પાલનપુર: આપણે પ્રથમ સ્ટોરીમાં ડીસાના વ્યાપારી માઇન્ડસેટ ધરાવતા અને પુષ્પા ફિલ્મના પાત્ર જેવી હિંમત ધરાવતા બૂટલેગર વિશે ટૂંકમાં ચર્ચા કરી હતી. આજે તેના સામ્રાજ્ય વિશે વાત કરીશું. આપણે આપણા અહેવાલમાં બુટલેગરને પુષ્પા નામ તરીકે સંબોધિત કરીશું.
ડીસા પંથકમાં દારૂના દૂષણને ઘરે-ઘર સુધી પહોંચાડવા માટે પુષ્પા બુટલેગરની વર્ષોની મહેનત લાાગેલી છે. બાળપણથી જ દારૂના વેચાણમાં જોડાયેલો હોવાના કારણે ખુબ જ બહોળો અનુભવ ધરાવે છે. વર્તમાન સમયમાં સામાજિક દૂષણ ગણાતા દારૂને ડીસા પંથકમાં ફેલાવવા માટે પુષ્પા સૌથી મોટી ભૂમિકા ભજવી રહ્યો છે. આ ગેરકાયદેસર કામમાં પુષ્પાને સાથ સહકાર આપવા માટે પોલીસનો એક વહીવટદાર કામે લાગેલો છે. જે ડીસાના ઉપલા અધિકારીઓથી લઈને પાલનપુરના ઘરો સુધીની મુશ્કેલીઓનું નિવારણ લાવવાનું કામ કરતો હોય છે.
વહીવટદારની મદદથી બુટલેગર પુષ્પાએ પોલીસ વિભાગના કેટલાક અધિકારીઓને પોતાના પક્ષમાં કરીને એક એવી નિરંતર સિસ્ટમ ઉભી કરી છે કે, તેના ગ્રાહકો એટલે કે દારૂ પીનારાઓને તકલીફ પડવા દેવામાં આવતી નથી. તે ઉપરાંત અન્ય નાના બુટલેગર કે જેઓ તેના પાસેથી માલ લઈને વેચાણ કરે છે, તેમની પણ સુરક્ષાનો યોગ્ય બંધોબસ્ત કરવામાં આવેલો છે. એક ફોન કોલ કરો અને તમારા લોકેશન ઉપર બિયરથી લઇને તમામ પ્રકારનો વિદેશી દારૂ તેનો વ્યક્તિ આપી જાય તેવી સિસ્ટમ બનાવી રાખી છે. દારૂ આપવા આવનારને રસ્તામાં ક્યારેય પોલીસ કર્મચારીઓ રોકતા નથી. આખા ડીસામાં ગમે તે સ્થળે તમે સરળતાથી દારૂ મંગાવી શકો છો. એક વિશ્વસનિય સુત્રના જણાવ્યા અનુસાર, આ તમામ બાબતોનું ખ્યાલ રાખવા અને પોતાના ધંધામાં પોલીસ વિભાગ તરફથી કોઈ અડચણ ન આવે તે માટે પુષ્પા લાખો રૂપિયા મનમમ મનું ભરણ ભરી રહ્યો છે.
તો એક અન્ય ચોંકાવનારી બાબત તે પણ જાણવા મળી રહી છે કે, પુષ્પા પાસેથી થતી ગેરકાયદેસરની આવકની સારસંભાળ રાખનારા અને ડીસામાં ડ્યુટી કરતા વહીવટદાર પાલનપુર પોલીસ કમિશ્નરના આંટા-ફેરા વધારી રહ્યો છે. પોલીસ કમિશ્નર કચેરીનાં આંટા-ફેરા વધારવા પાછળનું કારણ શું? તેનો ચોક્કસ જવાબ પણ આગામી લેખમાં આપીશું.
આ પણ વાંચો- અમદાવાદ-થરાદ હાઈવે માટે 10 હજારથી વધુ ખેડૂતોની 1300 હેક્ટર ખેતીની જમીન કરાશે સંપાદન
ખેર, પુષ્પાના મસમોટા વેપલા વિશે અને શંકાસ્પદ ભૂમિકામાં રહેલા વહીવટાદ વિશે અક્ષયરાજનું નિવેદન લઈને આગામી રિપોર્ટમાં અન્ય ખુલાસાઓ કરીશું. ઉલ્લેખનિય છે કે પાલનપુરને અડીને આવેલા ડીસામાં આટલા મોટા પાયે વિદેશી દારૂનો વેપલો ચાલતો હોવા છતાં જિલ્લાના એસપી તેના વિશે જાણતા નહોય તે યોગ્ય ગણાય ખરૂં? તેથી આગામી સમયમાં આપણે બનાસકાંઠા જિલ્લાના અધિક્ષક અક્ષયરાજ મકવાણાને પણ પુષ્પા અંગેની જાણકારી આપીને તેમનું નિવેદન લઈશું.
પોલીસની વર્ધી પહેરીને બુટલેગરનું કામ કરતાં વહીવટદાર વિશે પણ આગામી લેખમાં મસમોટા ખુલાસા કરીશું. એકદમ ભોળો ચહેરાવાળો વહીવટદારને જોતા તો ક્યારેય એવું ન લાગે કે આ પોલીસ કર્મચારી એક બુટલેગરના ગેરકાયદેસર ધંધાઓને છાવરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.
નવા-નવા કિમિયા અજમાવી રહ્યો છે બુટલેગર પુષ્પા
વિશ્વસનિય સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, પુષ્પાએ પોતાના ધંધાના વિકાસ માટે દારૂના વેચાણ કરવા માટે અવનવા કિમિયાઓનો જન્મ કરી રહ્યો છે. વિદેશી દારૂના વેચાણ માટે ઇ-બાઇકનો પણ ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પુષ્પાના કેટલાક કામ તેને ઓરિજનલ વિલન બનાવી રહ્યો છે. જેમ કે તે નાના બાળકો પાસે પણ દારૂનું વેચાણ કરાવીને ધૃણાસ્પદ કામ કરી રહ્યો છે.
આ પુષ્પા કોણ છે? આ પ્રશ્ન તમારા મનમાં ઉદ્દભવે તે સ્વભાવિક છે. પરંતુ તમારી આતુરતાને ટૂંક જ સમયમાં પૂરી કરવામાં આવશે.
આ પણ વાંચો- થરાદ-ડીસા, મહેસાણા-અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરિડોર વિશે તમે શું જાણો છો? ક્લિક કરીને મેળવો જાણકારી