પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં 13 જૂલાઇના દિવસે જાગૃત્તિ ઇમેઝિંગ સેન્ટરમાં એક વ્યક્તિ સીટી સ્કેન કરાવવા માટે આવે છે. તે પોતાના શરીરમાં રહેલા રોગની ઓળખ કરીને તેની સારવાર કરાવીને સ્વાસ્થ્ય થવાના ઈરાદા સાથે આવ્યો હતો. પરંતુ તે વ્યક્તિએ સ્વપ્નામાં પણ વિચાર્યું નહીં હોય તેવું બની બેસે છે. જ્યારે વ્યક્તિ સીટી સ્કેન કરાવવા માટે રૂમમાં દાખલ થાય છે, ત્યાં તેના ઇન્જેક્શન થકી દવા આપવામાં આવે છે. આ દવા આપ્યા પછી વ્યક્તિના દિલના ધબકારા વધવા લાગે છે અને એકાએક તે બેહોશીની હાલતની તરફ પ્રયાણ કરે છે. અંતે વ્યક્તિનું મૃત્યું થઇ જાય છે.
એક 50 વર્ષના વ્યક્તિનું અચાનક મૃત્યુ થતાં પરિવારને આંચકો લાગે છે. પરિવાર ડોક્ટર ઉપર આક્ષેપ કરતાં હોબાળો કરે છે કે, ડોક્ટરે દવાનો ડોઝ વધુ આપતા અમારા પરિવારના સભ્યનું મોત થઇ ગયું છે. કેમ કે તેઓ ઘરેથી એકદમ સમાસાજા આવ્યા હતા. તેમને તો માત્ર એક નાનકડી બિમારીને પકડીને તેનું નિદાન કરાવવું હતું. તે બિમારી પણ એવી નહતી કે, તેનાથી કોઈ વ્યક્તિનું એકદમ અચાનનક મૃત્યું થઇ જાય.
પરિવાર પોલીસને બોલાવે છે. પોલીસ, પરિવાર અને ડોક્ટર બંનેની વાત સાંભળે છે અને કેસને ઉકેલવાની કોશિશમાં લાગી જાય છે. આ દરમિયાન મૃતદેહને પીએમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે. ખુબ જ આક્રોશ હોવાના કારણે અને કંઇ અજુંગતુ ન બને તે માટે પોલીસ સતર્ક રહે છે. સિવિલ હોસ્પિટલમાં પણ મૃતદેહનું પીએમ ત્રણ ડોક્ટરોના પેનલ દ્વારા કરાવવામાં આવે છે. મૃતક વ્યક્તિના શરીરના કેટલાક ભાગ અમદાવાદ વિષેલા માટે મોકલવામાં આવે છે, તેથી ચોક્કસ રીતે ખ્યાલ આવી શકે કે મૃત્યુ પાછળનું કારણ શું છે.
આ પણ વાંચો- વિનેશ ફોગાટ ફાઇનલ રમી શકશે નહીં; 100 ગ્રામ વજન વધારે હોવાથી ડિસ્ક્વોલિફાઈ
પરિવરાના સભ્યોમાં ડોક્ટર સામે જે આક્રોશ-ગુસ્સો-આક્ષેપો હતા, તે બે દિવસ પછી અચાનક દબાઇ જાય છે. હવે પરિવારનું કહેવું છે કે, અમારા પરિવારના સભ્યનું મોત હાર્ટ-એટેકના કારણે થયું છે. તો બીજી તરફ જાગૃત્તિ ઇમેઝિંગ સેન્ટરના ડોક્ટરનું કહેવું છે કે, દવાનો ડોઝ વધારે પ્રમાણમાં આપવામાં આવ્યો નહતો, તેમને અચાનક હાર્ટ-એટેક આવ્યો હોવાના કારણે મૃત્યું થઇ ગયું છે.
