રાજ્ય સરકારે 18 IAS અધિકારીની બદલી કરી છે. જેમાં મનોજ કુમાર દાસને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત જયંતી રવિ ગુજરાતમાં પરત લાવવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા ટ્રાન્સફરમાં સુનયના તોમર, પંકજ જોષી, મનોજ કુમાર દાસ, જયંતી રવિ, પી.સ્વરૂપ, અંજુશર્મા, એસ.જે.હૈદર, જગદીશ પ્રસાદ ગુપ્તા અને ડો.ટી નટરાજન, રાજીવ ટોપનો, રાકેશ શંકર, કે.કે. નિરાલા, રાજેશ મંજુ, એ.એમ.શર્મા, મમતા વર્મા અને મુકેશ કુમારનો સમાવેશ થાય છે.
પોંડીચેરીથી પરત બોલાવીની જયંતી રવિને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. બોલાવી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, હાલમાં જ કે. કૈલાસનાથનને પુડુચેરીના LG બનાવાયા હતા. આમ બન્ને અધિકારીની અદલા બદલી કરવામાં આવી છે.
રાજ્યમાં સનદી અધિકારીઓની બદલી
- સુનૈના તોમર શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ
- મનોજ દાસની મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમુણક
- ડૉ. જયંતી રવીને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ
- ડૉ. ટી નટરાજને નાણાં વિભાગના મખ્ય સચિવ બનાવ્યા
- નવા શિક્ષણ સચિવ બન્યા મુકેશ કુમાર
- રાજીવ ટોપનો ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષ
- એસ. જે. હૈદરને ઉર્જા અને પેટ્રો કેમિકલના અધિક મુખ્સ સચિવ
- વિનોદ રાવ સચિવ શ્રમ અને રોજગાર
- પંકજ જોશીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટના વધારાનો હવાલો
- વાહન વ્યવહાર કમિશનર તરીકે અનુપમ આનંદ
- જયંતિ એસ રવિ મહેસુલ વિભાગમાં અધિક મુખ્ય સચિવ
- અંજુ શર્મા ACS કૃષિ અને વેલફેર તરીકે નિમુણક
- જેપી ગુપ્તા ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગના અધિક મુખ્ય સચિવ
- ડૉ.એસ મુરલીકૃષ્ણનને ચૂંટણી પંચમાં આયુક્ત સ્પેશલ ડ્યૂટી
- રાકેશ શંકર સચિવ મહિલા અને બાળ વિકાસ
- મમતા વર્મા ACS ઉદ્યોગ અને ખાણ તરીકે નિમુણક
આ ઉપરાંત 8 IPS અધિકારીઓની બદલી અને નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવ્યા છે.