હિમાચલ પ્રદેશના અનેક જિલ્લામાં ભારે વરસાદનો પ્રકોપ જોવા મળ્યો છે. સતત મૂશળધાર વરસાદના કારણે અનેક પુલ વહી ગયા છે. પહાડો પણ ધસી રહ્યા છે. હાઈવે ડૂબી ગયા છએ. તેમજ કેટલાય શહેર સંપર્ક વિહોણા બન્યા છે. વરસાદનો કહેર સતત વધી રહ્યો છે. ભારે વરસાદના કારણે હિમાચલની મોટી નદીઓ સહિત નાની-મોટી અન્ય નદીઓ પણ છલકાઈ ગઈ છે.
કુલ્લૂ જિલ્લામાં વાદળા ફાટતાં તબાહી સર્જાઈ છે. જેનો રૂવાંડાં ઉભા કરી દે તેવો વીડિયો સામે આવ્યો છે. કુલ્લૂના મલાણા વિસ્તારમાં મોડી રાત સુધઈ ભારે વરસાદના કારણે પાર્વતી નદીનો પ્રવાહ વધી ગયો છે, જેના કારણે કેટલાય ઘર અને ગાડીઓ તણાઈ ગયા છે. ચાર માળની ઈમારત માત્ર સાત સેકેન્ડમાં પાર્વતી નદીમાં તણાઈ જતી વીડિયોમાં જોવા મળ્યું છે. કુલ્લૂ જિલ્લામાં વ્યાસ અને પાર્વતી નદીઓ જોખમી માર્કથી ઉપર વહી રહી છે. મલાણા ગામમાં નિર્માણાધિન પાવર પ્રોજેક્ટનો ડેમ પણ ઓવરફ્લો થયો છે.
રામપુરમાં 19 લોકો ગુમ
સૌથી વધુ નુકસાન નિરમંડ ઉપમંડળના બાગીપુલમાં થયું છે. અહીં કુર્પન ખડમાં પુર આવતાં બાગીપુલમાં નવ મકાન તણાઈ ગયા છે. જેમાં એક મકાનમાં રહેતો એક પરિવાર પુરમાં તણાઈ ગયો છે. શિમલા જિલ્લાના રામપુરમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી તબાહીમાં 36 લોકો ગુમ છે. અહીં વાદળ ફાટ્યું છે. ગુમ 19 લોકોની હજી સુધી કોઈ ભાળ મળી નથી. શિમલા ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યમ આ અંગે માહિતી આપી હતી. રાતના અંધારામાં સેંકડો લોકો પોતાનો જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા હતા.
Horrific scenes emerging from various parts of Himachal Pradesh. The building of Shat Sabji Mandi in Manikaran collapsed after being hit by heavy rains.#HimachalPradesh pic.twitter.com/NCYStzKadZ
— Nikhil saini (@iNikhilsaini) August 1, 2024
સરકારની અપીલ
સરકારે કુલ્લૂ જિલ્લાના જિયા અને ભુંતર સહિત નદી તટ પર રહેતાં તમામ લોકોને પોતાના ઘર ખાલી કરી સુરક્ષિત સ્થળે પલાયન કરવા અપીલ કરી છે. તેમજ તીર્થન નદીમાં પણ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. તેથી તમામને નદી-નાળાથી દૂર સુરક્ષિત સ્થળો પર રહેવા અપીલ કરી છે.
હિમાચલ પ્રદેશમાં આગામી 36 કલાકમાં 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાનું એલર્ટ જારી છે. હવામાન વિભાગે બુલિટેન જારી કરી બિલાસપુર, ચંબા, હમીરપુર, કાંગડા, કુલ્લૂ, મંડી, શિમલા, સિરમોર, સોલ, અને ઉનામાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઘણા ક્ષેત્રોમાં ભુસ્ખલન અને અચાનક પુરની તારાજી સર્જાઈ શકે છે. જેથી સ્થાનિકો અને પર્યટકોને સાવચેતી સાથે સલામત સ્થળે રહેવા સલાહ આપી છે.