામાં આવી રહ્યો છે. તેથી આગામી અહેવાલમાં આરએફઓ સહિત હાઇવે ઓર્થોરિટીના અધિકારીઓના નિવેદન ટાંકવામાં આવશે.

હવે વિચાર કરો કે જે અસામાજિક તત્વ સરકારના ચાર-ચાર વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરતો હોય તે સામાન્ય વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરતો હશે. આ ભંગારીના કારણે આસપાસના રહિશો ત્રાસી ગયા છે. રોડ-રસ્તાઓ ઉપર અણિદાર ચીજ-વસ્તુઓ નાંખવાના કારણે રહિશોને ગાડીઓ લઈને પણ ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ સોયેબ ભંગારીએ લોકશાહીમાં બંધારણ દ્વારા આપવામાં આવેલા સામાન્ય નાગરિકોના હક્કો અને અધિકારોને પણ તાક ઉપર રાખી દીધા છે.

જો ભંગારી સોયેબ ઉપર ઉપરોક્ત ચારેય વિભાગો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો વર્ષો સુધી જેલના સળીયા ગણવા પડી શકે છે. કેમ કે સરકારી જમીન ઉપર કબ્જો કરવાના આરોપમાં ઓછામાં ઓછા 14 વર્ષ સુધી અમદાવાદ સાબરમતી જેલના ભજિયા ખાવા પડી શકે છે. તો વિચાર કરો કે અન્ય ત્રણ વિભાગો કેટલા વર્ષની લગાવશે?

ઉલ્લેખનિય છે કે, વર્તમાન સમયમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને ધીરેધીરે પચાવી પાડવાના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આના પાછળ સરકારી અધિકારીઓની આળસ સૌથી મોટું કારણ છે. યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નહોવાના કારણે અસામાજિક તત્વોની હિંમત વધી રહી છે, તો બીજી તરફ સરકારી તિજોરીને કરોડો રૂપિયાની ચપત લાગી રહી છે. આ રૂપિયા ભ્રષ્ટાચારી અધિકારીઓના ખિસ્સામાં જતાં હોય છે.

સોયેબ બેનામી મિલકનો માલિક

વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, ભંગારી સોયેબ બેનામી મિલકતનો માલિક છે. તેના પાસે ફોર્ચ્યુનર, થાર જેવી લક્ઝરી ગાડીઓ સહિત પાલનપુર, ડિસા, છાપી, અમદાવાદ સહિત કરોડો રૂપિયાની મિલકત વસાવી રાખી છે. આ અંગેનો વધુ ખુલાસો આગામી રિપોર્ટમાં કરીશું કે કેવી રીતે બેનામી મિલકતનો રાજા બની બેસ્યો છે.