Water Leakage in New Parliament: દેશની રાજધાની દિલ્હી (Delhi) બુધવારે (31 જુલાઈ) સાંજે ભારે વરસાદને પગલે પાણી-પાણી થઈ ગઈ હતી. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. તો ભારે વરસાદને પગલે નવી સંસદ ભવનના પરિસરમાં પણ છત પરથી પાણી ટપકવા લાગ્યું હતું. ત્યારે હવે નવી સંસદ ભવનના પરિસરમાં પાણી ટપકતાં જ વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર નિશાન સાધીને જૂની સંસદ સાથે સરખામણી કરી રહ્યા છે. અનેક વિપક્ષી નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આકરી પ્રતિક્રિયા આપી હતી.
નવી સંસદ કરતા જૂની સંસદ સારી હતી : અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના અધ્યક્ષ અને લોકસભા સાંસદ અખિલેશ યાદવે (Akhilesh Yadav) એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છેકે ‘આ નવી સંસદ કરતા તો જૂની સંસદ સારી હતી, જ્યાં જૂના સાંસદો પણ આવીને મળી શકતા હતા. તો ફરી જ્યાં સુધી કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સંસદમાં પાણી ટપકવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યાં સુધી જૂની સંસદમાં જઈએ. જનતા સવાલ કરી રહી છે કે ભાજપ સરકાર (BJP Government)માં બનેલી દરેક નવી છતમાંથી પાણી ટપકવું એ તેમની વિચારપૂર્વક બનાવેલી ડિઝાઈનનો ભાગ છે કે પછી…’
આ પણ વાંચો- બનાસકાંઠાના ડીસામાં વિદેશી દારૂનો નેક્સ્ટ લેવલે વેપલો; પુષ્પા માઇન્ડ સેટ ધરાવતા બુટલેગરે સિસ્ટમને કરી હેક
કોંગ્રેસ સાંસદે પણ સરકાર પર નિશાન સાધ્યું
તમિલનાડુની વિરુધુનગર લોકસભા સીટના કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોર દ્વારા પોસ્ટ કરવામાં આવેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. શેર કરવામાં આવેલા વીડિયોમાં સંસદની નવી ઇમારતની અંદર પાણી લીકેજ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે છતમાંથી પાણી લીક થઈ રહ્યું છે અને પાણીને ફેલાતા અટકાવવા માટે ફ્લોર પર ડોલ મૂકવામાં આવી છે.
इस नई संसद से अच्छी तो वो पुरानी संसद थी, जहाँ पुराने सांसद भी आकर मिल सकते थे। क्यों न फिर से पुरानी संसद चलें, कम-से-कम तब तक के लिए, जब तक अरबों रुपयों से बनी संसद में पानी टपकने का कार्यक्रम चल रहा है।
जनता पूछ रही है कि भाजपा सरकार में बनी हर नई छत से पानी टपकना, उनकी… pic.twitter.com/PpJ36k6RJm
— Akhilesh Yadav (@yadavakhilesh) August 1, 2024