ડોક્ટરના જણાવ્યા અનુસાર, તેઓ ત્યાં હાજર જ હતા અને દર્દીની અચાનક તબિયત બગડી હતી. તે સમયે રાજસ્થાન હોસ્પિટલમાં દાખલ કરાવવા જતી વખતે પણ હું સાથે હાજર હતો. જો કે, તેઓ પોતાના અન્ય એક નિવેદનમાં કહે છે કે, દર્દીનું મૃત્યુ બીજી હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તામાં થયું કે પછી સારવાર દરમિયાન થયું તે અંગે ચોક્કસ કહી શકાય નહીં. આ અંગે ડોક્ટર પોતાના અલગ-અલગ નિવેદન આપવાના કારણે કેટલાક પ્રશ્ન ઉભા થાય તે સ્વભાવિક છે.
તો હવે પોલીસના એક કર્મચારીએ તો એટલા સુધી કહી દીધું કે ડોક્ટર અને પરિવારના સભ્યો વચ્ચે સમાધાન થઇ ગયું છે. લો બોલો? કંઇ બાબતનું સમાધાન? સમાધાન તો ત્યારે જ થાય છે, જ્યારે કોઇ એક પક્ષ તરફથી કંઇ ખોટું કરવામાં આવ્યું હોય.. તેમાંય મૃત્યુ જેવા કેસમાં સમાધાન થોડૂ હોય? ગૌર બેદરકારી દાખવ્યા પછી જ્યારે કોઈ વ્યક્તિનું મોત નિપજે છે, તેવી સ્થિતિમાં સમાધાન કરવું કેટલું કાયદેસર? ગેરકાયદેસર કામમાં સમાધાન થયું હોય અને તેમાંય પોલીસે ભાગ ભજવ્યું હોય તો ચોક્કસ રીતે તપાસ થવી જોઇએ. જો કે, આ કેસના તપાસ કરતાં મહિલા પીએસઆઈ અધિકારી સાથે મુલાકાત થઇ શકી નથી. મહિલા પીએસઆઈ પાસેથી પણ કઇ બાબતનું સમાધાન થયું છે,તેના અંગેનું નિવેદન લેવામાં આવશે. તેમના સાથે વાતચીત કર્યાં પછી કંઇ નવું જાણવા મળી શકે છે.
તો બીજી તરફ મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરનારા બે ડોક્ટરોનું નિવેદન ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જેમાં એક મહિલા ડોક્ટર પણ છે. ડોક્ટર, પોલીસ કર્મચારી, ડોક્ટરના મેનેજર, મૃતકના પરિવારજનો સહિત કેટલાક અન્ય લોકોના નિવેદન પછી કેટલાક પ્રશ્નો એવા ઉદ્દભવી રહ્યા છે કે, તેના જવાબ મળે તો એક નિર્દોષ વ્યક્તિનું મોત કુદરતી રીતે થયું છે કે પછી માનવસર્જિત ભૂલોના કારણે તેમને દુનિયા છોડવી પડી છે, તે અંગેનો ચોક્કસ ખ્યાલ આવી શકે છે.
આ પણ વાંચો- હનીટ્રેપમાં ફસાવતી મહેસાણાની ગેંગનો પર્દાફાશ; PI નિલેશ ઘેંટિયાએ આરોપીઓને દબોચ્યા
ડોક્ટર ઉપર ખોટા આક્ષેપ
ડોક્ટર પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતુ કે, તેમના ઉપર મીડિયા દ્વારા ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. કેટલીક બાબતો સમાચાર પત્રો દ્વારા ખુબ જ ખોટી છાપવામાં આવી હોવાનું ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે. પરંતુ આ બાબતે તેમને પૂછવામાં આવ્યું કે, તમારા પ્રત્યે ખોટું છાપીને તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં આવી છે તો તમે સમાચાર પત્રો સામે કેમ કોઈ પગલા ભર્યા નથી? ડોક્ટરનો જવાબ એકદમ સરળ હતો. મારા પાસે કામ ખુબ જ છે, તેથી હું મારૂં કામ કરૂં કે ફરિયાદ કરૂં?
આ કેસને લઈને ઉદ્દભવતા કેટલાક સમાન્ય પ્રશ્ન?
