પાલનપુર ટ્રાફિક પોલીસે દર્શાવી ઈમાનદારી; એક ગરીબ વ્યક્તિના મોઢા પર લાવી દીધું સ્મિત

પાલનપુર ટ્રાફિક પોલીસની ઈમાનદારી બતાવીને એક મધ્યમ વર્ગના વ્યક્તિને તેનું પોકેટ પરત કર્યું છે. પાલનપુર ગુરૂનાનક ચોક પાસે આવેલી ચોકી ઉપર ASI રમેશ ભાઇ બાવલેચા ડ્યુટી નિભાવી રહ્યાં હતા. આ દરમિયાન રોડ ઉપર તેમને એક પોકેટ મળી આવ્યું હતું.

આ પોકેટ મળતા રમેશ ભાઇ સાથે તેમના ફરજ નિભાવતા ટીઆરબી જવાન ચિરાગ દરજી અને કલ્પેશ ચૌહાણે પોકેટને ચેક કરતાં ચૂંટણી કાર્ડ તેમજ 1020 રૂપિયા મળી આવ્યા હતા. તે ઉપરાંત અન્ય જરૂરી ડોક્યુમેન્ટ પણ હતા. તે ઉપરાંત અન્ય એક ડોક્યુમેન્ટમાંથી મોબાઈલ નંબર પણ મળી આવ્યો હતો.

આ મોબાઈલ નંબર ઉપર ફોન કરતાં ઠાકોર લવજી ભાઈ સેધા ભાઇનો સંપર્ક કરી શકાયો હતો. આ દરમિયાન ટ્રાફિક એસએસઆઈ રમેશ ભાઈએ લવજી ભાઇને ટ્રાફિક પોઈન્ટ ગુરૂનાનક ચોક આવીને તેમનું પોકેટ લઈ જવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, વર્તમાન સમયમાં ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં ઇમાનદારી દર્શાવતા કિસ્સાઓ ઘણા ઓછા સામે આવતા હોય છે.

તો બીજી તરફ એક ગરીબ વ્યક્તિ માટે એક હજાર રૂપિયાની ગણી મોટી ગણાય છે. કેમ કે હાલમાં એક તરફ મોંઘવારી વધી રહી છે તો બીજી તરફ કામ ધંધામાં ભારે મંદી ચાલી રહી છે. તેવામાં એક મધ્યમ વર્ગના વ્યક્તિને પોતાના ડોક્યુમેન્ટ સહિત પોતાના મહેનતના પૈસા પરત મળતા મોઢા ઉપ એક અલગ જ ખુશી જોવા મળી હતી.