સ્વભાવિક બાબત છે કે કોઈપણ ડોક્ટરનું કામ-કાજ તેની સારી કામગીરીની પ્રતિષ્ઠાના કારણે વધતું હોય છે પરંતુ જ્યારે તમારી પ્રતિષ્ઠા ઉપર જ ખોટી રીતે નકારાત્મક પ્રભાવ પાડવામાં આવે તો કોઈપણ ડોક્ટર તેના સામે પગલા ભર્યા વગર રહેતો નથી. કેમ કે તેની મેડિકલ ઇમેજ અને ડોક્ટર તરીકેના તેના કરિયર અંગેના ભવિષ્યનો પ્રશ્ન હોય છે. પરંતુ આ કેસમાં ડોક્ટરની ડિગ્રીને લઈને ખોટી માહિતી છાપી હોવા છતાં ડોક્ટર દ્વારા સમાચાર પત્રો ઉપર કેમ કોઈ પગલા ભર્યા નથી તે એક મોટો પ્રશ્ન છે?
જ્યારે વ્યક્તિનું મોત થઇ જાય છે, ત્યારે પરિવારના સભ્યોએ ડોક્ટર ઉપર તેમના મૃત્યુને લઈને આરોપ લગાવ્યા હતા. પરંતુ હવે અચાનક પરિવારનું કહેવું છે કે, કુદરતી મોત થયું છે. તો એકાએક પરિવારના સભ્યો પોતાનું નિવેદન કેમ ફેરવી રહ્યા છે? તો બીજી તરફ પરિવારના સભ્યો કંઇ બોલવા માટે પણ તૈયાર નથી. કેમ અચાનક મૃતક વ્યક્તિના પરિવારના સભ્યો કંઇ જ બોલવા માટે તૈયાર નથી? આ પ્રશ્ન ઘણો મોટો છે? આ પ્રશ્નનો જવાબ પણ પીએમ રિપોર્ટ પછી જ આવી શકે છે.
જીવન જીવવા માટે નિદાન કરાવવા આવેલા એક નિર્દોષ વ્યક્તિને ન્યાય પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ અપાવી શકે છે. આ રિપોર્ટ થકી જ વ્યક્તિના મૃત્યુંના ચોક્કસ કારણનો ખુલાસો થઇ શકે છે કે, સીટી સ્કેન કરાવવા માટે આવેલા વ્યક્તિનું મોત કુદરતી છે કે માનવસર્જિત છે. સિવિલ હોસ્પિટલના એમઆરઓના જણાવ્યા અનુસાર, પીએમ રિપોર્ટ આવતા હજું પણ એકાદ મહિનો લાગશે. તેથી ન્યાય મળવામાં એકાદ મહિનો રાહ જોવી પડશે.
આ પણ વાંચો- પાલનપુર અંબિકાનગર વિસ્તારમાં ગટર લાઇનની કામગીરીમાં ગેરરીતિની આશંકા; લોકોએ કહ્યું- બિલની ચૂકવણી કરતાં નહીં
શું ડોક્ટર દ્વારા પરિવારના સભ્યોને આડકતરી રીતે ધમકાવ્યા છે?
એક પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા મૃતકના પરિવારને કહેવામાં આવ્યું હતું કે ડોક્ટર સામે આક્ષેપ કરશો તો તમે ફસાઇ જશો. આ નિવેદન ડોક્ટરના મેનેજર દ્વારા ભૂલેચૂકે તેમની જ કેબિનમાં તેમની સામે આપવામાં આવ્યું છે. જે પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા પરિવારને આવું પ્રેમપૂર્વક પરંતુ આડકતરી ધમકી આપવામાં આવી છે, તેઓ પણ મેડિપોલીસ સાથે જોડાયેલા અને ડોક્ટરના નજીકના હોવાનું જાણવા મળી રહ્યુ છે. તેથી એક બાબતે શંકા-કૂશંકાઓ ઉઠી રહી છે કે, મૃતક વ્યક્તિના પરિવારને ક્યાંકને ક્યાંક ડરાવી-ધમકાવીને ચૂપ કરાવવામાં આવ્યું હોઇ શકે છે? આશંકા ઉદ્દભવે તે સ્વભાવિક છે. જો કે, મૃતક પરિવારના સભ્યો દ્વારા તેવું કોઈ જ નિવેદન આપ્યું નથી.
ડોક્ટર સીસીટીવી ફૂટેજ આપવામાં કેમ વિલંબ કરે છે?
ગુજરાત ટાઇમ્સ24 દ્વારા ડોક્ટરને ઘટના ઘટી એટલે કે 13 જૂલાઇના દિવસના કેટલાક સીસીટીવી ફૂટેજ આપવાનું કહ્યું હતું. કેમ કે ડોક્ટર-પોલીસ સહિતના આ કેસમાં જોડાયેલા લોકોના નિવેદનોમાં ખુબ જ મોટા તફાવત જોવા મળી રહ્યા છે. તેથી આ કેસની સત્યતા બહાર લાવવા માટે સીસીટીવી ફુટેજ ખુબ જ ઉપયોગી છે. ડોક્ટર દ્વારા એક અઠવાડિયા પછી પણ ગુજરાત ટાઇમ્સ24ને સીસીટીવી ફૂટેઝ મોકલાવ્યા નથી. શું ડોક્ટર કંઇ છૂપાવવાની કોશિશ કરી રહ્યા છે? ડોક્ટર બેદાગ છે તો પછી તેમને ડરવાની ક્યાં જરૂરત છે? કુદરતી રીતે જ મોત થયું છે તો પછી ફુટેજ આપવામાં શું વાંધો છે?
સામાન્ય બાબત તે છે કે ડોક્ટર અને તેના સ્ટાફ દ્વારા કોઇ બેદરકારી દાખવવામાં આવી નથી તો પછી તેમને ડરવાની જરૂરત નથી. પરંતુ આ કેસ સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ મીડિયાથી જે રીતે દૂર ભાગે છે, તેને જોતા પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે, શું ખરેખર એક નિર્દોષ વ્યક્તિ સાથે અન્યાય થયો છે? એક સમયે ડોક્ટર સામે ખુલ્લા આક્ષેપ કરનારા પરિવારના સભ્યોએ અચાનક કેમ મૌન ધારણ કરી લીધું છે?
આ પણ વાંચો- શેખ હસીનાની પાર્ટીના 20થી વધારે નેતાઓની હત્યા; હિન્દુ ઘરો ઉપર પણ થયા હુમલા
કેમ કે મૃતકના એક પુત્રને તેમના પિતાના મોત વિશે પ્રશ્ન પૂછતા એકદમ હાઇપર થઇ ઉઠ્યો હતો. જે ચોક્કસ રીતે સામાન્ય નહતું. જે પિતાએ પ્રેમ અને લાડપૂર્વક મોટા કર્યા, ભણાવવા-ગણાવવા માટે દુનિયાની તમામ મુશ્કેલીઓ ઉઠાવી તેવા પિતાને ન્યાય અપાવવા પુત્ર પોતે કેમ પાછી પાની કરી રહ્યો છે? તે પણ એક યક્ષ પ્રશ્ન છે. ડોક્ટર સામે ગંભીર આક્ષેપ લગાવનારા કેમ મૌન છે? એક પ્રતિષ્ઠિત ન્યૂઝ પેપરના ફ્રન્ટ પ્રેજ ઉપર પરિવારના સભ્યોનું નિવેદન છપાયેલું છે, તેમાં પરિવારના સભ્યો કહે છે કે, ડોક્ટર દ્વારા વધારે દવાના ડોઝના કારણે તેમના પરિવારના સભ્યનું મોત થયું છે. છાપામાં છપાયેલા અને લેખિતમાં રહેલા પોતાના નિવેદનથી પરિવાર કેમ હવે મોઢું ફેરવી રહ્યો છે? આ કેસમાં અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે.
આ તમામ પ્રશ્નોના જવાબ માટે વાંચક મિત્રોને પોસ્ટ મોર્ટમની રાહ જોવી પડશે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી શકે છે.